Wednesday, November 13, 2024
More
    હોમપેજક્રાઈમપશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ બનવાના રસ્તે?: દેવી દુર્ગા બાદ માતા લક્ષ્મીની મૂર્તિઓ પણ...

    પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ બનવાના રસ્તે?: દેવી દુર્ગા બાદ માતા લક્ષ્મીની મૂર્તિઓ પણ કરવામાં આવી ખંડિત, ભાજપ નેતાએ કહ્યું- હિંદુઓનો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર જોખમમાં

    બાંગ્લાદેશમાં હિંદુઓ લઘુમતીમાં છે અને તેઓ તેમના તહેવારો ઉજવી શકતા નથી. પરંતુ પશ્ચિમ બંગાળમાં અને ભારતમાં પણ હિંદુઓ બહુમતીમાં છે તેમ છતાં તેમનો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર જોખમમાં છે.

    - Advertisement -

    ગણેશોત્સવ અને દુર્ગા પૂજાના ઉત્સવ દરમિયાન વારંવાર પૂજા પંડાલો પર હુમલા થવાની ઘટનાઓ સામે આવી હતી. હિંદુઓના દેવી-દેવતાઓની વિસર્જન યાત્રા, શોભા યાત્રા પર હુમલા (Attack on Hindu Festivals) કરવા અને મૂર્તિઓને ખંડિત કરવી એ જાણે કટ્ટરપંથીઓની આદત બની ગઈ છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં (West Bengal) દુર્ગા પૂજા બાદ લક્ષ્મી પૂજા (Kojagori Lakshmi Purnima) દરમિયાન પણ માતા લક્ષ્મીની મૂર્તિઓ ખંડિત કરી હોવાની ઘટના સામે આવી હતી.

    પશ્ચિમ બંગાળ ભાજપના X હેન્ડલ પરથી એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જે અનુસાર સોમવારે (14 ઓક્ટોબરે) મોડી રાત્રે કેટલાક ગુંડાઓએ હુગલીના ચંદનનગરના ડુપ્લેક્સપટ્ટી કુમોર પારામાં માતા લક્ષ્મીની મૂર્તિઓ ખંડિત કરી હોવાનું સામે આવ્યું હતું. 16 ઓક્ટોબરે પશ્ચિમ બંગાળમાં કોજાગરી લક્ષ્મી પૂર્ણિમા દરમિયાન લક્ષ્મી પૂજાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. પોસ્ટમાં શેર કરાયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, માતા લક્ષ્મીની મૂર્તિઓના મોઢાના ભાગ ખંડિત કરવામાં આવ્યા હતા. જોકે ગણતરીના કલાકોમાં શિલ્પકાર શિબુ પાલે મૂર્તિઓનું પુન:નિર્માણ કરી દીધું હતું.

    પરંતુ ભાજપે હિંદુ તહેવારો દરમિયાન થતા હુમલા મામલે પ્રશ્ન ઉઠાવતા લખ્યું હતું કે, “બંગાળ ક્યાં સુધી આવી પીડા સહન કરી શકશે? મહિલાઓને ચાબુક મારવાને વાજબી ઠેરવવા માટે ઇસ્લામિક સિદ્ધાંતોનો આહ્વાન કરનાર TMC ધારાસભ્ય ચોપરાથી માંડીને કોલકાતાના મેયર ફિરહાદ હકીમના દરેકને ઇસ્લામમાં ધર્માંતરિત કરવાની હાકલ અને તાજેતરના કૃષ્ણનગર, શ્યામપુર, બૌરિયા અને મેટિયાબુરુઝમાં દુર્ગા પૂજાની ઉજવણીઓ પર થયેલા હુમલાઓથી એવું લાગે છે કે બંગાળીઓ ધાર્મિક કટ્ટરવાદની પકડ હેઠળ જીવી રહ્યા છે.”

    - Advertisement -

    આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા સુવેંદુ અધિકારીએ પણ એક વિડીયો શેર કર્યો હતો જેમાં મા લક્ષ્મીની મૂર્તિને ખંડિત કરવામાં આવી હોવાનું દેખાઈ રહ્યું છે. સુવેંદુ અધિકારીએ લખ્યું હતું કે, “પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાની બજબાજ વિધાનસભાની બાવલી રથતાલા પૂજા સમિતિની માતા લક્ષ્મીની મૂર્તિ પર જેહાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો.”

    પશ્ચિમ બંગાળમાં સ્થિતિ બાંગ્લાદેશ જેવી

    તેમણે એમ પણ લખ્યું હતું કે બંગાળના હિંદુઓને લાગી રહ્યું છે કે તેમનો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર જોખમમાં છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ ઉભી થઇ રહી છે. બાંગ્લાદેશમાં હિંદુઓ લઘુમતીમાં છે અને તેઓ તેમના તહેવારો ઉજવી શકતા નથી. પરંતુ પશ્ચિમ બંગાળમાં અને ભારતમાં પણ હિંદુઓ બહુમતીમાં છે તેમ છતાં તેમનો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર જોખમમાં છે.

    હિંદુઓના વિવિધ તહેવારો દરમિયાન શોભાયાત્રા કે વિસર્જન યાત્રા દરમિયાન ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા હુમલા કરવાની ઘટનાઓ સામે આવી હતી. રામનવમી, ગણેશોત્સવ, નવરાત્રિ, દુર્ગા પૂજા દરેક તહેવારો પર હિંદુઓ પર હુમલા થયા હોવાની ઘટનાઓ સામે આવી છે. આ સિવાય હિંદુ દેવી-દેવતાઓ અંગે એલફેલ બોલવું, આપત્તિજનક ભાષાનો પ્રયોગ કરવો જેવી ઘટનાઓ અવાર-નવાર સામે આવતી જ હોય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં