Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએક તરફ ચાલી રહી હતી નમાજની તૈયારી.. મદરેસામાં થયો જોરદાર ધડાકો: રાજસ્થાનની...

    એક તરફ ચાલી રહી હતી નમાજની તૈયારી.. મદરેસામાં થયો જોરદાર ધડાકો: રાજસ્થાનની ઘટના, ચાર બાળકો થયાં ઘાયલ

    વીજ વિભાગના અધિકારીએ વીજળીના કારણે આગ લાગી હોવાની ઘટનાની પુષ્ટિ કરી હતી, પરંતુ ક્યાં કારણોસર આ ઘટના બની તેના કારણો તેમણે કહ્યા ન હતા. આ મામલે તપાસ બાદ જ જણાવીશું તેમ કહ્યું હતું. 

    - Advertisement -

    રાજસ્થાનમાં એક મદરેસામાં રવિવારે મોડી સાંજે થયેલા બ્લાસ્ટ થવાના કારણે ચાર બાળકો દાઝી ગયાના સમાચાર આવી રહ્યા છે. જેમાં એક બાળકની હાલત અતિ ગંભીર માનવામાં અવી રહી છે. અચાનક જ વીજળીના તારમાં ધમાકો થયા બાદ આગ લાગી ગઈ હતી. 

    મીડિયા રિપોર્ટ અનુસાર, આ ઘટના રાજસ્થાનના કોટાના દાદાબાડી વિસ્તારના વક્ફ નગર સ્થિત મદરેસા આવેલા છે. જેમાં ગત રવિવારના રોજ નમાજ પઢવાની તૈયારી કરવામાં આવી રહી હતી, ત્યારે પાણી પીવા માટે બાળકો ઉપર ગયા હતા. તે સમય દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો અને આ ઘટના બની હતી. જેમાં ચાર બાળકો ખરાબ રીતે બળ્યા છે. આ ચારેય બાળકો મદરેસામાં જ અભ્યાસ કરી રહ્યા હતા, તેમની ઓળખ અલી અંસારી (16), ઝરયાન (10), અરમાન (14) અને ગાઝી (9) તરીકે થઇ છે. આ ચારેય બાળકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

    મદરેસા સંચાલક અરશદ અંસારીનું કહેવું છે કે, આ ધટના વખતે મદરેસામાં આશરે 20-25 બાળકો હતા. આ બધા બાળકો નમાજ પઢવાની તૈયારીઓ કરી રહ્યા હતા. બાળકો સિવાય પણ અહીં અન્ય લોકો ઉપસ્થિત હતા. સાંજે 6:30 કલાકે ભોગ બનેલા ચાર બાળકો મદરેસાના ઉપલા માળે ગયા હતા, ત્યારે જોરથી ધમાકો થયો હતો અને બાળકો ભોગ બન્યા હતા. મદરેસાની બાજુમાંથી જ 33KV હાઇટેન્શન લાઇન પસાર થઇ રહી છે. 

    - Advertisement -

    જોકે હજુ સુધી આ ઘટના બની તેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, કેટલાક લોકોનું કહેવું છે કે હાઈ ટેન્શન વાયરમાં વીજળીનો વેગ વધુ હોવાથી તેણે જ બાળકોને તેના તરફ ખેંચી લીધાં હતાં. તો કેટલાક લોકોનું કહેવું છે કે બાળકો વાયપરથી રમી રહ્યા હતા, તેમણે વાયપરને વાયર સાથે સંપર્ક કરાવ્યો હોય અને આ ધમાકો થયો હોય શકે.

    આ ઘટનાની માહિતી શહેરમાં વાયુવેગે પ્રસરી ગઈ હતી. માહિતી મળતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટનાની જાણકારી મેળવી હતી. વાલીઓને આ બાબતે જાણ થતા તે પણ મદરેસા પાસે દોડી આવ્યા હતા. વીજ વિભાગના અધિકારીએ વીજળીના કારણે આગ લાગી હોવાની ઘટનાની પુષ્ટિ કરી હતી. જોકે, કારણોને લઈને તેમણે કહ્યું કે, આ મામલે તપાસ બાદ જ વધુ જાણકારી બહાર આવી શકશે.

    હાલમાં એક બાળકને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, બાકીના ત્રણ બાળકો હોસ્પિટલમાં જ છે, જેમાં એક બાળકની સ્થિતિ અતિ ગંભીર જાણવા મળી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં