Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅદનાન અને સાથીઓએ મળીને કરી નાંખી હિંદુ યુવકની હત્યા, પરિજનોએ કહ્યું- હિંદુ...

    અદનાન અને સાથીઓએ મળીને કરી નાંખી હિંદુ યુવકની હત્યા, પરિજનોએ કહ્યું- હિંદુ સંગઠન સાથે જોડાયેલો હોવાના કારણે નિશાન બનાવ્યો, પોલીસે કોમ્યુનલ એન્ગલ નકાર્યો 

    12 ઓક્ટોબરના રોજ બે જૂથો વચ્ચે મારપીટ થઇ હતી, ત્રણ દિવસની સારવાર બાદ નિતેશે દમ તોડી દીધો, પરિજનોએ વિરોધ પ્રદર્શન કર્યું.

    - Advertisement -

    દિલ્હીમાં એક બજરંગ દળ કાર્યકર્તા હિંદુ યુવકની સરાજાહેર મારીમારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. હત્યાનો આરોપ ઉફીજા, અદનાન અને અબ્બાસ નામના ઈસમો પર લાગ્યો છે. આ મામલે પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ કરી દીધો છે, પરંતુ હજુ સુધી આરોપીઓ પકડાયા નથી. પોલીસે કહ્યું છે કે, તેમની ધરપકડ માટે શોધખોળ ચાલી રહી છે. 

    ઘટના દિલ્હીના શાદીપુર વિસ્તારની છે. મૃતક યુવકની ઓળખ નિતેશ તરીકે થઇ છે. તેઓ બજરંગદળ કાર્યકર્તા હતા. ગત 12 ઓક્ટોબરના રોજ નિતેશ તેના બે મિત્રો આલોક અને મોન્ટી સાથે જઈ રહ્યો હતો ત્યારે તેમનો અબબાદ, ઉફીજા અને અદનાન સાથે ઝઘડો થયો હતો અને બંને જૂથો વચ્ચે મારામારી થઇ હતી. 

    મારામારી દરમિયાન અદનાન અને તેના સાથીઓ આલોક અને નિતેશને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ બંનેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ત્રણ દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી. શનિવારે (15 ઓક્ટોબર 2022) સાંજે નિતેશે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. 

    - Advertisement -

    નિતેશના મૃત્યુ બાદ તેના પરિજનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને અંતિમ સંસ્કારનો ઈનકાર કરી દીધો હતો. પરિવારે માંગ કરી છે કે આરોપીઓને વહેલી તકે પકડી લેવામાં આવે. જોકે, પોલીસે વચ્ચે પડીને તેમને સમજાવ્યા બાદ તેઓ અંતિમ સંસ્કાર માટે તૈયાર થયા હતા. 

    આ ઘટના સાંપ્રદાયિક ન હોવાનું પોલીસનું કહેવું છે. સેન્ટ્રલ દિલ્હીના ડીસીપી શ્વેતા ચૌહાણે જણાવ્યું કે, નિતેશ, આલોક અને મોન્ટીએ એક વ્યક્તિને ઉભો રાખીને તેની સાથે મારપીટ કરી હતી. ત્યારબાદ તેણે આ ત્રણેયને મારવાનું શરૂ કરી દીધું અને તેના અન્ય સાથીઓ દ્વારા પણ તેમને માર મારવામાં આવ્યો. 

    દિલ્હીમાં હિંદુ યુવકની હત્યા મામલે પોલીસે જણાવ્યું કે, નિતેશને ગંભીર ઈજાઓ પહોંચી હતી, ત્યારબાદ તે ગત રાત્રિએ મૃત્યુ પામ્યો હતો. આ મામલે હત્યાનો ગુનો નોંધાઈ ચૂક્યો છે અને ત્રણેય આરોપીઓની ઓળખ પણ કરી લેવામાં આવી છે. તેઓ અન્ય સમુદાયમાંથી આવે છે. તેમની ધરપકડ માટેના પ્રયાસો શરૂ કરી દેવાયા છે. પોલીસે જણાવ્યું કે, ઘટનામાં કોઈ કોમ્યુનલ એન્ગલ નથી અને લડાઈ કોઈ સાંપ્રદાયિક કારણોસર થઇ ન હતી. 

    બીજી તરફ, નિતેશના પરિજનોનું કહેવું છે કે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને બજરંગ દળ સાથે જોડાયેલો હોવાના કારણે હિંદુત્વના મુદ્દાઓને લઈને મુખરતાથી પોતાનો અભિપ્રાય રજૂ કરતો હતો. જેના કારણે કેટલાક લોકોના નિશાન પર હતો. તેથી ઝઘડાની આડમાં તેની હત્યા કરી દેવામાં આવી હોવાનો આરોપ છે. 

    નિતેશની કાકીએ જણાવ્યું કે, અદનાન તેના સાથીઓ સાથે પાછળથી આવ્યો હતો અને નિતેશને મા-બેનની ગાળો આપી હતી. નિતેશે તેમને રોકીને ગાળો દેવાનું કારણ પૂછ્યું તો તેમણે હુમલો કરી દીધો હતો. તેમણે એમ પણ કહ્યું કે, “જો આ ઘટના તેમના સમુદાય (મુસ્લિમ) સાથે થઇ હોત તો પોલીસે ક્યારની અમારી ધરપકડ કરી લીધી હોત.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં