Friday, September 20, 2024
More
    હોમપેજદેશબહારથી દેખાતી હતી મદરેસા, અંદર કામ ચાલતું હતું નકલી નોટો છાપવાનું: મૌલવી...

    બહારથી દેખાતી હતી મદરેસા, અંદર કામ ચાલતું હતું નકલી નોટો છાપવાનું: મૌલવી સહિત ચારની ધરપકડ- પ્રયાગરાજનો કેસ

    જાણવા મળ્યા અનુસાર, તેઓ 100 રૂપિયાની જ નોટ છાપતા હતા, જેથી સરળતાથી બજારમાં ફરતી કરી શકાય. પોલીસે કાર્યવાહી દરમિયાન પ્રિન્ટેડ નકલી ચલણની 234 શીટ, કાગળના 3 બંડલ, એક પ્રિન્ટર, એક કટર, અને એક લેપટોપ પણ કબજે કર્યાં હતાં.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતેથી એક મદરેસામાં નકલી નોટો છાપવામાં આવી રહી હોવાનો મામલો સામે આવ્યો છે. બુધવારે (28 ઑગસ્ટ) UP પોલીસે દરોડા પાડીને આખું રેકેટ ઝડપી પાડ્યું હતું અને મદરેસાના પ્રિન્સિપાલ મૌલવી મોહમ્મદ તફસીરુલ સહિત અન્યોની ધરપકડ કરી લીધી હતી. કેસમાં મદરેસાના બે વિદ્યાર્થીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલ તેમના અન્ય સાથીઓની શોધખોળ ચાલી રહી છે.

    પ્રયાગરાજ સ્થિત જામિયા હબીબીયા મદરેસામાં આ રેકેટ ચાલતું હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે અહીં દરોડા પાડીને ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જેમની ઓળખ મોહમ્મદ તફસીરુલ (પ્રિન્સિપાલ મૌલવી), મોહમ્મદ અફઝલ, મોહમ્મદ શાહિદ અને ઝહીર ખાન તરીકે થઈ છે. જેમાંથી ઝહીર ખાન માસ્ટરમાઇન્ડ હોવાનું કહેવાય રહ્યું છે. અનુમાન છે કે, આ સિવાય અન્યો પણ સંડોવાયેલા હોય શકે છે, જેમની શોધખોળ હાલ ચાલી રહી છે.

    પોલીસને દરોડામાં ભારતીય ચલણી નોટ ₹100ની 1300 જેટલી નકલી નોટ મળી આવી હતી. જાણવા મળ્યા અનુસાર, તેઓ 100 રૂપિયાની જ નોટ છાપતા હતા, જેથી સરળતાથી બજારમાં ફરતી કરી શકાય. પોલીસે કાર્યવાહી દરમિયાન પ્રિન્ટેડ નકલી ચલણની 234 શીટ, કાગળના 3 બંડલ, એક પ્રિન્ટર, એક કટર, અને એક લેપટોપ પણ કબજે કર્યાં હતાં.

    - Advertisement -

    પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે પ્રિન્સિપાલ મૌલવીએ બાકીના આરોપીઓને મદરેસામાં એક રૂમ આપી રાખ્યો હતો, જેમાં જ આ છાપકામ કરવામાં આવી રહ્યું હતું. લગભગ ત્રણેક મહિનાથી આ કારોબાર ચાલતો હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જ્યારે અહેવાલો જણાવે છે કે મૌલવી અને અન્ય આરોપીઓની આજીવિકા આ ‘ધંધા’ પર જ ચાલતી હતી. જેમાં તેઓ નકલી નોટોના બદલામાં સાચી નોટો લઈને તેને ખર્ચ કરતા હતા. એટલી યોજનાબદ્ધ તરીકે કામ કરતા હતા કે તેમના નજીકના માણસોને પણ તેની ખબર ન હતી.

    નકલી નોટો વટાવવા પણ ખાસ તરકીબ

    પોલીસ પૂછપરછમાં સમગ્ર રેકેટ કઈ રીતે ચાલતું હતું તેની પણ જાણકારી મળી હતી. જે અનુસાર, ₹100 રૂપિયાની નોટને અદ્યતન ટેક્નોલોજી ધરાવતા સ્કેનરથી સ્કેન કરીને તેના જેવી જ નોટ છાપવામાં આવતી હતી. ત્યારબાદ તેઓ રાત્રિના સમયે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન જેવી જગ્યાઓએ જતા, જ્યાં લોકોની ભીડ વધુ હોય અને સામાન્ય રીતે લોકો ઉતાવળમાં હોય છે, જેથી નોટ વધુ માથાકૂટ કર્યા વગર લઇ લે.

    આરોપીઓ તેમના તેમના ઓળખીતા અમુક છોકરાઓને નકલી નોટો આપતા અને નાની-મોટી વસ્તુઓ ખરીદવા કહેતા હતા. તેઓ નાસ્તાની દુકાનમાંથી ચા, પીણાં, પાણીની બોટલો અને અન્ય વસ્તુઓની ખરીદી નકલી નોટ આપીને કરતા હતા. તેઓ નકલી નોટ આપતા અને દુકાનદારો તેને રાખી લેતા. 100 રૂપિયાની નોટો છાપવા પાછળનું એક કારણ એ પણ હતું કે લોકો સામાન્ય રીતે ₹500ની નોટ એક વખત જોઈ-ચકાસીને લેતા હોય છે, પરંતુ નાની નોટના કિસ્સામાં એવું નથી હોતું. પોલીસના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ મહિનામાં દરરોજના 20 હજાર રૂપિયાની નકલી નોટ છપાઇ હતી, જેનો સરવાળો માંડીએ તો અઢારેક લાખ થાય છે. હાલ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં