Sunday, May 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભારત જોડતા-જોડતા નાઈજીરિયા પહોંચી ગયા રાહુલ ગાંધી? કોંગ્રેસ નેતાએ ‘ભારત જોડો યાત્રા’માં...

    ભારત જોડતા-જોડતા નાઈજીરિયા પહોંચી ગયા રાહુલ ગાંધી? કોંગ્રેસ નેતાએ ‘ભારત જોડો યાત્રા’માં ભીડ દર્શાવવા નાઈજીરિયાનો ફોટો શૅર કર્યો, એ પણ જૂનો!

    જીતેન્દ્ર પટવારી ઉપરાંત અન્ય પણ કેટલાક કોંગ્રેસ નેતાઓએ આ તસ્વીર શૅર કરીને તે કર્ણાટકની રાહુલ ગાંધીની સભાની હોવાનો દાવો કર્યો હતો.

    - Advertisement -

    રાહુલ ગાંધીની આગેવાનીમાં જ્યારથી કોંગ્રેસની ભારત જોડો યાત્રા શરૂ થઇ ત્યારથી કોંગ્રેસ નેતાઓ આ યાત્રાની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરીને રાહુલ ગાંધી અને યાત્રાને ભારે પ્રતિસાદ મળી રહ્યો હોવાના દાવા કરતા રહ્યા છે. પરંતુ હવે નેતાઓએ રાહુલ ગાંધીની રેલીમાં માણસો દર્શાવવા માટે નાઈજીરિયાનો ફોટો પોસ્ટ કરવાનું ચાલુ કરી દીધું છે, જે હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. 

    કોંગ્રેસ નેતા અને મધ્ય પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જીતેન્દ્ર પટવારીએ આજે વહેલી સવારે એક ટ્વિટ કર્યું હતું. જેમાં લખવામાં આવ્યું હતું કે, “જનસૈલાબ ઉમડ રહા હૈ, પૂરા ભારત હી ચલ પડા હૈ.” સાથે તેમણે ભારત જોડો યાત્રાનું હેશટેગ પણ વાપર્યું હતું. આ લખાણ સાથે તેમણે એક તસ્વીર શૅર કરી હતી, જેમાં લાખો લોકો એકઠા થયા હોય તેવું દેખાતું હતું. 

    તસ્વીર: Twitter/Rishi Bagree

    જોકે, હકીકત એ હતી કે આ ભીડની તસ્વીર ભારતની નહીં પરંતુ અહીંથી લગભગ 7 હજાર કિલોમીટર દૂર આવેલ દેશ નાઈજીરીયાની છે. એ પણ જૂની. આ તસ્વીર 2015માં ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવી હતી. 

    - Advertisement -

    ટ્વિટર યુઝર લાલા (@FabulasGuy)એ કોંગ્રેસ નેતાની પોલ ખોલતાં નીચે સાચી હકીકત રજૂ કરી હતી. ત્યારબાદ અન્ય પણ કેટલાક યુઝરોએ કોંગ્રેસ નેતાનું ધ્યાન દોર્યું હતું કે, જે ફોટોના આધારે તેઓ રાહુલ ગાંધીની સભામાં ‘જનસૈલાબ ઉમટી પડ્યો’ હોવાના દાવા કરે છે તે ફોટો ખરેખર ભારત જોડો યાત્રાની નહીં પરંતુ નાઈજીરિયાનો છે. જોકે, ફજેતી થતાં કોંગ્રેસ નેતાએ ટ્વિટ ડીલીટ કરી નાંખ્યું હતું. 

    જીતેન્દ્ર પટવારી ઉપરાંત અન્ય પણ કેટલાક કોંગ્રેસ નેતાઓએ આ તસ્વીર શૅર કરીને તે કર્ણાટકની રાહુલ ગાંધીની સભાની હોવાનો દાવો કર્યો હતો. કોંગ્રેસ નેતા રીતુ ચૌધરીએ આ તસ્વીર પોસ્ટ કરીને રાહુલ ગાંધી ઇતિહાસ સર્જી રહ્યા હોવાનું લખ્યું હતું. જોકે, ત્યાં પણ યુઝરોએ સાચી હકીકતથી વાકેફ કર્યાં હતાં. 

    જોકે, કોંગ્રેસ નેતાઓએ ફેક ન્યૂઝ ફેલાવ્યા હોય તેવો એક જ અઠવાડિયામાં આ બીજો કિસ્સો સામે આવ્યો છે. આ પહેલાં દિલ્હી કોંગ્રેસના અધિકારીક અકાઉન્ટ પરથી મીડિયા ચેનલ આજતકની સ્ક્રીનની તસ્વીર એડિટ કરીને રાહુલ ગાંધીને પીએમ મોદી કરતાં વધુ લોકપ્રિય નેતા ગણાવવામાં આવ્યા હતા. 

    દિલ્હી કોંગ્રેસનું ટ્વિટ, પછીથી ડિલિટ કરી દેવાયું હતું

    જોકે, કોંગ્રેસ નેતાઓનો ઉત્સાહ લાંબો સમય ટકી શક્યો ન હતો અને આજતકે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, આ જાણકારી સંપૂર્ણ રીતે ખોટી છે અને આજતકે એવો કોઈ સરવે કર્યો ન હતો. આજતકે તસ્વીરને એડિટેડ પણ ગણાવી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં