હોમપેજગુજરાતકોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ ‘પત્રકારો’ જગદીશ મહેતા અને ગોપી ઘાંઘર વિરુદ્ધ નોંધાવી...

કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ ‘પત્રકારો’ જગદીશ મહેતા અને ગોપી ઘાંઘર વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ: યુટ્યુબ ચેનલ પર ચર્ચા દરમિયાન આપત્તિજનક ટિપ્પણીઓનો આરોપ

જગદીશ મહેતાની ટિપ્પણીઓ પર વિવાદ સર્જાયા બાદ 24 જુલાઈના રોજ તાપી કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આદિવાસી સમુદાયના કેટલાક લોકો ભારે રોષ સાથે વિરોધ ઉઠાવતા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ લેખિત આવેદન આપવા પહોંચ્યા હતા.

- Advertisement -

‘પત્રકાર’ જગદીશ મહેતાએ (Jagdish Mehta) ‘નિર્ભય ન્યૂઝ’ (Nirbhay News) નામની એકાદ યુ-ટ્યુબ ચેનલના કાર્યક્રમમાં વાતચીત દરમિયાન આદિવાસી સમુદાય અને કોંગ્રેસ વિપક્ષ નેતા તુષાર ચૌધરી પર કરેલી ટિપ્પણીઓના કારણે સર્જાયેલા વિવાદે હવે જોર પકડ્યું છે. તુષાર ચૌધરીએ આ મામલે વ્યારા પોલીસ મથકે જગદીશ મહેતા અને નિર્ભય ન્યૂઝ ચલાવતાં ‘પત્રકાર’ ગોપી મણિયાર ઘાંઘર વિરુદ્ધ કાયદેસર ફરિયાદ નોંધાવીને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની માંગ કરી છે. હાલ તાપી પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. 

જગદીશ મહેતાની ટિપ્પણીઓ પર વિવાદ સર્જાયા બાદ 24 જુલાઈના રોજ તાપી કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આદિવાસી સમુદાયના કેટલાક લોકો ભારે રોષ સાથે વિરોધ ઉઠાવતા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ લેખિત આવેદન આપવા પહોંચ્યા હતા. આ મામલે જગદીશ મહેતા અને નિર્ભય ન્યૂઝનાં ‘પત્રકાર’ ગોપી મણિયાર ઘાંઘર વિરુદ્ધ તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત તાપી જિલ્લા SC-ST સેલના DySP સમક્ષ કરવામાં આવી છે.

તુષાર ચૌધરીએ નોંધાવી બે પત્રકાર વિરુદ્ધ ફરિયાદ
તુષાર ચૌધરીએ નોંધાવી પોલીસ ફરિયાદ (ફોટો: ETV ગુજરાતી)

તુષાર ચૌધરીએ કર્યો વિરોધ

આ મામલે વિપક્ષ નેતા તુષાર ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “આજથી બે દિવસ પહેલાં નિર્ભય ન્યૂઝ ચેનલ ઉપર એક ઇન્ટરવ્યુ પ્રકાશિત થયો. એન્કર ગોપી ઘાંઘર ઇન્ટરવ્યુ લઇ રહ્યાં હતાં અને એમાં રાજકોટના પત્રકાર જગદીશ મહેતાએ આદિવાસી સમાજ અને મારા વિશે જે ટિપ્પણી કરી છે, એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું.”

- Advertisement -

તેમણે વધુમાં જગદીશ મહેતાની ટિપ્પણીનો વિરોધ કરતાં કહ્યું કે, “તેમણે મારું નામ લઈને કહ્યું કે, તે કોઈ પ્રકારે આદિવાસી લાગતા નથી. આદિવાસી તો કાળા હોય, આદિવાસીના પગમાં ચંપલ ન હોય, આદિવાસી તો તીર-કામઠાં લઇને જંગલમાં રહે અને આદિવાસી તો વન્ય પ્રાણીઓ જોડે ધમાલ મસ્તી કરતા હોય છે. આવાં કોઈ લક્ષણો તુષાર ચૌધરીમાં દેખાતાં નથી. મારા માટે જે શબ્દો વાપર્યા જેના લીધે સમગ્ર આદિવાસી સમાજમાં પણ રોષની લાગણી ઉભી થાય છે.”

ભારે વિવાદ બાદ જગદીશ મહેતાએ માંગી માફી

નોંધનીય છે કે જગદીશ મહેતાએ જ્યારે આ ટિપ્પણી કરી ત્યારે હોસ્ટ ગોપી ઘાંઘર તેમને અટકાવ્યા વિના સાંભળી રહ્યાં હતાં, એટલું જ નહીં જગદીશ મહેતાના નિવેદન પર હા-હા પણ કરી રહ્યાં હતાં. આ વિડીયો સામે આવ્યા બાદ જગદીશ અને ગોપીનો ભારે વિરોધ થયો હતો, તથા એટ્રોસિટી અંતર્ગત કાર્યવાહી કરવાની માંગ પણ આદિવાસી સમુદાયે કરી હતી. આ સિવાય સોશિયલ મીડિયા પર પણ ગોપી અને જગદીશનો મોટાપાયે વિરોધ થયો હતો.

જોકે, મામલો વણસી જતાં જગદીશ મહેતાએ એક વિડીયો જારી કરીને માફી માંગી હતી. જોકે એ વિડીયો જોતા એમ લાગતું હતું કે જગદીશ મહેતા તેમના નિવેદનને ધોવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ આ ટિપ્પણી દરમિયાન હા-હા કર્યે રાખતાં ‘પત્રકાર’ ગોપીનું હજી સુધી કોઈ નિવેદન આવ્યું નથી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં