Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલુલુ મોલ વિવાદમાં નવો ફણગો ફૂટ્યો: નમાઝ પઢનાર 4 બંદાઓ મોલમાં ખરીદી...

    લુલુ મોલ વિવાદમાં નવો ફણગો ફૂટ્યો: નમાઝ પઢનાર 4 બંદાઓ મોલમાં ખરીદી કરવા નહોતા ગયા જેનો ખુલાસો CCTV ફૂટેજ દ્વારા થયો

    પોલીસના હાથ લાગેલ સીસીટીવીમાં યુવકોના મોલમાં પ્રવેશવાથી લઈને બહાર નીકળવા સુંધીનો ઘટનાક્રમ કેદ થઈ ગઈ ગયો હતો. છએ નમાઝ પઢી અને બેએ વીડિયો બનાવ્યો, પછી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો.

    - Advertisement -

    12 જુલાઈના રોજ, સુશાંત ગોલ્ફ સિટીના લુલુ મોલમાં ષડયંત્રના ભાગ રૂપે નમાજ કરવામાં આવી હતી. મોલના સીસીટીવી કેમેરાથી આ વાત સામે આવી છે. નમાઝ અદા કરવા ગયેલા યુવકોની સમગ્ર કાર્યવાહી પોલીસે લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આમાં તેઓ અંદર જતા જોવા મળ્યા હતા. ત્યારપછી ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે નમાઝ અદા કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળતા મળી નહીં.

    પોલીસને CCTV ની તપાસમાં જાણવા મળે છે કે 4 યુવકો બહારથી બાઈક પાર મોલમાં પ્રવેશ્યા હતા અને 4 યુવકો પહેલાથી મોલમાં હાજર હતા. તેઓએ પહેલા ગ્રાઉન્ડ ચપ્પલ કાઢીને જમીન પર બેસીને નમાજ પઢવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ગાર્ડ દ્વારા સમયસર તેમને અટકાવવામાં આવતા તેઓ સીડીથી ચડીએ ઉપરના માલાએ ગયા હતા. પહેલા મળે ખુબ ભીડ હોવાથી ત્યાં પણ તેમણે નમાજ પઢી નહોતી.

    પછી તેઓ બીજા મળે ગયા જ્યાં ખુલ્લી અને ખાલી જગ્યા મળતા 8માંથી 6 યુવકો ઝડપથી ષડયંત્રના ભાગ રૂપે નમાજ કરવા બેસી ગયા અને બે યુવકો વિડીયો ઉતારવા માંડ્યા હતા. દોઢ મિનિટમાં તેમણે નમાજ પતાવી દીધી હતી જે બાદ ગાર્ડ આવી જતા તે બધા ત્યાંથી ભાગી નીકળ્યા હતા.

    - Advertisement -

    નમાઝ પઢવાનું ષડયંત્ર પૂર્વ આયોજિત જ હતું

    પોલીસને મોલના CCTV ની તપાસમાં જોવા મળ્યું હતું કે આ યુવાનો મોલના કુલ 3 માલ પર ગયા હતા પરંતુ તેમાંથી એક પણ વ્યક્તિ એક પણ દુકાન કે શોરૂમમાં કયોય પણ જાતની ખરીધી કે પૂછપરછ કરવા પણ પ્રવેશ્યો નહતો.

    ફૂટેજ પરથી સમજાય છે કે તે યુવાનોનું એક માત્ર લક્ષ્ય મોલમાં ખાલી જગ્યા શોધીને, ત્યાં ઝડપથી નમાજ પેઢીને અને તેનો વિડીયો ઉતારીને ફટાફટ ત્યાંથી નીકળી જવાનો હતો. જેમાં તેઓ સફળ પણ થયા હતા.

    નમાઝની દિશા અને સમય ખોટા હતા

    વિડિઓ વાયરલ થયા બાદ જુદી જુદી વાતો સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ, તે યુવાનોએ માત્ર 1 મિનિટ 24 સેકન્ડ માટે જ ષડયંત્રના ભાગ રૂપે નમાજ અદા કરી હતી. તેમને ગાર્ડે રોક્યા ત્યાં સુધીમાં વીડિયો બની ગયો હતો, જે વાયરલ થયો હતો. મૌલવીઓનું કહેવું છે કે નમાઝનો સમય અને દિશા બંને ખોટા હતા. સાચી દિશા પશ્ચિમ છે અને નમાઝ અદા કરવામાં ઓછામાં ઓછી 5 મિનિટ લાગે છે.

    સૂત્રોના જણાવ્યા અનુસાર, નમાજ અદા કરનાર યુવકો લખનૌની બહારના રહેવાસી છે. સીસીટીવી ફૂટેજના આધારે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પકડાયા બાદ એ વાતની પુષ્ટિ થશે કે બાઇક પર ફૂટેજમાં જે યુવકો દેખાય છે તે જ આ છોકરાઓ છે કે નહીં.

    પોલીસના જણાવ્યા અનુસાર, નમાઝ અદા કરનારાઓના ધર્મની પણ તપાસ કરવામાં આવી રહી છે. તમામ આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. તેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

    મોલની હાલની સ્થિતિ

    રાજ્યના સૌથી મોટા મોલ લુલુનું ઉદ્ઘાટન 10 જુલાઈના રોજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્યું હતું. બરાબર બે દિવસ પછી આઠ યુવકો મોલમાં આવ્યા હતા. તેમણે મોલના બીજા માળે નમાઝ અદા કરી હતી, જેનો વીડિયો 13 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ હિંદુ સંગઠનોએ મોલનો વિરોધ શરૂ કર્યો હતો.

    એએસપી ગોસાઈગંજ સ્વાતિ ચૌધરીએ જણાવ્યું કે મોલની આસપાસ 500 મીટરનું સર્કલ બનાવવામાં આવ્યું છે. તેના પર PAC અને પોલીસ તૈનાત કરવામાં આવી છે. લોકોને ચેકિંગ કર્યા પછી જ મોલની અંદર મોકલવામાં આવી રહ્યા છે. મોલની સુરક્ષા એજન્સી પણ પહેલા કરતા વધુ સતર્ક છે. જેઓ બળજબરીથી મોલમાં પ્રવેશ્યા હતા તેઓને શાંતિ ભંગ કરવા બદલ ચલણ ફટકારવામાં આવ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં