Sunday, October 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'તમારા ભગવાન જીસસથી કમજોર છે, ખ્રિસ્તી બનવું જ પડશે': ઇન્દોરમાં એક આખા...

    ‘તમારા ભગવાન જીસસથી કમજોર છે, ખ્રિસ્તી બનવું જ પડશે’: ઇન્દોરમાં એક આખા પરિવારનું ધર્માંતરણ, 3 મહિલાઓ સહિત 7ની ધરપકડ

    આદિવાસી સમાજના એક વ્યક્તિની સારવાર કરાવવાના બહાને તેના સમગ્ર પરિવારને ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો હોવાનું સામે આવતા જ હિંદુ સંગઠનોએ હોબાળો મચાવ્યો હતો.

    - Advertisement -

    આખા દેશમાંથી લોભ-લાલચ આપીને ધર્માંતરણ કરાવવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના ઇન્દોરથી સામે આવ્યો છે. અહીં બીમાર વ્યક્તિની મદદ કરવાના નામે ઇન્દોરના આદિવાસી પરિવારનું ધર્માંતરણ કરવાની ઘટના સામે આવતાંની સાથે જ તંત્ર દોડતું થઇ ગયું હતું. ઘટના જીલ્લાથી 35 કિમી સુર શિપ્રા પોલીસ સ્ટેશન વિસ્તારની હોવાનું સામે આવ્યું છે.

    અહેવાલો અનુસાર બીમાર વ્યક્તિની સારવારના બહાને ઇન્દોરના આદિવાસી પરિવારનું ધર્માંતરણ કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના એક વ્યક્તિની સારવાર કરાવવાના બહાને તેના સમગ્ર પરિવારને ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો હોવાનું સામે આવતા જ હિંદુ સંગઠનોએ હોબાળો મચાવ્યો હતો. આ મામલામાં ત્રણ મહિલાઓ સહિત સાત લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના સાવર અને શિપ્રા વચ્ચે આવતા હટુનિયા ફાટા ગામની છે.

    હોબાળો થયા બાદ ફટાણા જ રહેવાસી માન સિંહ બિલવાલની ફરિયાદ પર પાદરી રાય સિંહ, તેમની પત્ની ઉર્મિલા, પુત્ર ખેમરાજ, મિત્ર હકીમ, તેમની પત્ની મંગલી, માન સિંહ અને તેમની પત્ની કાલીબાઈ વિરુદ્ધ ધર્મ પરિવર્તનનો કેસ નોંધવામાં આવ્યો છે. આ તમામની ધરપકડ કરવામાં આવી છે.

    - Advertisement -

    ખેતમજૂર 30 વર્ષીય માનસિંહનું કહેવું છે કે બે વર્ષ પહેલાં તેમની તબિયત લથડી હતી. તેમણે અનેક જગ્યાએ સારવાર કરાવી, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં. આ દરમિયાન કોઈએ તેને કહ્યું કે ઝાબુઆના છાપરી ગામમાં એક ચર્ચ છે ત્યાં તેની સારવાર કરી આપવામાં આવશે. ત્યારબાદ જ્યારે તે ચર્ચમાં ગયા ત્યારે ત્યાં પાદરી રાય સિંહને મળ્યા. જ્યાં તેઓએ ખ્રિસ્તી ધર્મના ગોડનું નામ લેવાનું કહ્યું. આ દરમિયાન તેઓએ તેને પવિત્ર પાણી પણ આપ્યું અને કેટલીક દવાઓ પણ આપી હતી.

    ‘તમારો ભગવાન ઓછો શક્તિશાળી છે, ખ્રિસ્તી ધર્મના ઈશ્વરે તમને સાજા કર્યા’

    પીડિત પરિવારના જણાવ્યા અનુસાર લગભગ એક વર્ષ પહેલાં પાસ્ટર રાય સિંહ પોતાના દીકરા અને પત્ની સાથે તેને મળવા આવ્યા હતા. વાતચીત દરમિયાન પાદરીએ કહ્યું, “તમારો ભગવાન ઓછો શક્તિશાળી છે. ખ્રિસ્તી ધર્મના ઈશ્વરે તમને સાજા કર્યા છે. માનસિંગે કહ્યું કે ત્યારબાદ પાદરીએ ઘરમાંથી હિંદુ દેવી-દેવતાઓની તસવીરો અને મૂર્તિઓ બહાર કાઢી નાંખી હતી. પાદરી પર લાલચ આપવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે તેમને કેટલાક પૈસા પણ આપવામાં આવ્યા નતા. આ સાથે કેટલાક ધાર્મિક પુસ્તકો પણ વાંચવા માટે આપવામાં આવ્યા. આ પછી પાદરી રાય સિંહે તેને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા કહ્યું હતું. પાદરીએ ખ્રિસ્તી બન્યા બાદ પરિવારના બાળકોને સારું શિક્ષણ, આરોગ્ય સહિતની અનેક સુવિધાઓ મફતમાં આપવાનો પણ વાયદો કર્યો હતો.

    ઘટના બાદ માનસિંહની ફરિયાદ પરથી શિપ્રા પોલીસ મથકે પાસ્ટર રાય સિંહ, તેની પત્ની ઉમલી, પુત્ર ખેમરાજ, મિત્ર હકીમ, તેની પત્ની મંગળી સામે ગુનો નોંધ્યો છે. ક્ષિપ્રા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ગિરિજા શંકર મહોબિયાએ આ બાબતે જણાવ્યું હતું કે પાદરી રાય સિંહ ભૂતકાળમાં પણ ધર્મ પરિવર્તન જેવી પ્રવૃત્તિઓમાં સામેલ હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં