Thursday, April 25, 2024
More
    હોમપેજદેશકોંગ્રેસ સમર્થક જ્યોત્સનાએ નૂપુર શર્માને 'વેશ્યા' કહી, તેના મૃત્યુની પ્રાર્થના પણ કરી:...

    કોંગ્રેસ સમર્થક જ્યોત્સનાએ નૂપુર શર્માને ‘વેશ્યા’ કહી, તેના મૃત્યુની પ્રાર્થના પણ કરી: ટ્વિટરે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ટ્વિટ હટાવી

    કોંગ્રેસની એક મહિલા સમર્થકે બતાવ્યા કોંગ્રેસનાં મૂળ સંસ્કાર, નૂપુર માટે અભદ્ર ટિપ્પણી કરીને તેના મૃત્યુ માટે પ્રાર્થના કરી. સુરજેવાલ જેવા અનેક મોટા કોંગ્રેસ નેતાઓ સાથે છે સંપર્ક.

    - Advertisement -

    કોંગ્રેસ સમર્થક અને સ્વયંભૂ ‘સામાજિક કાર્યકર’ જ્યોત્સના ધનખર ગુલિયાએ ટ્વિટર પર ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને ‘વેશ્યાના’ ગણાવી અને કડક ભાષામાં તેમના મૃત્યુની ઈચ્છા પ્રકટ કરી હતી.

    સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ નૂપુર શર્માને ઉદયપુરના ક્રૂર હત્યાકાંડ અને તેની ‘હળવી જીભ’ માટે આખા દેશને આગ લગાડવા માટે દોષિત ઠેરવ્યા ત્યારથી જ તેણીની સામે નફરતનો નવો રાઉન્ડ શરૂ થયો છે. પહેલાથી જ જાનથી મારી નાખવાની અને બળાત્કારની ધમકીઓનો સામનો કરી રહેલી નુપુર શર્મા ફરી એકવાર ચર્ચામાં આવી છે.

    સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ દિલ્હીના કોંગ્રેસના નેતા મુકેશ શર્માએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી મુજબ નુપુર શર્માએ આખા દેશની માફી માંગવી જોઈએ. તે પોસ્ટ પરની કોમેન્ટ નૂપુર વિરુદ્ધ નફરતથી ભરેલી હતી. તેણે નૂપુર શર્મા માટે વેશ્યા શબ્દનો ઉપયોગ કર્યો અને તેના મૃત્યુની ઇચ્છા દર્શાવી હતી.

    - Advertisement -

    આ દ્વેષપૂર્ણ ટીપ્પણીઓમાં ‘ સામાજિક કાર્યકર’ અને કોંગ્રેસ સમર્થક જ્યોત્સના ધનખર ગુલિયાની ટિપ્પણી પણ હતી. જ્યોત્સનાએ નેશનલ હેરાલ્ડ સ્કેમ કેસમાં રાહુલ ગાંધીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની પૂછપરછ સામેના વિરોધ પ્રદર્શનમાં રણદીપ સુરજેવાલા જેવા કોંગ્રેસના નેતાઓ સાથે તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યા છે.

    પોતાની ટિપ્પણીમાં, જ્યોત્સનાએ નૂપુર શર્માનો ઉલ્લેખ કરીને હિંગ્લિશમાં નુપુર શર્માને ‘વેશ્યાના’ ગણાવી હતી તથા તેના મૃત્યુની ઇચ્છા દર્શાવી હતી.

    ટ્વિટનો સ્ક્રિનશોટ (ફોટો: befittingfacts)

    જ્યારે કેટલાક યુઝર્સને આ ટિપ્પણી ખૂબ જ ખૂંચી હતી અને પોલીસને તેની નોંધ લેવા કહ્યું, ત્યારે તેઓને જ્યોત્સના તરફથી વધુ અસભ્ય ટિપ્પણીઓ સાથે વધાવવામાં આવ્યા હતા.

    ટ્વિટર પરથી લીધેલા સ્ક્રિનશોટ

    આ ‘સામાજિક કાર્યકર્તા’ની ટ્વિટર પ્રોફાઇલ પર જતાં, કોઈ પણ દ્વારા કોંગ્રેસ માટે તેનો પ્રેમ તથા મલ્લિકાર્જુન ખડગે અને રણદીપ સુરજેવાલા જેવા વરિષ્ઠ કોંગ્રેસના નેતાઓ સાથેની તેના ફોટા જોઈ શકાય છે.

    કોંગ્રેસનેતા મલ્લિકાર્જુન ખડગે સાથે જ્યોત્સના (જ્યોત્સના ટ્વિટર પરથી)
    કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા સાથે જ્યોત્સના (જ્યોત્સનાના ટ્વિટર પરથી)

    ભલે તેને પોતાની ટિપ્પણીમાં કંઈપણ ખોટું ન લાગ્યું અને તેણે પોતાનો બચાવ કરવાનું ચાલુ રાખ્યું હતું, પરંતુ ટ્વિટરને તેમના પ્લેટફોર્મ માટે પણ તે ખૂબ અપ્રિય લાગ્યું અને તેમના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ટ્વિટરે તેની ટ્વીટને દૂર કરવાનો નિર્ણય કર્યો હતો.

    જો કે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ સમગ્ર દેશમાં હિંસા અને ઉદયપુરના શિરચ્છેદ માટે નુપુર શર્માને દોષી ઠેરવતા, હવે વધુ લોકો એ જ વાક્ય બોલે તેવી શક્યતા છે જે જ્યોત્સનાએ પોતાની અત્યંત અભદ્ર ટ્વીટમાં કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં