દેવભૂમિ દ્વારકામાં (Devbhumi Dwarka) ગેરકાયદેસર (Illegal) ઊભા કરાયેલા દબાણો પર બુલડોઝર (Bulldozer Action) ફેરવી દેવાયું હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, દેવભૂમિ દ્વારકાના ઓખા વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અહીં ગેરકાયદેસર રીતે બનેલી હઝરત પંજપીરની દરગાહ (Dargah) પર દાદાનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. તે સિવાય પણ અનેક બાંધકામોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. નોંધવા જેવું છે કે, છેલ્લા ત્રણ દિવસથી દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાત સરકારના આદેશ પર આ કાર્યવાહી થઈ રહી હોવાનું સામે આવ્યું છે.
गुजरात के देवभूमि द्वारका जिले के ओखा में गुजरात मेरीटाइम बोर्ड (GMB) की ज़मीन पर अवैध रूप से बनी हज़रत पंज पीर की दरगाह को प्रशासन द्वारा ध्वस्त किया गया..
— Nirnay Kapoor (@nirnaykapoor) January 13, 2025
पिछले तीन दिनों से देवभूमि द्वारका के बेट-द्वारका में अवैध रूप से बने करीब 200 घरों को गिरा कर 24000 वर्ग मीटर सरकारी… pic.twitter.com/i3ud1QJ0HD
દેવભૂમિ દ્વારકાના ઓખામાં ગેરકાયદેસર ઊભી કરાયેલી હઝરત પંજપીરની દરગાહ ગુજરાત મેરીટાઇમ બોર્ડની (GMB) જમીન પર તાણી બંધાઈ હતી. જે બાદ હવે સરકારે તે તમામ દબાણો વિરુદ્ધ કાર્યવાહીના આદેશ આપ્યા છે. દરગાહની સાથે-સાથે દેવભૂમિ દ્વારકા વિસ્તારના લગભગ 200 બાંધકામોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત 24000 વર્ગ મીટરની સરકારી જમીન પરથી પણ દબાણો દૂર કરવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામનગરમાં પણ ગેરકાયદેસર દરગાહને કરાઈ જમીનદોસ્ત
આ ઉપરાંત જામનગરમાં પણ બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, જામનગરના (Jamnagar) ઐતિહાસિક પીરોટન ટાપુ (Pirotan Island) પર તાણી બંધાયેલી ગેરકાયદેસર દરગાહને (Illegal Dargah) તંત્ર દ્વારા જમીનદોસ્ત કરી દેવામાં આવી છે. જામનગરના SP પ્રેમસુખ ડેલુએ આ ઘટનાને લઈને એક નિવેદન પણ આપ્યું છે. તેમણે કહ્યું છે કે, જામનગરના પીરોટન ટાપુ પર ગેરકાયદેસર દબાણ હટાવવા માટેની કાર્યવાહી ચાલુ છે. હમણાં સુધીમાં 9 જેટલા મઝહબી દબાણો દૂર કરવામાં આવ્યા છે અને 4 હજાર ચોરસ મીટરની જગ્યાને પણ મુક્ત કરવામાં આવી છે.
અધિકારીએ વધુમાં જણાવ્યું છે કે, પીરોટન ટાપુ ભારત માટે ખૂબ મહત્વપૂર્ણ છે અને તે ઐતિહાસિક પણ છે. દેશનું 60% ક્રૂડ ઓઇલ પણ આ ટાપુના માધ્યમથી દેશમાં આવે છે. આ ઉપરાંત પીરોટન ટાપુ મરીન નેશનલ પાર્કનો પણ ભાગ હોવાનું તેમણે જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, તે ટાપુ પર ઘણા સમુદ્રી જીવો પણ મળી આવે છે, જે આપણાં માટે ખૂબ મહત્વના છે. ગેરકાયદેસર મઝહબી બાંધકામોના કારણે ત્યાં ગેરકાયદેસર અવરજવર પણ થતી હતી, જે બાદ સુરક્ષાની બાબતોને ધ્યાને રાખીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.