Tuesday, January 7, 2025
More
    હોમપેજગુજરાતપત્નીને કરતા હતા પરેશાન, યુવકે સમજાવ્યા તો લોખંડની પાઇપ લઈને તૂટી પડ્યા:...

    પત્નીને કરતા હતા પરેશાન, યુવકે સમજાવ્યા તો લોખંડની પાઇપ લઈને તૂટી પડ્યા: જામનગરના ફૈઝલ, અકરમ સહિત 4 વિરુદ્ધ નોંધાયો ગુનો; CCTVમાં કેદ થઈ ઘટના

    જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા એક યુવકની પત્નીને ફૈઝલ નામક વ્યક્તિ પરેશાન કરતો હતો. તે વારંવાર યુવકની પત્નીના નંબર પર ફોન અને મેસેજ કરતો હતો. જેને લઈને યુવકને ફૈઝલને સમજાવ્યો હતો કે તેની પત્નીને હેરાન ન કરે. જોકે, ફૈઝલે યુવકની વાત માની નહોતી અને તેની પત્નીને પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું.

    - Advertisement -

    ગુજરાતના જામનગર (Jamnagar) ખાતેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જે અનુસાર, ફૈઝલ ખેરાણી (Fezal Kherani) સહિત 4 લોકોએ એક યુવકને ઢોરમાર માર્યો હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા સમગ્ર ઘટના સામે આવી હતી. પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

    દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર, સમગ્ર ઘટના જામનગર ખાતે આવેલ ગુલાબનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. જેમાં એક યુવાન પર ફૈઝલ સહિત ચાર શખ્સોએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડી હોવાનું સામે આવ્યુ હતું. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં 4 આરોપીઓ એક યુવકને ઢોર માર મારી રહ્યા હોય એવું સ્પષ્ટ નજરે પડ્યું હતું.

    યુવકની પત્નીને કરતો હતો પરેશાન

    અહેવાલ મુજબ, જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા એક યુવકની પત્નીને ફૈઝલ નામક વ્યક્તિ પરેશાન કરતો હતો. તે વારંવાર યુવકની પત્નીના નંબર પર ફોન અને મેસેજ કરતો હતો. જેને લઈને યુવકને ફૈઝલને સમજાવ્યો હતો કે તેની પત્નીને હેરાન ન કરે. જોકે, ફૈઝલે યુવકની વાત માની નહોતી અને તેની પત્નીને પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું.

    - Advertisement -

    યુવકે જ્યારે ફરીથી ફૈઝલને સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. ત્યારે આ બાબતનો બદલો લેવા ફૈઝલે તેના મિત્રો સાથે મળીને યુવક પર હુમલો કરી દીધો હતો. CCTV ફૂટેજ અનુસાર લગભગ 2 દિવસ પહેલાં યુવક એક જગ્યાએ ઉભો હતો. ત્યારે ફૈઝલ તેના મિત્રો સાથે તેની પાસે આવ્યો અને ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યો.

    બોલાચાલી ઉગ્ર થતા માર્યો ઢોર માર્યો

    ત્યારપછી બોલાચાલી વધુ ઉગ્ર બનતા ચારેય શખ્સોએ મળીને યુવક પર ધોકા-લાકડી અને લોખંડની પાઇપો લઇને તૂટી પડ્યા હતા અને ગણતરીની મિનિટોમાં ઢોરમાર મારીને યુવકને ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ યુવકને આ ચારેયના મારથી છોડાવ્યો અને સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરી દીધો હતો.

    નોંધનીય છે કે, સમગ્ર ઘટના સ્થાનિક CCTV કેમેરામાં કેદ થઇ ગઈ હતી. જે ફૂટેજના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. તથા ફૈઝલ અને તેની સાથે આવેલ અન્ય આરોપીઓ કાસમ ખેરાણી, મોહસીન ખેરાણી અને અકરમ ખેરાણી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં