Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેરળના ફકીર શફીની હેવાનિયત: ઇલ્મ કરવાના નામે પલંગ પર બાંધીને સ્તન કાપ્યા,...

    કેરળના ફકીર શફીની હેવાનિયત: ઇલ્મ કરવાના નામે પલંગ પર બાંધીને સ્તન કાપ્યા, ગુપ્તાંગમાં ચાકુ ઘોંપ્યા; પોર્ન ફિલ્મ બનાવવા લાવતો હતો મહિલાઓ

    તેણે મહિલાને એડલ્ટ ફિલ્મમાં કામ કરવાના બદલામાં 10 લાખ રૂપિયા આપવાની લાલચ આપી હતી. રોઝલિનને દંપતીના ઘરે લઈ જવામાં આવી હતી અને પલંગ સાથે બાંધીને ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હતી.

    - Advertisement -

    કેરળમાં મહિલાઓની ‘કુરબાની’ના મામલામાં નરમાંસ ભક્ષણનો ખુલાસો થયો છે. પોલીસ હાલ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. કોચી શહેરના પોલીસ કમિશ્નર સીએચ નાગરાજુએ કહ્યું હતું કે એવું જાણવા મળ્યું છે કે આરોપીએ મૃતકનું માંસ ખાધું હતું, ત્યારબાદ પોલીસ પુરાવા એકત્ર કરવામાં વ્યસ્ત છે. આરોપીઓએ મૃતકના શરીરના અનેક ટુકડા કરી નાખ્યા હતા. ડીએનએ પૃથ્થકરણ ઉપરાંત અન્ય વૈજ્ઞાનિક તપાસ પણ કરવામાં આવી રહી છે.

    કેરળમાં મહિલાઓની ‘કુરબાની‘ના મામલામાં નરમાંસ ભક્ષણનો ખુલાસો થયા બાદ આ મામલામાં અત્યાર સુધીમાં એલાંથુરના રહેવાસી 68 વર્ષીય ભગવાલ સિંહ, તેની પત્ની લૈલા (59) અને પેરુમ્બાવુરના રહેવાસી ફકીર મોહમ્મદ શફી ઉર્ફે રાશિદની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેયને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. તેઓએ ‘બલિદાન’ આપવા માટે તમિલનાડુના ધરમપુરીની 52 વર્ષીય પદ્મા અને થ્રિસુરની 50 વર્ષીય રોઝલિન વર્ગીસની હત્યા કરી હતી. વધુ તપાસ અને પુરાવા એકત્ર કરવા માટે પોલીસ ત્રણેયની 12 દિવસની કસ્ટડી માંગશે.

    કેરળમાં નરમાંસ ભક્ષણનો ખુલાસો થયા બાદ આ જ કેસ સાથે સંકળાયેલા હોવાની આશંકાઓ સાથે કેરળમાં છેલ્લા કેટલાક દિવસોમાં લોકોના ગુમ થવા અંગેની ફરિયાદોની ફાઈલો હવે ફરીથી ખોલવામાં આવશે. તો બીજી તરફ રાજ્યના શાસક પક્ષ સીપીએમએ સરકાર પાસે માંગ કરી છે કે અંધશ્રદ્ધા અને કાળા જાદુને રોકવા માટે નવો કાયદો બનાવવામાં આવે. ફકીર શફી આ સમગ્ર કેસનો માસ્ટર માઈન્ડ છે. તેણે જ આર્થિક સમસ્યાનો સામનો કરી રહેલા દંપતીને પૈસા માટે મહિલાઓને ‘કુરબાની’ આપવા કહ્યું હતું. હિન્દુફોબીક મીડિયા શફીને તાંત્રિક કહીને હત્યાઓને ‘બલી’ તરીકે રજૂ કરી રહ્યું છે.

    - Advertisement -

    લૈલાએ જણાવ્યું છે કે શફીએ દંપતીને કહ્યું હતું કે જો તેઓ અમીર બનવા માંગતા હોય તો તેમણે ‘કુરબાની’ આપ્યા પછી મૃત મહિલાના શબના કેટલાક ભાગો ખાવા પડશે, જેથી ઇલ્મનું સંપૂર્ણ પરિણામ મળે. લોટરી વેચીને ગુજરાન ચલાવતી પદ્મા કોચીના એલમકુલમમાં ભાડાના રૂમમાં રહેતી હતી. 26 સપ્ટેમ્બરે શફીએ તેને 15,000 રૂપિયાની લાલચ આપી અને દંપતીના ઘરે લઈ ગયો હતો. સીસીટીવી ફૂટેજમાં પદ્મા શફીની કારમાં બેઠેલી જોઈ શકાય છે.

    એ જ રીતે અન્ય મૃતક રોઝલિન વર્ગીસને કોટ્ટયમ પાસેથી શફી દ્વારા કારમાં લઈ જવામાં આવી હતી. તેણે મહિલાને એડલ્ટ ફિલ્મમાં કામ કરવાના બદલામાં 10 લાખ રૂપિયા આપવાની લાલચ આપી હતી. રોઝલિનને દંપતીના ઘરે લઈ જવામાં આવી હતી અને પલંગ સાથે બાંધીને ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હતી. શફીએ તેના પર છરી વડે હુમલો કર્યો અને તેનું ગળું કાપી નાખ્યું હતું. ત્યારબાદ મહિલાના મૃતદેહના ટુકડા કરી અવાવરું ખાડામાં ફેંકી દીધા હતા.

    આવું જ કંઈક પદ્મા સાથે પણ થયું હતું. કોર્ટને આપવામાં આવેલા પોલીસ રિપોર્ટમાં શ્રીમંત બનવા માટે મેલીવિદ્યાનો તો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ નર માંસ ભક્ષણનો કોઈ ઉલ્લેખ નહતો કરવામાં આવ્યો. શફીએ મહિલાઓને સેક્સના બદલામાં પૈસાની લાલચ આપી હતી. પદ્માની હત્યા કરતા પહેલા તેના શરીર પર અનેક ઘા કરવામાં આવ્યા હતા. ત્યારપછી તેના શરીરના ટુકડા એક ડોલમાં નાખવામાં આવ્યા હતા. પોલીસે રીઢા ગુનેગાર શફીને વિકૃત અને સનકી ગણાવ્યો છે.

    અગાઉ 2020માં શફીએ 75 વર્ષની મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. તેણે મહિલાના શરીર પર અનેક ઘા માર્યા હતા. પોલીસે તેને યૌન વિકૃત અપરાધી જાહેર કર્યો હતો. પોલીસ દંપતી અને શફી વચ્ચેના પૈસાની લેવડદેવડ બાબતે પણ તપાસ કરી રહી છે. આ કેસમાં ચોથા પક્ષની સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે. માહિતી મુજબ શફીએ દંપતી પાસેથી 3 લાખ રૂપિયા લીધા હતા.

    મૃતક બંને મહિલાઓની સાંજે 5 વાગ્યે હત્યા કરવામાં આવી હતી અને મોડી રાત્રે તેમના મૃતદેહનો નિકાલ કરવામાં આવ્યો હતો. પોલીસને ભગવાલ સિંહ અને લૈલાના ઘરેથી વિવિધ ખાડાઓમાંથી શરીરના ટુકડાના 61 પેકેટ મળ્યા છે. પદ્માને ટોર્ચર કરવામાં આવી હતી અને તેના પ્રાઈવેટ પાર્ટમાં ચાકુ મારવામાં આવ્યું હતું. 52 વર્ષીય શફી માનવ તસ્કરી પણ કરતો હોવાનો ખુલાસો થયો છે. વર્ષ 2019 માં કેરળમાં કાળા જાદુ વિરુદ્ધ એક બિલ મુકવામાં આવ્યું હતું પરંતુ વિધાનસભામાં રજૂ થઈ શક્યું નહતું.

    શફીએ ‘શ્રીદેવી’ નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બતાવીને ભગવાલ સિંહને ફસાવ્યા હતા. તેણે તેની સામે તેની પત્ની સાથે શારીરિક સબંધ પણ બાંધ્યા હતા. આ દરમિયાન તે માત્ર હાથ જોડીને જોતો રહ્યો હતો. શફી આ બધું અમીર બનવાના ઇલ્મના ભાગરૂપે કરી રહ્યો છે તેમ કહી રહ્યો હતો. મૃતક રોઝલિનનું સ્તન કાપી નાંખવામાં આવ્યું હતું. શફીની આ અગાઉ પણ બળાત્કારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ફેબ્રુઆરી 2021માં તેને જામીન મળી ગયા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં