Thursday, April 25, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટશ્રીફળ વધેર્યા, જળ છાંટ્યું… હિન્દુઓએ નાસિકના ત્રંબકેશ્વર મંદિરનું શુદ્ધિકરણ કર્યું: ઉર્સ દરમિયાન...

  શ્રીફળ વધેર્યા, જળ છાંટ્યું… હિન્દુઓએ નાસિકના ત્રંબકેશ્વર મંદિરનું શુદ્ધિકરણ કર્યું: ઉર્સ દરમિયાન ચાદર ચઢાવવાનો થયો હતો પ્રયાસ

  દેવસ્થાન ટ્રસ્ટનું કહેવું છે કે આ પ્રકારની ઘટના સામાજિક તાણાવાણાને નુકસાન પહોંચાડી શકે છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે વ્યવસ્થા કરવા વહીવટી તંત્રને અપીલ કરવામાં આવી હતી.

  - Advertisement -

  બુધવાર (17 મે 2023)ના રોજ હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓ દ્વારા મહારાષ્ટ્ર સ્થિત નાસિકના ત્રંબકેશ્વર મંદિરનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું. કાર્યકર્તાઓએ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર અને પરિસરમાં શ્રીફળ વધેરી તથા શુદ્ધ જળનો છંટકાવ કરીને શુદ્ધિકરણ પ્રક્રિયા પૂરી કરી હતી. વાસ્તવમાં 13 મે ના રોજ કેટલાક મુસ્લિમોએ મંદિરમાં દાખલ થવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા, પરંતુ સુરક્ષામાં હાજર જવાનોએ તેમને શિવલિંગ સુધી નહોતા પહોંચવા દીધા.

  મુસ્લિમોના બળજબરીથી ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં દાખલ થવાની ઘટનાથી અનેક હિંદુ સંગઠનના લોકો નારાજ છે. હિંદુ મહાસંઘ સહીત અનેક સંગઠનોએ મંદિરે પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકર્તાઓએ ભગવાન શંકરના દ્વાદશ જ્યોતિર્લીંગમાંથી એક એવા નાસિકના ત્રંબકેશ્વર મંદિરનું પરિસર અને મુખ્ય દ્વારનું શુદ્ધિકરણ કર્યું હતું, અને દોષિતો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. જે સમયે મુસ્લિમોએ મંદિરમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો તે સમયે મંદિરથી થોડા જ અંતરે ઉર્સનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જેના માટે જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું.

  આ ઘટના બાદ વિવાદ વકરતા જુલુસના આયોજકોએ સ્પષ્ટતા કરી હતી કે તેમના પૂર્વજો પણ મંદિરની બહારથી ભગવાન શંકરને ચાદર દેખાડતા હતા. ઉર્સ આયોજકોનું કહેવું છે કે તેમણે તેમના પૂર્વજોની પરંપરાનું પાલન કરવાનો પ્રયત્ન કર્યો હતો. મંદિરમાં દાખલ થવાનો કે શિવલિંગ પર ચાદર ચઢાવવાનો તેમનો ઉદ્દેશ્ય નહતો. જોકે હિંદુ સંગઠનોના લોકો આ જવાબથી સંતુષ્ટ નથી. લોકોનું કહેવું છે કે આ પ્રકારના રીવાજ વિષે તેમને કોઈ જ જાણકારી નથી.

  - Advertisement -

  નોંધનીય છે કે મહારાષ્ટ્ર સરકારે આ આખી ઘટનાની તપાસ કરવા માટે SITનું ગઠન કર્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ આ મામલે જણાવ્યું હતું કે SIT તાજેતરની ઘટના સાથે સાથે ભૂતકાળમાં ઘટેલી આ પ્રકારની ઘટનાઓની પણ તપાસ કરશે.

  આ પહેલા મંદિર પ્રશાસને બળજબરીથી મંદિરમાં પ્રવેશ કરનારા મુસલમાનો વિરુદ્ધ FIR નોંધાવી હતી. પોલીસે આ મામલે ચાર લોકોની ધરપકડ પણ કરી હતી. મંદિર પ્રશાસન તરફથી આપવામાં આવેલી ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે, ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાં ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનો સમાવેશ થાય છે. સદીઓ જૂની પરંપરા અનુસાર મંદિરમાં માત્ર હિન્દુઓને જ પ્રવેશ આપવામાં આવ્યો છે, જે લોકો હિન્દુ ધર્મમાં વિશ્વાસ નથી રાખતા તેમના માટે મંદિરમાં પ્રવેશ વર્જિત છે.

  દેવસ્થાન ટ્રસ્ટનું કહેવું છે કે આ પ્રકારની ઘટના સામાજિક તાણાવાણાને નુકસાન પહોંચાડી શકે છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે વ્યવસ્થા કરવા વહીવટી તંત્રને અપીલ કરવામાં આવી હતી. મહાદેવનું આ મંદિર નીલગિરિ, બ્રહ્મગિરિ અને કલાગિરીની ટેકરીઓની વચ્ચે આવેલું છે. મંદિરમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતિનિધિત્વ કરતા 3 લિંગ સ્થાપિત છે. મોગલ બાદશાહ ઔરંગઝેબે તોડી પાડ્યા બાદ પેશ્વા બાલાજી બાજીરાવ દ્વારા આ પવિત્ર ધર્મસ્થળનું પુનઃ નિર્માણ કરાવવામાં આવ્યું હતું.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં