Tuesday, May 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅરવિંદ કેજરીવાલના માથે નવી આફત: ગુજરાત યુનિવર્સીટીએ કર્યો માનહાનિનો કેસ, અમદાવાદની કોર્ટે...

    અરવિંદ કેજરીવાલના માથે નવી આફત: ગુજરાત યુનિવર્સીટીએ કર્યો માનહાનિનો કેસ, અમદાવાદની કોર્ટે સમન્સ પાઠવ્યું; AAP નેતા સંજયસિંહને પણ તેડું

    ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલ દ્વારા 12 એપ્રિલે માનહાનિને લઈને આમ આદમી પાર્ટીના બંને નેતાઓ સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

    - Advertisement -

    પીએમ મોદીની ડિગ્રીઓ મામલેના વિવાદમાં ગુજરાત યુનિવર્સીટીએ (Gujarat University) દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સામે એક માનહાનિનો કેસ દાખલ કર્યો છે. તેમની સાથે AAP સાંસદ સંજયસિંહ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેને લઈને અમદાવાદની મેજિસ્ટ્રેટ કોર્ટે બંને નેતાઓને સમન્સ પાઠવીને આગામી 23 મેના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે જણાવ્યું છે.

    ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલ દ્વારા 12 એપ્રિલે માનહાનિને લઈને આમ આદમી પાર્ટીના બંને નેતાઓ સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે બાદમાં ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC)ની કલમ 202 હેઠળ ફરિયાદની તપાસનો આદેશ આપ્યો હતો. પીએમની ડિગ્રી મામલે કેજરીવાલ અને AAP ના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સમાં જે નિવેદનો આપ્યા હતા તેની સામે યુનિવર્સિટીએ વાંધો ઉઠાવ્યો હતો. 1 અને 2 એપ્રિલે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સને ટાંકીને ગુજરાત યુનિવર્સિટીએ કેસ દાખલ કર્યો હતો. આ નિવેદનોમાં પ્રથમ દ્રષ્ટિએ માનહાનિ થતી હોવાનું લાગતાં ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જે.એલ. ચોવટિયાએ બંને વિરુદ્ધ સમન્સ કાઢ્યા છે.

    સમન્સમાં કહેવામાં આવ્યું છે કે, અરવિંદ કેજરીવાલને દિલ્હી મુખ્યમંત્રી તરીકે નહીં પણ, ‘વ્યક્તિગત રીતે આરોપી’ માનવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, કેજરીવાલ અને સંજય સિંહ જાણે છે કે આવા નિવેદનો અપમાનજનક છે તેમ છતાં તેમણે પોતાના નિવેદનોથી યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે. ફોજદારી ફરિયાદમાં રજિસ્ટ્રારે એવો આરોપ પણ લગાવ્યો હતો કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC)ના આદેશને રદ કર્યા બાદ પણ AAPના બંને નેતાઓએ બદનક્ષીભર્યાં નિવેદનો આપ્યાં હતાં.

    - Advertisement -

    કેજરીવાલ અને સંજયસિંહે શું નિવેદન આપ્યું હતું?

    AAP નેતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, “જો PMએ દિલ્હી યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હોય તો ગુજરાત યુનિવર્સિટીએ ઉજવણી કરવી જોઈએ કે તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થી વડાપ્રધાન બન્યા છે. પરંતુ, તેઓ ડિગ્રી છૂપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણકે આ ડિગ્રી કદાચ નકલી છે, અમાન્ય છે.”

    તો સંજય સિંહના એ નિવેદન મામલે બદનક્ષીનો આરોપ મૂકવામાં આવ્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે, “વડાપ્રધાન તેમની નકલી ડિગ્રીને અસલી સાબિત કરવા માટે પોતાનું સર્વસ્વ લગાવી રહ્યા છે.”

    પીએમની ડિગ્રી મામલેના કેસમાં કેજરીવાલને 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો

    પીએમ મોદીની ડિગ્રી મામલે રાજકારણ રમવાને લઈને આપના નેતા અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટ અગાઉ ફટકાર લગાવી ચૂકી છે. વાસ્તવમાં, કેજરીવાલે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન સમક્ષ અરજી કરીને વડાપ્રધાન મોદીની ડિગ્રી અંગે વિગતો માગી હતી. ત્યારબાદ કમિશને ગુજરાત યુનિવર્સિટી, દિલ્હી યુનિવર્સિટી અને પીએમઓને આ વિગતો આપવા જણાવ્યું હતું. જેને લઈને ગુજરાત યુનિવર્સિટીએ હાઇકોર્ટમાં સીઆઈસીના આદેશને પડકાર્યો હતો. આ મામલે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપતાં 31 માર્ચ, 2023ના રોજ સીઆઈસીના આદેશને રદ કરી દીધો હતો અને કેજરીવાલને 25 હજારનો દંડ ફટકાર્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં