Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસમર્થકોનો સવાલ-'EWSમાં મુસ્લિમ, શીખ અને જૈનનો પણ સમાવેશ, તો પછી આ સવર્ણ...

    સમર્થકોનો સવાલ-‘EWSમાં મુસ્લિમ, શીખ અને જૈનનો પણ સમાવેશ, તો પછી આ સવર્ણ અનામત કેવી રીતે થયું?’, તો વિરોધીએ કહ્યું: રોજના 2000 કમાતો ‘બ્રાહ્મણ’ ગરીબ કઈ રીતે?

    EWS એટલેકે આર્થિક રીતે નબળાં વર્ગ માટેનું અનામત શું ખરેખર અસરકારક હશે કે પછી એ એક મિથ્યા છે? જાણીએ વિવિધ લોકોના વિવિધ અભિપ્રાયો.

    - Advertisement -

    આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ EWS અનામત પર વિવાદો અને તર્ક-વિતર્કો શરુ થઇ ગયા છે. એક વર્ગ EWS અનામતને લઈને પ્રશ્નો ઉભા કરી રહ્યો છે, તો બીજો વર્ગ તેના સમર્થનમાં તર્ક આપી રહ્યો છે.

    EWS અનામત આજે દેશમાં એક મોટો મુદ્દો છે. EWS અનામત પર વિવાદો બાદ ચાલો એ સમજવાનો પ્રયાસ કરીએ કે બંને પક્ષોનો અભિપ્રાય શું છે અને તેની પાછળ તેમનો તર્ક શું છે. દરેક વિષય પર જાહેર અભિપ્રાય અલગ અલગ હોઈ શકે છે અને આ વિષય પર પણ કઈક એવુંજ છે. તેના વિરોધીઓની દલીલો નીચે મુજબ છે-

    શરણ્યા કહે છે, “જે પરિવારોની વાર્ષિક આવક ₹8 લાખ સુધી છે તેઓ EWS આરક્ષણનો લાભ મેળવવા પાત્ર હશે. તે સ્પષ્ટપણે ઉચ્ચ જાતિના અહંકારને પ્રહાર કરવા માટે બનાવવામાં આવ્યું છે અને તેઓ આ પછી જાતિ આધારિત અનામત વિશે ફરિયાદ કરવાનું બંધ નહીં કરે.

    - Advertisement -

    CPI નેતા ક્લિફોન ડી રોઝારિયોનું કહેવું છે, “EWS એક મિથ્યા છે. આ ઉંચી જાતિઓ માટે અનામત છે. તેની પાત્રતા માટે કટ-ઓફ વાર્ષિક આવક રૂ. 8 લાખ એટલે કે લગભગ રૂ. 67,000 પ્રતિ માસ છે. તે જાતિના ઐતિહાસિક અન્યાયથી દબાયેલા સમુદાયોની અપાર ગરીબીની મજાક ઉડાવે છે.”

    એક તમિલ વ્યક્તિનું કહેવું છે કે, “એક દલિત પાસે ઘર હોય, ટુ-વ્હીલર હોય અને રોજની આશરે રૂ. 300 કમાતો હોય તો તે દલિત શ્રીમંત છે. પરંતુ, બ્રાહ્મણ પાસે જમીન, મકાન હોવા રોજના 2000 રૂપિયા ની આસપાસ કમાવવા છતાં બ્રાહ્મણ ગરીબ છે, આ EWS નો આખો તર્ક છે. અને તે એક કૌભાંડ છે.”

    સૌમિત્ર પાઠારે કહે છે, “EWS શ્રેણી માટે આવક મર્યાદા એટલી ઊંચી સેટ કરીને કે તે ઉચ્ચ જાતિના 90-95% લોકોને આવરી લે છે અને આ શ્રેણીમાંથી દલિત/આદિવાસી/બહુજનને બાકાત રાખવામાં આવ્યાં છે. આ ઉચ્ચ જાતિઓ માટે આરક્ષણ છે, EWS માટે નહીં.”

    આ દલીલો EWS અનામતના વિરોધીઓની છે. તો નીજી તરફ જેઓ EWS અનામતને સમર્થન કરનારાઓની તેમની પોતાની આગવી દલીલો છે. તેમનું માનવું છે કે ઉચ્ચ જાતિઓમાં પણ ગરીબ લોકો છે અને સરકારે તેમની પણ કાળજી લેવી પડશે. આવી સ્થિતિમાં EWSનું આ અનામત જરૂરી છે અને તે ગરીબોના હિતમાં છે.

    શરદ દુબે કહે છે કે સર્વોચ્ચ અદાલતે સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગને 10% અનામત આપીને સારું કામ કર્યું છે. ગરીબો કોઈપણ સમાજમાં હોઈ શકે છે, તેઓ ઉચ્ચ જાતિના પણ હોઈ શકે. તેથી આ નિર્ણયનું સ્વાગત કરવું જોઈએ.

    અભિષેક પરાશર કહે છે કે જેઓ વર્ષોથી જાતિ અનામતનો લાભ લઈ રહ્યા છે, તેઓને EWS અનામત ગેરબંધારણીય લાગી રહી છે. અનામત માત્ર આર્થિક ધોરણે જ હોવી જોઈએ, કારણ કે ST/ST/OBC અનામતની મલાઈ આ જ્ઞાતિઓના ઉપર બેઠેલા કેટલાક લોકો ખાઈ રહ્યા છે.

    રોશન સિંઘનું કહેવું છે કે, “EWS આરક્ષણના લાભાર્થીઓ માત્ર ઉચ્ચ જાતિના હિંદુઓ નથી, કે તે સંપૂર્ણ રીતે ઉંચી જાતિના લોકો માટેનું આરક્ષણ નથી. તેના સૌથી મોટા લાભાર્થીઓ મુસ્લિમ, શીખ, જૈન, અને અન્ય ધર્મોની જાતિઓનો પણ સમાવેશ થાય છે. EWS ને ઉચ્ચ જાતિનું આરક્ષણ કહેવું એ અજ્ઞાનતા અને મૂર્ખતા છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં