ગિલાની હિમાચલ પ્રદેશમાં ભાજપ લઘુમતી મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને ભાજપ રાષ્ટ્રવાદી સમિતિના સભ્ય રહી ચુક્યા છે. તેમણે હિમાચલ પ્રદેશમાં હિંદુ મહિલાઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે હજારો હિંદુ મહિલાઓને આવા મુસ્લિમ બદમાશો દ્વારા અન્ય રાજ્યોમાં લઈ જવામાં આવી રહી છે.
તેમણે હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં સ્થિત ધરમપુર મસ્જિદને રાજ્યમાં થતી તમામ હિંદુ વિરોધી પ્રવૃત્તિઓનું મુખ્ય મથક ગણાવ્યું હતું. ગિલાનીએ કહ્યું, “ધરમપુરની આસપાસ ઘણા આર્મી સ્ટેશનછે જેમાં આર્મી સ્ટેશન હેડક્વાર્ટર કસૌલી, આર્મી સ્ટેશન ઢીકસાઈ, સપટુ અને સોલનનો સમાવેશ થાય છે. ધરમપુરમાં CRPF સેન્ટર પણ છે. તે બધાને ધરમપુર જામિયા મસ્જિદથી ખતરો છે.”
ગિલાનીએ દાવો કર્યો હતો કે “દર શુક્રવારે, સેંકડો લોકો (મુસ્લિમ) બહારથી ધરમપુર મસ્જિદમાં આવે છે. તેમાંથી કોઈ પણ ધરમપુરમાં રહેતું નથી. ધરમપુરમાં એક પણ કાયમી નિવાસી (મુસ્લિમ) નથી. ધરમપુરમાં માંડ 3-4 પરિવારો (મુસ્લિમો) ભાડાના મકાનમાં રહે છે.” તેમણે લોકોને કહ્યું હતું કે તમે કોઈપણ શુક્રવારે ધરમપુર મસ્જિદની મુલાકાત લઇ શકો છો અને જોઈ શકો છો કે કેટલા મુસ્લિમો બહારથી આવતા હોય છે. રાજ્યમાં મુસ્લિમોની વસ્તી નહિવત્ છે ત્યારે આટલી મોટી મસ્જિદો બનાવવાની જરૂરિયાત પર તેમણે સવાલ ઉઠાવ્યો હતો.
‘હિંદુ મહિલાઓની સુરક્ષા માટે જામિયા મસ્જિદ બંધ કરાવવી જોઈએ’
તેમણે કહ્યું કે જો રાજ્ય સરકાર રાજ્યમાં લશ્કરી કેન્દ્રોને બચાવવા ઇચ્છતી હોય અને હિંદુ મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગતી હોય તો ધરમપુર જામિયા મસ્જિદ બંધ કરાવી દેવી જોઈએ. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે તપાસ કરવી જોઈએ કે શું ધરમપુર મસ્જિદ જરૂરી પરવાનગી લીધા પછી જ બનાવવામાં આવી હતી કે કેમ. જો એવું લાગે કે મસ્જિદનું નિર્માણ કરવા માટે કોઈ પરવાનગી નથી લેવામાં આવી, તો જેમ સંજૌલીમાં ગેરકાયદેસર મસ્જિદ તોડી પાડવામાં આવી હતી તે રીતે આ મસ્જિદ પણ તોડી પાડવી જોઈએ.
ગયા વર્ષે ઓક્ટોબરમાં હિમાચલ પ્રદેશની કોર્ટે સંજૌલીમાં એક મસ્જિદના અનધિકૃત ભાગોને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. મસ્જિદ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવી હોવાનો આક્ષેપ કરતા સ્થાનિક હિંદુઓના વિરોધ બાદ કોર્ટનો આદેશ આવ્યો હતો. તાજેતરમાં, હિમાચલ પ્રદેશના સ્થાનિક લોકોમાં રાજ્યના વિવિધ શહેરોમાં ઘણી ગેરકાયદેસર મસ્જિદોના નિર્માણને લઈને ચિંતા વધી છે. આ ગેરકાયદેસર મસ્જિદોમાં રાજ્ય બહારથી મોટી સંખ્યામાં મુસ્લિમો આવતા હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.