Saturday, December 7, 2024
More
    હોમપેજદેશહિંદુ મહિલાના ટુકડા કરનાર ગુલામુદ્દીન મુંબઇથી પકડાયો: નેપાળ ભાગવાની ફિરાકમાં હતો, મળી...

    હિંદુ મહિલાના ટુકડા કરનાર ગુલામુદ્દીન મુંબઇથી પકડાયો: નેપાળ ભાગવાની ફિરાકમાં હતો, મળી આવ્યું ફેક આઈડી

    આ મામલે ગુલામુદ્દીનની પત્નીની ધરપકડ પહેલાં જ કરવામાં આવી ચૂકી છે. આ મામલે અન્ય પણ ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. 

    - Advertisement -

    રાજસ્થાનના જોધપુરમાં (Jodhpur) તાજેતરમાં એક 51 વર્ષીય મહિલાની હત્યાનો મામલો સામે આવ્યો હતો. આ મામલે ફરાર મુખ્ય આરોપી ગુલામુદ્દીનની પોલીસે મુંબઈથી (Mumbai) ધરપકડ કરી છે. તેને શુક્રવારે (8 નવેમ્બર) રાત્રે પકડીને જોધપુર લાવવામાં આવ્યો હતો, જ્યાં પૂછપરછ કરવામાં આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે તે મુંબઈથી બિહારના રસ્તે નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતો. 

    આ મામલે જોધપુર ડીસીપી રાજર્ષિ રાજ વર્માએ જાણકારી આપતાં કહ્યું કે, આરોપી ગુલામુદ્દીન હત્યાને અંજામ આપ્યા બાદ અમદાવાદથી મુંબઈ ભાગી ગયો હતો. તે ટ્રેન પકડીને બિહાર ભાગી જવાની ફિરાકમાં હતો. પણ મુંબઈમાં તેણે બિહાર જવા માટે ટિકિટ બુક કરવા મોબાઈલ ઓન કર્યો અને પોલીસને તેનું લૉકેશન ખબર પડી ગયું હતું. 

    ત્યારબાદ રાજસ્થાન પોલીસ તાત્કાલિક મુંબઈ પહોંચી હતી. પરંતુ આરોપીએ પછીથી પોતાનો મોબાઈલ ફરીથી બંધ કરી દીધો હતો. મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર તેણે જેવો ફોન ફરીથી ઓન કર્યો કે પોલીસે તેને દબોચી લીધો હતો. તે સ્ટેશન પર પોલીસને જોઈને ભાગ્યો હતો, પણ આખરે પોલીસે તેનો પીછો કરીને પકડી લીધો હતો. ત્યારબાદ જરૂરી કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરીને તેને જોધપુર લાવવામાં આવ્યો. 

    - Advertisement -

    પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ગુલામુદ્દીને પોતાનું નામ બદલીને ગફાર રાખી દીધું હતું. તેની પાસેથી આ જ નામનું એક આઈડી અને બિહાર જવા માટે ટ્રેનની ટિકિટ મળી આવી છે. 

    વધુ જાણકારી અનુસાર, ગુલામુદ્દીનનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. તેની વિરુદ્ધ અલગ-અલગ પોલીસ મથકે કેસ દાખલ કરવામાં આવ્યા છે અને પોલીસથી બચીને કઈ રીતે ભાગી શકાય એ તે બહુ સારી રીતે જાણે છે. એટલે તે મોબાઈલનો ઉપયોગ પણ વધુ કરતો ન હતો. 

    ગુલામુદ્દીને લૂંટના ઇરાદે મૃતક અનિતા ચૌધરીની હત્યાનું કાવતરું રચ્યું હતું. તે તેને બહેન કહીને બોલાવતો હતો અને બંને વચ્ચે લગભગ 25 વર્ષ જૂનો પરિચય હતો. 27 ઑક્ટોબરના રોજ તેણે અનિતાને ઘરે બોલાવી હતી. રાત્રે તે રોકવાની હોઈ કપડાં પણ લઈને આવી હતી. 

    ગુલામુદ્દીને તે આવે તે પહેલાં પત્ની આબિદા અને ત્રણ પુત્રીઓને સંબંધીના ઘરે મોકલી દીધી હતી. જાણવા મળ્યું છે કે, ગુલામુદ્દીન અનિતાના અશ્લીલ વિડીયો બનાવીને તેને બ્લેકમેલ કરીને વસૂલી કરવા માંગતો હતો. અનિતા ઘરે પહોંચ્યા બાદ ગુલામુદ્દીને તેને શરબતમાં દવા ભેળવીને તેને પીવડાવી દીધું હતું. ત્યારબાદ તે બેભાન થઈ ગઈ તો તેનાં ઘરેણાં કાઢી લીધાં હતાં. મોડી રાત સુધી પણ જ્યારે તે ભાનમાં ન આવી તો ગુલામુદ્દીને ધારદાર ચાકુ વડે તેની હત્યા કરી નાખી હતી અને લાશને ટુકડામાં કાપીને દફનાવી દીધી હતી. 

    આ મામલે ગુલામુદ્દીનની પત્નીની ધરપકડ પહેલાં જ કરવામાં આવી ચૂકી છે. આ મામલે અન્ય પણ ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં