Wednesday, September 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેજરીવાલના અંગતના ઘરમાંથી 4આતંકી ઝડપાયા: બગ્ગાનો મોટો આરોપ; 15 ઓગસ્ટે દિલ્હીમાં મોટા...

    કેજરીવાલના અંગતના ઘરમાંથી 4આતંકી ઝડપાયા: બગ્ગાનો મોટો આરોપ; 15 ઓગસ્ટે દિલ્હીમાં મોટા હુમલાની તૈયારીઓ હતી, કેનેડાથી જોડાયેલા છે તાર

    પોલીસે કેનેડામાં રહેતા ગેંગસ્ટર અર્શ દલ્લા અને ઓસ્ટ્રેલિયાના ગુરજંત સિંહ સાથે જોડાયેલા ચાર સભ્યોની ધરપકડ કરી છે. પંજાબના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) એ માહિતી આપી છે કે આ કાર્યવાહીમાં 3 ગ્રેનેડ, 1 આઈઈડી, બે 9 એમએમ પિસ્તોલ અને 40 જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે.

    - Advertisement -

    કેજરીવાલના અંગતના ઘરમાંથી 4આતંકી ઝડપાયા હોવાનો આરોપ તજિન્દર પાલ સિંહ બગ્ગાએ લગાવ્યો છે. રવિવારે (14 ઓગસ્ટ, 2022) પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIની આતંકી ગેંગનો દિલ્હીમાં પર્દાફાશ થયો છે, સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા, પંજાબ પોલીસે દિલ્હીમાંથી 4 ISI આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ કાર્યવાહીમાં દિલ્હી પોલીસે પણ સહકાર આપ્યો હતો. દિલ્હી બીજેપી પ્રવક્તા તજિન્દર પાલ સિંહ બગ્ગાએ આરોપ લગાવ્યો છે કે કેજરીવાલના અંગતના ઘરમાંથી 4આતંકી પકડાયા તે ધરપકડ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નજીકના સાથી વિપિન જાખડના ઘરેથી થઈ છે.

    પોલીસે કેનેડામાં રહેતા ગેંગસ્ટર અર્શ દલ્લા અને ઓસ્ટ્રેલિયાના ગુરજંત સિંહ સાથે જોડાયેલા ચાર સભ્યોની ધરપકડ કરી છે. પંજાબના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) એ માહિતી આપી છે કે આ કાર્યવાહીમાં 3 ગ્રેનેડ, 1 આઈઈડી, બે 9 એમએમ પિસ્તોલ અને 40 જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. આરોપીની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૂળ પંજાબના મોગાનો અરશદીપ સિંહ કેનેડામાં રહે છે. એપ્રિલ 2022માં પણ તેના બે સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી.

    BJYMના રાષ્ટ્રીય સચિવ તજિન્દર પાલ સિંહ બગ્ગાએ આ કાર્યવાહી પર ટ્વીટ કર્યું હતું કે, “દિલ્હીમાં 15મી ઓગસ્ટના બોમ્બ વિસ્ફોટનું કાવતરું ઘડનાર પકડાયેલ આતંકવાદી અરવિંદ કેજરીવાલની નજીકના વિપિનના ઘરમાં છુપાયેલા હતા. કેજરીવાલનો આતંકવાદી પ્રેમનો મોટો ખુલાસો.” પંજાબ મૂળના ઘણા ગુનેગારો કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં રહીને પોતાનું નેટવર્ક ચલાવી રહ્યા છે. તેમને પાકિસ્તાન તરફથી પણ સહકાર મળે છે અને તેઓ ખાલિસ્તાની એજન્ડાને આગળ વધારવા માટે રાષ્ટ્ર વિરોધી કામ કરે છે.

    - Advertisement -

    આ ધરપકડ ગોયલા ડેરી વિસ્તારમાંથી કરવામાં આવી હતી. તેઓ સ્વતંત્રતા દિવસ પર દિલ્હીમાં આતંકવાદી હુમલો કરવાના મનસૂબામાં હતા. પંજાબ પોલીસ મોગામાં બનેલી એક ઘટનાના સંદર્ભમાં દ્વારકા જિલ્લાના છાવલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છુપાયેલા આ આતંકવાદીઓને શોધી રહી હતી. આ પૈકીના બે આરોપીઓ વોન્ટેડ લિસ્ટમાં હતા. વિપિન જાખડ એક બિઝનેસમેન છે જે આ આતંકવાદીઓને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડતો હતો . આ સાથે તે આ આતંકવાદીઓની હિલચાલ અને ઠેકાણા બદલવામાં પણ મદદ કરી રહ્યો હતો. દિલ્હી બીજેપી પ્રવક્તા તજિન્દર પાલ સિંહ બગ્ગાએ આરોપ લગાવ્યા બાદ અનેક સવાલો કેજરીવાલ સરકાર ઉપર ઉભા થઇ રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં