Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહરિદ્વારમાં ભરબજારે સામુહિક નમાઝ, 8ની ધરપકડ: કાવડ યાત્રા પર આતંકવાદી હુમલાની આશંકાના...

    હરિદ્વારમાં ભરબજારે સામુહિક નમાઝ, 8ની ધરપકડ: કાવડ યાત્રા પર આતંકવાદી હુમલાની આશંકાના કારણે પ્રશાસન એલર્ટ પર છે

    હરિદ્વારમાં ભરબજારે નમાઝ પઢવાનો કિસ્સો સામે આવ્યો છે. હાલમાં ચાલી રહેલી કાવડ યાત્રાને ધ્યાનમાં લેતા પોલીસે કડક પગલાં પણ લીધા છે.

    - Advertisement -

    હરિદ્વારમાં ભરબજારે સામુહિક નમાઝ અદા કરવાનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કાવડ યાત્રા ચાલી રહી છે ત્યારે હરિદ્વારમાં ભરબજારે સામુહિક નમાઝ અદા કરવાનો આ કિસ્સો સામે આવતા માહોલ ગરમાયો છે.

    મીડિયા અહેવાલો અનુસાર , હરિદ્વારના રાણીપુર વિસ્તારના શિવાલિક નગરમાં સાપ્તાહિક બજાર ભરાય છે. અહીં ગુરુવારે (21 જુલાઈ, 2022), રાતના સમયે સામૂહિક રીતે નમાઝ અદા કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ સ્થાનીક દુકાનદાર છે.

    ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ મોહમ્મદ નિઝામ, નસીમ, મુરસલીન, અશરફ, અશરફ અસગર, મુસ્તફા, સજ્જાદ અહેમદ અને ઇકરામ તરીકે કરવામાં આવી છે. પોલીસે શાંતિ ભંગની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યાં છે.

    - Advertisement -

    આ સામૂહિક નમાઝ અદા કરવાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. આ ઘટના અંગે સ્થાનિક લોકોએ નારાજગી વ્યક્ત કરી છે . આરોપી નિસારની ઉંમર 22 વર્ષ, નસીમની ઉંમર 52 વર્ષ, સજ્જાદ અહેમદની ઉંમર 50 વર્ષ, મુરસલિનની ઉંમર 38 વર્ષ, અશરફની ઉંમર 45 વર્ષ, અશરફ અસગરની ઉંમર 37 વર્ષ, મુસ્તફાની ઉંમર 35 વર્ષ છે. આ તમામ હરિદ્વારના જ્વાલાપુરના રહેવાસી છે, જ્યારે 47 વર્ષીય ઇકરામ હરિદ્વારના જ બહાદરાબાદ કોતવાલી વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની પુષ્ટિ કરતા પોલીસે કહ્યું કે સાર્વજનિક સ્થળે નમાઝ પઢવાને કારણે સામાન્ય લોકોની અવરજવર પર અસર થઇ હતી, અને તેઓને અવરોધ ઉભો થયો હતો.

    અન્ય અહેવાલ મુજબ , તમામ આરોપીઓ પીઠ પર સામાન લઈને બજારમાં વેચતા હતા. થોડીવાર પછી તેઓ એકસાથે નમાઝ પઢવા લાગ્યા હતા. ઈન્સ્પેક્ટર કોતવાલી રાણીપુર અમરચંદ શર્માના જણાવ્યા અનુસાર, તમામ આરોપીઓએ જાહેર સ્થળ પર પરવાનગી વગર નમાજ અદા કરી હતી, જેના કારણે તેમને કલમ 151 CrPC હેઠળ કેસ નોંધી તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

    હાલ હરિદ્વારમાં કાવડ યાત્રા ચાલી રહી છે. આવી સ્થિતિમાં પોલીસ સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાના દૃષ્ટિકોણથી વિશેષ તકેદારી રાખી રહી છે. ગુપ્તચર એજન્સીઓએ યાત્રા પર આતંકી હુમલાની શક્યતા પણ વ્યક્ત કરી છે .

    નોંધનીય છે કે અગાઉ લખનૌમાં નવા બંધાયેલા લુલુ મોલમાં પણ પરવાનગી વગર નમાજ પઢવામાં આવી હતી. લખનૌ પોલીસે આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. તમામ આરોપીઓના મદરેસા કનેક્શન પણ સામે આવ્યા છે. ત્યાર બાદ ચારબાગ રેલ્વે સ્ટેશનમાં પણ નમાઝ પઢવાનો વિડીયો વાયરલ થયો હતો, અ બંને જાહેર જગ્યાઓ પર નમાઝ અદા કરવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ફેલાયા બાદ તેનો ભારે વિરોધ થયો હતો અને લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. આ બંને જગ્યા બાદ હવે હરિદ્વારની જાહેર બજારમાં સામુહિક નમાઝનો વિડીયો સામે આવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં