Wednesday, July 16, 2025
More
    હોમપેજરાજકારણટૂંકા ગાળામાં 6 વિદ્યાર્થીઓના અકાળ મોત: AAP સરકાર સામે વિરોધ કરી રહેલા...

    ટૂંકા ગાળામાં 6 વિદ્યાર્થીઓના અકાળ મોત: AAP સરકાર સામે વિરોધ કરી રહેલા BJP કાર્યકર્તાઓ પર દિલ્હી પોલીસે ઉગામી વોટર કેનન, ABVP કાર્યકર્તાઓ પર પણ કર્યો હતો લાઠીચાર્જ

    AAP અને BJP દિલ્હીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગવર્નન્સ પર થઈ રહેલી ટીકા માટે એકબીજા પર દોષારોપણ કરી રહ્યાં છે. ત્યારે MCD એ વિસ્તારની 13 સિવિલ સર્વિસ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના બેઝમેન્ટને સીલ કરી દીધા છે.

    - Advertisement -

    27 જુલાઈના રોજ દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગરમાં આવેલ એક કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ ખાતે ભોંયરામાં પાણી ભરાઈ જવાથી 3 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા. આ ઘટનાને લઈને, દિલ્હીમાં AAP કાર્યાલયની નજીક, AAP સરકાર સામે વિરોધ કરી રહેલા BJP કાર્યકરો અને નેતાઓને વિખેરવા માટે દિલ્હી પોલીસે વોટર કેનનથી પાણીનો મારો ચલાવ્યો હતો. આ પહેલા પણ દિલ્હીમાં જુદી જુદી જગ્યાઓએ પાણી ભરાવાથી કરંટ લાગવાથી 3 યુવાનોના મોત થઈ ચૂક્યા છે.

    સોમવાર, 29 જૂલાઈના રોજ કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ ખાતે બનેલી દુર્ઘટનાના વિરોધમાં ભાજપના (BJP) કાર્યકર્તાઓ દિલ્હી ખાતે આમ આદમી પાર્ટીના (AAP) વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા હતા. BJP કાર્યકર્તાઓએ AAPની દિલ્હી સરકાર અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

    દિલ્હી ભાજપના મહિલા કાર્યકરો ઘટનાનો વિરોધ કરવા બંગડીઓ અને વાસણો લઈને AAP કાર્યાલયની નજીકના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે દિલ્લી પોલીસ દ્વારા BJP દ્વારા થઈ રહેલા વિરોધને ડામવા વોટર કેનન દ્વારા કાર્યકર્તાઓ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.

    - Advertisement -

    નોંધનીય છે કે રવિવારે (28 જૂલાઈ) અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના (ABVP) વિદ્યાર્થી કાર્યકર્તાઓ પણ આ જ બાબતે વિરોધ કરી રહ્યા હતા ત્યારે વિદ્યાર્થી કાર્યકર્તાઓ પર પણ દિલ્લી પોલીસ દ્વારા લાઠીચાર્જ કરીને વિરોધને ડામવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગરમાં કોચિંગ ઈન્સ્ટિટ્યૂટના ભોંયરામાં પાણી ભરાતાં 3 વિદ્યાર્થીઓના દુ:ખદ મૃત્યુ બાદ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને રવિવારે (28 જૂલાઈ) દિલ્હીમાં 13 અન્ય સિવિલ સર્વિસ કોચિંગ સેન્ટરના ભોંયરાઓ સીલ કરી દીધા હતા.

    શનિવાર 27 જૂલાઈના રોજ રાવ્સ IAS કોચિંગ સેન્ટરમાં વિદ્યાર્થીઓ વાંચી રહ્યા હતા ત્યારે અચાનક ભોંયરાની વીજળી ગુલ થઈ જવાથી વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા, અને ત્યારબાદ ભોંયરાનો દરવાજો તૂટી જતાં અંદર પાણી ઘૂસી ગયું હતું. ત્યારે ત્યાં 30 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ફસાઈ ગયા હતા જેમાંથી 12થી 14ને બચાવીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, અને અન્ય ભાગી જવામાં સફળ થયા હતા. જો કે, ભોંયરામાં ફસાઈ જવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા.

    કોચિંગ સેન્ટરના ભોંયરામાં વરસાદી પાણી ભરાયા બાદ શનિવારે સાંજે 6:35 વાગ્યે આ ઘટના બની હતી. પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓને લગભગ 7:10 વાગ્યે ફોન આવ્યો હતો. ભોંયરામાંથી તરત જ પાણી બહાર કાઢવાની પ્રક્રિયા  શરૂ કરવામાં આવી હતી, પરંતુ વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે બચાવકર્તાઓને તરવૈયાઓની જરૂર હોવાથી NDRFની ટીમને બોલાવવી પડી હતી.

    AAP અને BJP દિલ્હીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગવર્નન્સ પર થઈ રહેલી ટીકા માટે એકબીજા પર દોષારોપણ કરી રહ્યાં છે. ત્યારે MCD એ વિસ્તારની 13 સિવિલ સર્વિસ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના બેઝમેન્ટને સીલ કરી દીધા છે. MCD કમિશનર અશ્વની કુમારે જાહેરાત કરી હતી કે 3 વિદ્યાર્થીઓના મૃત્યુની ઘટનામાં કોચિંગ સેન્ટરની ભૂલોને કારણે એક જુનિયર એન્જિનિયરને નોકરી પરથી હાંકી કાઢવામાં આવ્યો છે અને એક સહાયક એન્જિનિયરને નીલંબિત કરવામાં કરવામાં આવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં