દેવભૂમિ દ્વારકામાં (Devbhumi Dwarika) છેલ્લા ત્રણ દિવસથી ડિમોલિશન ડ્રાઈવ ચાલી રહી છે. બેટ દ્વારકામાં (Beyt Dwrka) સતત ચોથા દિવસે ડિમોલિશનની (Bulldozer Action) કામગીરી શરૂ કરવામાં આવી છે. સતત ચાલી રહેલી કામગીરી દરમિયાન અનેક મઝહબી સહિત રહેણાંક ઉભા કરીને કરવામાં આવેલા દબાણ દૂર કરીને જમીન સમતળ કરી દેવામાં આવી છે. પાછલા 3 દિવસમાં બાલાપરમાં જ 260 જેટલા ગેરકાયદેસર મકાન હટાવી દેવામાં આવ્યા છે. એક માહિતી અનુસાર દ્વારકામાં દાદાનું બુલડોઝર ચાલ્યું અને તંત્રએ અત્યાર સુધીમાં 60800 ચોરસ મીટર જગ્યા પરનું દબાણ દુર કરીને કરોડોની સરકારી જગ્યા ખાલી કરાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેવભૂમિ દ્વારકામાં દબાણ હટાવવાના જુંબેશ અંતર્ગત સતત ચોથા દિવસે પણ દાદાનું બુલડોઝર ચાલ્યું છે. અહેવાલોમાં જણાવ્યા અનુસાર જ્યાં સુધી ગેરકાયદેસર બાંધવામાં આવેલા એક-એક દબાણને તોસીને સરકારી જમીન ખાલી કરવામાં નહીં આવે, ત્યાં સુધી આ ડિમોલીશનની કામગીરી ચાલુ જ રહેશે. તંત્રએ ત્રણ દિવસની અંદર આશરે ₹30 કરોડથી વધુની સરકારી જમીન પરના દબાણો હટાવ્યા છે.
देवभूमि द्वारका प्रशासन की कार्यवाही अभी जारी है .. इस वक्त ओखा में कड़ी की गयी दूसरी अवैध दरगाह – हज़रत मंगलशाह वाली दरगाह को डिमॉलिश यानी ध्वस्त किया जा रहा है .. मेरी जानकारी के हिसाब से आज ओखा में इसके बाद तीसरी अवैध दरगाह पर भी बुलडोज़र चलने वाला है @indiatvnews… pic.twitter.com/ZoK0R2cXlM
— Nirnay Kapoor (@nirnaykapoor) January 13, 2025
તાજી માહિતી અનુસાર દ્વારકા પ્રશાસને પંજપીર દરગાહ બાદ હઝરત મંગલશાહ દરગાહ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. ઓખામાં આ ત્રીજી એવી દરગાહ છે જેના ગેરકાયદેસર બાંધકામને સરકાર દ્વારા દૂર કરવામાં આવ્યું છે. સ્થાનિક મુસ્લિમ સમુદાયના લોકોએ અહીં ગેરકાયદેસર આવાસો સાથે-સાથે ગેરકાયદેસર મઝહબી બાંધકામો પણ ઉભા કરી દીધા હતા. આ પહેલા હઝરત પંજપીરની દરગાહ પર દાદાનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. તે દરગાહ ગુજરાત મેરીટાઇમ બોર્ડની (GMB) જમીન પર તાણી બંધાઈ હતી.
ગેરકાયદેસર તાણી કઢાયેલી હઝરત પંજપીરની દરગાહ હટાવાઈ હતી
દેવભૂમિ દ્વારકાના ઓખામાં ગેરકાયદેસર ઊભી કરાયેલી હઝરત પંજપીરની દરગાહ ગુજરાત મેરીટાઇમ બોર્ડની (GMB) જમીન પર તાણી બંધાઈ હતી. જે બાદ હવે સરકારે તે તમામ દબાણો વિરુદ્ધ કાર્યવાહીના આદેશ આપ્યા છે. દરગાહની સાથે-સાથે દેવભૂમિ દ્વારકા વિસ્તારના લગભગ 200 બાંધકામોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત 24000 વર્ગ મીટરની સરકારી જમીન પરથી પણ દબાણો દૂર કરવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નોંધનીય છે કે દેવભૂમિ દ્વારકામાં ગત 11 જાન્યુઆરીથી મેગા ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સેંકડો એકર સરકારી જમીન દબાવીને તાણી બાંધવામાં આવેલાં મકાનો અને અન્ય ધાર્મિક-મજહબી અને કમર્શિયલ બાંધકામોને એક છેડેથી દૂર કરવામાં આવી રહ્યાં છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પૂરતી સુરક્ષા વચ્ચે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એક માહિતી અનુસાર દ્વારકા, બેટદ્વારકા, ઓખા અને ઓખામંડળના દરિયાઈ વિસ્તારમાં હાલ દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. સરકાર દ્વારા ભૂમાફિયાઓ અને દબાણ કરતા લોકોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દેવામાં આવી છે કે તેમના દ્વારા કરવામાં આવેલા કોઈ પણ દબાણને સાંખી નહીં લેવામાં આવે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં જ એક નિવેદન આપીને ગેરકાયદેસર દબાણ કરતા લોકોને ચેતવણી આપી હતી.