Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'જે પણ મોદી ભક્ત હશે, તેઓ માર્યા જશે': કોંગ્રેસી નેતા ઉદિત રાજે...

    ‘જે પણ મોદી ભક્ત હશે, તેઓ માર્યા જશે’: કોંગ્રેસી નેતા ઉદિત રાજે મનરેગા મજૂરોના નામે જાહેરમાં હિંસાનું ઝેર ઓક્યું, ટ્વિટર પર લોકોએ કાર્યવાહીની માંગ કરી

    2014માં ભાજપની ટીકીટ પર નોર્થ-વેસ્ટ દિલ્હીથી સાંસદ બનેલા ઉદિત રાજની વર્ષ 2019માં ટીકીટ કપાતા તેઓ કોંગ્રેસના ખોળે બેસી ગયા હતા. જે બાદ તેઓ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અનેક વખત વિવાદિત નિવેદનો આપ્યાં છે.

    - Advertisement -

    વિવાદિત નિવેદનો આપવા માટે પંકાયેલા અને ચર્ચામાં રહેવા માટે કાયમ ભડકાવવાવાળી વાતો કરવાવાળા કોંગ્રેસ નેતા ઉદિત રાજે ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. નવેમ્બર 2023માં “અખિલ ભારતીય અસંગઠિત કામગાર અને કર્મચારી કોંગ્રેસ”ના અધ્યક્ષ બનેલા ઉદિત રાજે પોતાના આધિકારિક ટ્વિટર પર પોતાનો ભાષણ આપતો ફોટો મુકીને કેપ્શનમાં લખ્યું હતું કે, “જે પણ મોદી ભક્ત હશે, તેઓ માર્યા જશે.” જે બાદ લોકો તેમના નિવેદનનો વિરોધ કરીને કાર્યવાહીની માંગ કરી હતી.

    તાજેતરનું વિવાદિત નિવેદન તેમણે મનરેગા મજુરોના સમર્થનમાં કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન આપ્યું હતું. તેમણે ઉત્તર પ્રદેશ સરકાર પર ટીપ્પણી કરતા કહ્યું હતું કે, UP ન તો રમખાણમુક્ત થયું છે, અને ન તો ગુંડામુક્ત થયું છે. માફિયા અતીક અહેમદ અને તેના ભાઈની હત્યા પર આ કોંગ્રેસના નેતાએ ભાજપ સરકારને ઘેરવાની કોશિશ કરી હતી.

    જંતરમંતર પર આયોજિત આ કાર્યક્રમમાં તેમણે ‘મનરેગા મજુર ભૂખ્યા છે, મોદીના વાયદા જુઠા છે’ જેવા નારા પણ લગાવ્યાં હતા. આ સિવા શેર કરવામાં આવેલા ફોટાઓમાં ‘મનરેગા બચાઓ, ગ્રામીણ ભારત બચાઓ’ જેવા સુત્રો પણ લખેલા જોવા મળી રહ્યા છે.

    - Advertisement -

    લોકોએ આપી આકરી પ્રતિક્રિયા

    કોંગ્રેસ નેતા ઉદિત રાજે વિવાદિત નિવેદન સાથે કરેલા આ ટ્વિટ બાદ અનેક લોકોએ તેમનો વિરોધ કર્યો હતો. જનકરાજ અગ્રવાલ નામના યુઝરે તેમના આ ટ્વિટના રીપ્લાય બોક્સમાં ટ્વિટર સપોર્ટ, ઉત્તર પ્રદેશ પોલીસ, દિલ્હી પોલીસ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ટાંકીને ઉદિત રાજ અને તેમના ટ્વિટર હેન્ડલ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી.

    અન્ય એક વિનોદ મિશ્રા નામના એક યુઝરે પણ ગૃહમંત્રાલય, પીએમઓ ઇન્ડિયા, દિલ્હી પોલીસ વગેરેને આ કોંગ્રેસ નેતા વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે માંગ કરવામાં આવી હતી. તેમણે લખ્યું, “મહેરબાની કરીને ઉદિત રાજ વિરુદ્ધ કડક પગલા લઇ FIR દાખલ કરવામાં આવે, કારણકે તેમણે ‘જે મોદીભક્ત હશે, તે માર્યા જશે’ લખીને જાહેર જનતાને ધમકાવી રહ્યા છે. અને દેશના લોકતંત્રને જોખમ ઉભું કરી રહ્યાં છે.”

    તો બીજી તરફ ધ રાઈટ વિંગ ગાય નામના એક ટ્વિટર હેન્ડલ પરથી તેમના આ નિવેદન પર રમુજ કરતા લખવામાં આવ્યું કે, “જ્યાં સુધી આને કોંગ્રેસનો અધ્યક્ષ નહી બનાવવામાં આવે, ત્યાં સુધી આ આ પ્રકારના નિવેદનો આપી આપીને કોંગ્રેસની વાટ લગાવતા રહેશે.”

    તો અન્ય એક કુણાલ પટેલ નામના યુઝરે રાહુલ ગાંધીએ આપેલા મહોબ્બતની દુકાનવાળા ભાષણને ટાંકીને ટોણો મારતા લખ્યું, “આ શબ્દો તેમના નથી, પણ આ શબ્દો રાહુલ ગાંધીની મહોબ્બતની દુકાનેથી કાઢવામાં આવ્યાં છે.”

    તો આ પ્રકારે જ શુભમ શુક્લા નામના યુઝરે પણ ટોણો મારતા લખ્યું કે, “નફરતના બજારમાં મહોબ્બતની દુકાન ખોલતા ઉદિત રાજજી…”

    ઉદિત રાજના રાજકીય લેખાજોખાની વાત કરીએ તો, 2014માં ભાજપની ટીકીટ પર નોર્થ-વેસ્ટ દિલ્હીથી સાંસદ બનેલા ઉદિત રાજની વર્ષ 2019માં ટીકીટ કપાતા તેઓ કોંગ્રેસના ખોળે બેસી ગયા હતા. જે બાદ તેઓ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અનેક વખત વિવાદિત નિવેદનો આપ્યાં છે.

    તેમની જગ્યા પર ગાયક કલાકાર હંસરાજ હંસને ભાજપે ટીકીટ આપી હતી, અને તેઓ જીત્યા પણ હતા. જે બાદ ઉદિત રાજ ભાજપ વિરુદ્ધના દરેક મોરચામાં ભડકાઉ ભાષણો આપતા નજરે પડે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં