Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટISKP મોડ્યુલના તાર હૈદરાબાદ સુધી જોડાયેલા, ગુજરાત ATSએ ખદીજા નામની મહિલાની અટકાયત...

    ISKP મોડ્યુલના તાર હૈદરાબાદ સુધી જોડાયેલા, ગુજરાત ATSએ ખદીજા નામની મહિલાની અટકાયત કરી: અન્ય પણ સંદિગ્ધો સાથે પૂછપરછ

    ખદીજા કટ્ટરપંથી બની ચૂકી હતી અને ISKP આતંકવાદીઓ સાથે સતત સંપર્કમાં રહેતી હતી. તેની કોલ ડિટેલ તપાસતાં અન્ય પણ કેટલાંક નામો ખૂલ્યાં હતાં, જેમાંથી એક હૈદરાબાદના ફઝીઉલ્લાહની અટકાયત કરીને પૂછપરછ ચાલી રહી છે. 

    - Advertisement -

    થોડા દિવસો પહેલાં ગુજરાત ATSએ પોરબંદરથી ત્રણ આતંકવાદીઓને ઝડપી પાડીને કુખ્યાત આતંકવાદી સંગઠન ISISની શાખા ISKPના મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. આ ત્રણની દોરવણીથી સુરતથી એક મુસ્લિમ મહિલા અને શ્રીનગરથી એક આતંકી પણ પકડાયા હતા. હવે આ ISKP મોડ્યુલ મામલે વધુ ત્રણની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી એક હૈદરાબાદની મહિલા છે. 

    ISKP મોડ્યુલની તપાસ કરતી ગુજરાત ATSની ટીમ તપાસ માટે અન્ય શહેરોમાં પહોંચી હતી. જેમાં હૈદરાબાદથી ગુજરાત ATSએ એક ખદીજા નામની એક મુસ્લિમ મહિલાની અટકાયત કરી હતી. જાણવા મળ્યું છે કે હૈદરાબાદની મહિલા કટ્ટરપંથી બની ચૂકી હતી અને ISKP આતંકવાદીઓ સાથે સતત સંપર્કમાં રહેતી હતી. તેની કોલ ડિટેલ તપાસતાં અન્ય પણ કેટલાંક નામો ખૂલ્યાં હતાં, જેમાંથી એક હૈદરાબાદના ફઝીઉલ્લાહની અટકાયત કરીને પૂછપરછ ચાલી રહી છે. 

    ATSએ ગોરખપુરમાંથી એક તારિક નામના વ્યક્તિની અટકાયત કરી છે, જે સુમેરાબાનુ સાથે સંપર્કમાં રહેતો હતો. સુમેરબાનુ એ જ મહિલા છે, જે પોરબંદરથી આતંકવાદીઓ પકડાયા બાદ સુરતથી પકડાઈ હતી. હાલ આ તમામ ગુજરાત ATSની કસ્ટડીમાં છે અને મામલાની તપાસ ચાલી રહી છે. 

    - Advertisement -

    થોડા દિવસ પહેલાં પોરબંદરથી પકડાયા હતા ISKP આતંકવાદીઓ 

    થોડા દિવસ પહેલાં ગુજરાત ATSએ ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે પોરબંદર રેલવે સ્ટેશન પરથી ત્રણ શખ્સોને પકડી લીધા હતા. તેમની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે ત્રણેય શ્રીનગરના રહેવાસી છે અને પોરબંદરના રસ્તે ઈરાન અને ત્યાંથી અફઘાનિસ્તાન ભાગવાની ફિરાકમાં હતા. આ ત્રણેયે પૂછપરછમાં કબૂલાત કરી હતી કે તેઓ બોટ હાઇજેક કરીને ભાગવા માંગતા હતા. એટલું જ નહીં, તેમની સાથે સુરતની એક સુમેરાબાનુ નામની મહિલા બે સંતાનોને લઇને આવવાની હતી તો શ્રીનગરનો ઝુબૈર અહમદ નામનો એક વ્યક્તિ પણ જોડાવાનો હતો. 

    આ તમામ ઈરાન અને ત્યાંથી અફઘાનિસ્તાન ખુરાસાન જઈને ફિદાયીન આતંકવાદી હુમલા કરવાની ફિરાકમાં હતા. પરંતુ તેઓ સફળ થાય તે પહેલાં જ ગુજરાત ATSએ ઝડપી પાડ્યા હતા. ત્રણ આતંકીઓની પૂછપરછ બાદ તે જ દિવસે સુરત ATSની ટીમે સુમેરાબાનુની ધરપકડ કરી લીધી હતી, તેમજ બે દિવસ બાદ શ્રીનગરથી ઝુબૈર અહમદ મુન્શી પણ પકડાઈ ગયો હતો. તેમની પૂછપરછમાં વધુ નામો ખૂલતાં ગુજરાત ATS હૈદરાબાદ પહોંચી હતી, જ્યાંથી વધુ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં