Monday, October 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસી નેતાઓનો ભાજપ પ્રેમ જાહેર મંચ પરથી છલકાયો, લલિત વસોયા, દિનેશ પટેલ...

    કોંગ્રેસી નેતાઓનો ભાજપ પ્રેમ જાહેર મંચ પરથી છલકાયો, લલિત વસોયા, દિનેશ પટેલ બાદ હવે સિદ્ધાર્થ પટેલની જીભ લપસી

    ઉલ્લેખનીય છે કે રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન ધોરાજીમાં જાહેર સભામાં લલિત વસોયાનો ભાજપ પ્રેમ છલકાયો હતો.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો જ બાકી રહ્યા છે, દરમિયાન તમામ રાજકીય પાર્ટીઓ જાહેર સભાઓ, રેલીઓ યોજીને જનતાને રીઝવવા તનતોડ મહેનત કરી રહી છે, પરંતુ ક્યારેક અતિઉત્સાહમાં આવી જઈને નેતાઓ એવી ભૂલો કરી બેસે છે કે જેના કારણે તેઓ હાસ્યાસ્પદ વિવાદોમાં ઘેરાઈ જાય છે, અને તેમાય હમણાથી કોંગ્રેસી નેતાઓનો ભાજપ પ્રેમ જાહેર મંચ પર છલકાતો જોવા મળતા લોકમુખે અવનવી ચર્ચાઓ ઉડતી રહે છે, અને આવા નેતાઓમાં હવે કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલનું પણ નામ શામેલ થઇ ગયું છે.

    અહેવાલો અનુસાર આ દિવસોમાં કોંગ્રેસ પાર્ટી પરિવર્તન યાત્રા કરીને જનતાને રીઝવવા મહેનત કરી રહી છે, આ દરમિયાન કોંગ્રેસના નેતા દિનેશ પટેલ બાદ સિદ્ધાર્થ પટેલનો ભાજપ પ્રેમ જોવા મળ્યો હતો, વલસાડમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા દરમિયાન સિદ્ધાર્થ પટેલે “અબકી બાર ભાજપ સરકાર” નો નારો લગાવ્યો હતો, જાહેર મંચ પરથી કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલનું આ નિવેદન સાંભળી હાજર સહું કોઈ સ્તબ્ધ થઇ ગયા હતા, જોકે કોંગ્રેસી નેતાઓનો ભાજપ પ્રેમ છલકાયો હોય તેવી આ પ્રથમ ઘટના નહોતી.

    આ પહેલા વલસાડ જીલ્લા કોંગ્રેસ પ્રમુખની જીભ લપસી હતી

    - Advertisement -

    જો કે આ પ્રથમ વખત નથી કે કોઈ કોંગ્રેસી નેતાની જીભ જાહેર મંચ પર લપસી હોય અને મનની વાત અને ભાજપ પ્રેમ છલકી ઉઠ્યો હોય, આ પહેલા કોંગ્રેસની પરીવર્તન સંકલ્પ યાત્રા દરમીયાન જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલનો પણ ભાજપ પ્રેમ છલકાયો હતો. વલસાડ ધરમપુર પહોંચેલી કોંગ્રેસની પરીવર્તન સંકલ્પ યાત્રાની સભા દરમિયાન વલસાડ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલે જાહેર મંચ પરથી નિવેદન આપ્યું હતું કે ભાજપ 5 સીટ જીતશે, જોકે પોતાનાથી ભૂલ થઇ હોવાની ખબર પડતા જ તેમણે નિવેદન ફેરવી તોળ્યું હતું અને સુધારો કરીને કોંગ્રેસ 5 સીટ જીતશે તેમ કહ્યું હતું.

    આ પહેલા રાજકોટના ધોરાજીમાં લલિત વસોયાએ ભાજપ પર પ્રેમ વરસાવ્યો હતો

    ઉલ્લેખનીય છે કે રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન ધોરાજીમાં જાહેર સભામાં લલિત વસોયાનો ભાજપ પ્રેમ છલકાયો હતો. સભામાં ધારાસભ્ય લલિત વસોયાએ આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપવા જણાવ્યું હતું. લલિત વસોયાએ મંચ પરથી જણાવ્યું હતું કે, જો તમને કોઈ આમ આદમી પાર્ટીની વાત કરે તો હું કહું છું કે, તમે આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપજો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં