Saturday, October 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજ્યુસમાં પેશાબ ભેળવીને વેચતો હતો 'સલમાન', સગીર પુત્ર સાથે બંનેની ધરપકડ: દુકાનનું...

    જ્યુસમાં પેશાબ ભેળવીને વેચતો હતો ‘સલમાન’, સગીર પુત્ર સાથે બંનેની ધરપકડ: દુકાનનું નામ- ખુશી જ્યુસ પાર્લર, મળી આવી યુરિનની બોટલ

    ગાઝિયાબાદ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ નામજોગ FIR દાખલ કરી છે. આ FIR ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 272, 274 અને 275 હેઠળ નોંધવામાં આવી છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં ફળોના જ્યુસમાં પેશાબ ભેળવીને વેચવાનો મામલો સામે આવ્યો છે. અહીં સ્થાનિક લોકોની ફરિયાદ બાદ પોલીસે એક જ્યુસ શોપ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન કન્ટેનરમાં પેશાબ મળી આવ્યું હોવાનું સામે આવ્યું હતું. પુરાવા મળ્યા બાદ પોલીસે સલમાન (નામ બદલ્યું છે) અને તેના સગીર પુત્રની ધરપકડ કરી લીધી છે. ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગાઝિયાબાદ પોલીસ આ અંગેની તપાસ કરી હોવાનું સામે આવ્યું છે.

    મળતી માહિતી મુજબ, આ ઘટના શુક્રવાર (13 સપ્ટેમ્બર, 2024)ના રોજ બનવા પામી હતી. ઘટના ગાઝિયાબાદના કમિશ્નરેટના ગ્રામીણ વિસ્તારની છે. અહીં સ્થાનિક લોકોએ શુક્રવારે લોની બોર્ડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ઘણા લોકોએ સામૂહિક રીતે જણાવ્યું હતું કે, ઇન્દ્રાપુરી વિસ્તારના A બ્લોકમાં ફળોના જ્યુસની દુકાન આવેલી છે. દુકાનનું નામ ખુશી જ્યુસ પાર્લર હોવાનું પણ સામે આવ્યું છે. ફરિયાદમાં લોકોએ જણાવ્યું હતું કે, આ દુકાન પર મુસ્લિમ સમુદાયનો એક વ્યક્તિ અને તેનો પુત્ર જ્યુસ વેચવાનું કામ કરે છે. આરોપ છે કે, શુક્રવારે જ સાંજે લગભગ 4 વાગ્યે કોઈએ આ બંને આરોપીઓને જ્યુસમાં માનવ પેશાબ ભેળવતા જોયા હતા.

    ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો જ્યુસ શોપ પર આવી પહોંચ્યા હતા. ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં ઘણા લોકોને જ્યુસ શોપની અંદર જોઈ શકાય છે. એકઠા થયેલા લોકોએ આરોપીઓને મેથીપાક આપ્યો હોવાનું પણ કહેવાય રહ્યું છે. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને લોકોએ બંને આરોપીઓને પોલીસ હવાલે કરી દીધા હતા. ત્યારબાદ પોલીસે જ્યુસ શોપની તપાસ પણ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને એક કેનમાં લગભગ 1 લિટર જેટલું માનવ મૂત્ર મળી આવ્યું હતું.

    - Advertisement -

    ગાઝિયાબાદ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ નામજોગ FIR દાખલ કરી છે. આ FIR ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 272, 274 અને 275 હેઠળ નોંધવામાં આવી છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે. બંને આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. ગાઝિયાબાદ પોલીસ અનુસાર, ઘટનાની તપાસ અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઑપઇન્ડિયાએ મેળવેલી માહિતી અનુસાર, ખુશી જ્યુસ પાર્લર જે ઇન્દ્રાપુરી વિસ્તારમાં છે, ત્યાં હિંદુઓની વસ્તી વધુ પ્રમાણમાં જોવા મળે છે. ઘણીવાર લોકો ઉપવાસ કે વ્રત દરમિયાન અહીંથી જ જ્યુસ ખરીદીને પીવે છે.

    નોટ- સમાચારમાં સગીર આરોપીની ઓળખ છતી ન થાય માટે તેના અબ્બાનું નામ બદલવામાં આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં