Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકન્હૈયાલાલની હત્યા માટે નૂપુર શર્મા જવાબદાર, તેમના કારણે દેશ ભડકે બળ્યો: સુપ્રીમ...

    કન્હૈયાલાલની હત્યા માટે નૂપુર શર્મા જવાબદાર, તેમના કારણે દેશ ભડકે બળ્યો: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની ટિપ્પણી પર નેટિઝન્સ નારાજ, પૂછ્યું- આ શરિયા કોર્ટ છે?

    કોર્ટના ન્યાયાધીશોએ આ મામલે સુનાવણી કરતા નૂપુર શર્માને જ કહ્યું કે તેમણે દેશની માફી મંગાવી જોઈએ. ન્યાયાધીશોએ કટ્ટરપંથી તત્વો અને તેમના દ્વારા થતી હિંસાને અવગણીને કેસ પર ટિપ્પણી કરી હતી અને દેશમાં વર્તમાન પરિસ્થિતિ માટે નૂપુરને જ જવાબદાર ગણાવ્યાં હતાં.

    - Advertisement -

    ઉદયપુરમાં મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદે કન્હૈયાલાલનું ગળું કાપીને હત્યા કરી નાંખી, આ હત્યાનો વિડીયો બનાવ્યો અને દુનિયાને જણાવ્યું પણ. પરંતુ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોના મતે આ માટે જો કોઈ જવાબદાર હોય તો તે ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા છે. જજોએ કહ્યું કે, નૂપુરના કારણે દેશ ભડકે બળ્યો છે અને તેમણે ટીવી પર આવીને આખા દેશની માફી મંગાવી જોઈએ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની આ ટિપ્પણીથી યુઝરો નારાજ થયા હતા.

    નૂપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કહ્યું હતું કે, પયગંબર મોહમ્મદ પર પૂછવામાં આવેલ સવાલો બાદ તેમને જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. આ સંજોગોમાં અલગ-અલગ રાજ્યોમાં તેમની સામે જે એફઆઈઆર નોંધવામાં આવી છે તે તમામને દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવે. 

    કોર્ટના ન્યાયાધીશોએ આ મામલે સુનાવણી કરતા નૂપુર શર્માને જ કહ્યું કે તેમણે દેશની માફી મંગાવી જોઈએ. ન્યાયાધીશોએ કટ્ટરપંથી તત્વો અને તેમના દ્વારા થતી હિંસાને અવગણીને કેસ પર ટિપ્પણી કરી હતી અને દેશમાં વર્તમાન પરિસ્થિતિ માટે નૂપુરને જ જવાબદાર ગણાવ્યાં હતાં.

    - Advertisement -

    નૂપુર શર્માને મળી રહેલી ધમકીઓ અને દેશમાં બની રહેલી કટ્ટરપંથી ઘટનાઓ વચ્ચે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની આવી ટિપ્પણીથી સોશિયલ મીડિયા યુઝરો નારાજ છે અને પૂછી રહ્યા છે કે શું આ શરિયા કોર્ટ છે? નૂપુર શર્મા તો તેમની એફઆઈઆર ટ્રાન્સફર કરાવવા માટે આવ્યાં હતાં, જો એવું નહતું કરવું તો સ્પષ્ટ ઇનકાર કરી દેવો જોઈતો હતો. પરંતુ આ બધું કહેવાની કોઈ જરૂર ન હતી. 

    લોકો માની રહ્યા છે કે આ રીતે સુપ્રીમ કોર્ટનો નૂપુર શર્મા પર ગુસ્સો ઠાલવવો કટ્ટરપંથીઓને બળ આપશે કે તેઓ જે કરી રહ્યા છે તે યોગ્ય છે અને તમામ ભૂલ નૂપુર શર્માની જ છે. એ પણ પૂછવામાં આવી રહ્યું છે કે જો કન્હૈયાલાલના મોત માટે નૂપુર શર્મા જવાબદાર હોય તો કમલેશ તિવારી અને કિશન ભરવાડની હત્યાના ગુનેગાર કોણ છે?

    એડવોકેટ શશાંક શેખર ઝાએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના જજોએ આ ટિપ્પણી કરીને ‘સર તન સે જુદા..’ના નારા લગાવતી ભીડને યોગ્ય ઠેરવી દીધી છે. તેમણે આજના દિવસને ન્યાયતંત્ર માટે કાળો દિવસ ગણાવ્યો હતો.

    એક યુઝરે કહ્યું કે, નૂપુર શર્મા અંગે કોર્ટના જજોની ટિપ્પણીનો ઉપયોગ કન્હૈયાલાલની હત્યા કરનારા જેહાદી તત્વો દ્વારા સ્વરક્ષણ માટે કરવામાં આવશે અને તેમણે એમ પણ કહ્યું કે, ન્યાયાધીશો જ્યારે ઇસ્લામિક આતંકવાદની વાત આવે છે ત્યારે ચુપ થઇ જાય છે.

    આ ઉપરાંત, નૂપુર શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની ટિપ્પણી બાદ નેટિઝન્સ સોશિયલ મીડિયા પર તેમના વિશે માહિતી શૅર કરી રહ્યા છે. જેમાંથી એક જજ પારડીવાલાના પિતા 1989 થી 1990 માં કોંગ્રેસ ધારાસભ્ય રહી ચૂક્યા છે જયારે બીજા જસ્ટિસ સૂર્યકાન્ત વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા, જેના કારણે જસ્ટિસ એકે ગોયને તેમની નિયુક્તિનો વિરોધ પણ કર્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં