Friday, May 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિંદુ વિરોધી ઝેર ઓકવાના કારણે ખુરશી ગુમાવનાર AAP નેતા રાજેન્દ્રપાલ ગૌતમે ફરી...

    હિંદુ વિરોધી ઝેર ઓકવાના કારણે ખુરશી ગુમાવનાર AAP નેતા રાજેન્દ્રપાલ ગૌતમે ફરી વિવાદિત નિવેદન આપતા કહ્યું-‘રામચરિતમાનસ દલિત વિરોધી ગ્રંથ’

    આ એ જ રાજેન્દ્રપાલ ગૌતમ છે, જેમણે હિંદુ દેવતાઓને ન માનવાના શપથ લેવડાવ્યા હતા, જેમાં એક કાર્યક્રમમાં હજારો લોકોને શપથ લેવડાવવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, “હું બ્રહ્મા-વિષ્ણુ અને મહેશને ક્યારેય ઈશ્વર નહીં માનીશ, અને ન તેમની પૂજા કરીશ. હું રામ અને કૃષ્ણને ઈશ્વરને નહીં માનીશ અને ન ક્યારેય તેમની પૂજા કરીશ. હું ગૌરી ગણપતિ વગેરે હિંદુ ધર્મના કોઈ દેવીદેવતાઓને નહીં માનીશ કે ન તેમની પૂજા કરીશ.”

    - Advertisement -

    દસ હજારથી વધુ હિંદુઓનું ધર્માંતરણ કરવાના કાર્યક્રમમાં ભગવાન શ્રી રામ અને કૃષ્ણની પૂજા ન કરવાની શપથ લેવડાવનાર AAPના પૂર્વ મંત્રી રાજેન્દ્રપાલ ગૌતમે હવે રામચરિતમાનસનું અપમાન કર્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા એક વીડીઓમાં હિંદુ ઘૃણા દેખાડનાર બિહારના શિક્ષણ મંત્રીનું સમર્થન આપતા રાજેન્દ્રપાલ ગૌતમે રામચરિતમાનસનું અપમાન થાય તે પ્રકારના શબ્દો વાપર્યા હોવાનું નજરે પડે છે. પોતાના નિવેદનમાં તેઓ કહે છે કે રામચરિતમાનસ દલિત વિરોધી ગ્રંથ છે.

    મળતા અહેવાલો અનુસાર વાયરલ વિડીયો રાજસ્થાનના અજમેરમાં યોજાયેલા એક કાર્યક્રમનો છે, આ વિડીયોમાં AAPના પૂર્વ મંત્રી રાજેન્દ્રપાલ ગૌતમે રામચરિતમાનસનું અપમાન કરતા કહેતા જોવા મળી રહ્યા છે કે, બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે રામચરિતમાનસ અને મનુસ્મૃતિને લઈને નિવેદન આપ્યું તો આખા દેશના મીડિયા તેમની પાછળ પડી ગઈ. મારો પ્રશ્ન એ છે કે ચંદ્રશેખરે તેમના નિવેદનમાં ખોટું શું કહ્યું છે.”

    ગૌતમ આગળ કહે છે કે, “તેમણે રામચરિતમાનસ અને મનુસ્મૃતિમાં લખેલી વસ્તુઓનો જ ઉલ્લેખ કર્યો છે. તેમણે સાચું કહ્યું છે કે આ બંને પુસ્તકોમાં જે લખવામાં આવ્યું છે તે ખોટું અને દલિત અને મહિલા વિરોધી છે. આપણે બધાએ ચંદ્રશેખરની સાથે ઊભા રહેવું જોઈએ. સમતાવાદી અને માનવતા પ્રેમી લોકોએ આંધળા લોકોને આંધળા અનુસરવા જોઈએ નહીં.”

    - Advertisement -

    આ વિડીયોમાં ગૌતમને કહેતા સાંભળી શકાય છે કે, “રામચરિતમાનસમાં લખવામાં આવ્ય છે કે ‘ઢોલ, ગવાર, શુદ્ર , પશુ, નારી યહ સબ તાડન કે અધિકારી’ હવે તેઓ તાડનાની વ્યાખ્યા જોવા સાથે કરી રહ્યાં છે, જયારે તાડનાનો સીધો અર્થ ‘પીટવું’ કે ‘મારવું’ તેવો થાય છે, જો તેનો અર્થ ‘જોવો’ તેમ થાય તો શું સ્ત્રીઓને ઘુરવી જોઈએ? આ ધર્મ શાસ્ત્રો આમને માણસનો દરજ્જો આપવા પણ તૈયાર નથી, અને આસ્થાને ઠેસ પહોંચી તેવી દલીલો આપવામાં આવી રહી છે. અમારી બહેન દીકરીઓની રોજ ઈજ્જત લુંટાઈ રહી છે, યુવાઓને મારવામાં આવી રહ્યા છે. અમારી વસ્તીઓ સળગાવવામાં આવી રહી છે.”

    હિંદુ દેવતાઓને ન માનવાના શપથ લેવડાવ્યા, ધર્મને ‘નર્ક’ ગણાવ્યો હતો

    આ એ જ રાજેન્દ્રપાલ ગૌતમ છે, જેમણે હિંદુ દેવતાઓને ન માનવાના શપથ લેવડાવ્યા હતા, જેમાં એક કાર્યક્રમમાં હજારો લોકોને શપથ લેવડાવવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, “હું બ્રહ્મા-વિષ્ણુ અને મહેશને ક્યારેય ઈશ્વર નહીં માનીશ, અને ન તેમની પૂજા કરીશ. હું રામ અને કૃષ્ણને ઈશ્વરને નહીં માનીશ અને ન ક્યારેય તેમની પૂજા કરીશ. હું ગૌરી ગણપતિ વગેરે હિંદુ ધર્મના કોઈ દેવીદેવતાઓને નહીં માનીશ કે ન તેમની પૂજા કરીશ.” આ ક્રય્ક્ર્મમાં 10,000 હિન્દુઓનું ધર્માંતરણ થયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં