Saturday, October 5, 2024
More
    હોમપેજરાજકારણ‘EVM ઠીક ન કરાયાં તો 400+ બેઠકો જીતી જશે BJP’: ચૂંટણી અગાઉ...

    ‘EVM ઠીક ન કરાયાં તો 400+ બેઠકો જીતી જશે BJP’: ચૂંટણી અગાઉ કોંગ્રેસી સામ પિત્રોડાને ચિંતા પેઠી, પુરાવા આપવાની વાત આવી તો કહ્યું- ચૂંટણી પંચે સાબિત કરવું જોઈએ!

    પિત્રોડાએ EVM પર સવાલો ઉઠાવીને એવું નિવેદન આપ્યું કે જો 2024 લોકસભા ચૂંટણી પહેલાં EVM ઠીક નહીં કરવામાં આવ્યાં તો ભાજપ 400થી વધુ બેઠકો જીતી શકે છે. પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે EVM કઈ રીતે હેક થઈ શકે છે ત્યારે હાસ્યાસ્પદ વાત કરી દીધી હતી

    - Advertisement -

    ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડા હાલ ચર્ચામાં છે. તાજેતરમાં તેમણે EVM પર સવાલો ઉઠાવીને એવું નિવેદન આપ્યું કે જો 2024 લોકસભા ચૂંટણી પહેલાં EVM ઠીક નહીં કરવામાં આવ્યાં તો ભાજપ 400થી વધુ બેઠકો જીતી શકે છે. પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે EVM કઈ રીતે હેક થઈ શકે છે ત્યારે હાસ્યાસ્પદ વાત કરી દીધી હતી અને કહ્યું કે ચૂંટણી પંચે સાબિત કરવું જોઈએ કે આવું કશું નથી. 

    સામ પિત્રોડાએ તાજેતરમાં મોદી વિરોધી પ્રોપગેન્ડા ચલાવવા માટે જાણીતા ‘પત્રકાર’ અજીત અંજુમ સાથે વાતચીત કરી હતી. જેમાં તેમને આ ઇવીએમને લઈને પૂછવામાં આવ્યું હતું. દરમ્યાન, અજીત અંજુમે તેમને ચૂંટણી પંચના 2017ના એ ચેલેન્જ વિશે જણાવ્યું હતું જેમાં કમિશને તમામ પાર્ટીઓને EVM સાથે ચેડાં થઈ શકે તે સાબિત કરવા માટે આમંત્રણ આપ્યું હતું. જેને ‘હેકાથોન’ નામ અપાયું હતું. 

    જવાબમાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે, “તમે સાબિતી આપો. અમને શા માટે કહો છો સાબિતી આપવા માટે? તમે સાબિત કરો કે મારો મત જે રીતે નખાય છે, તે જ રીતે ગણતરીમાં લેવામાં આવે છે. તમે આજે તે સાબિત કરી શકો નહીં.” સાથે VVPATનો ઉલ્લેખ કરીને એવો પણ દાવો કર્યો કે EVM હવે એક સ્વતંત્ર મશીન રહ્યું નથી. 

    - Advertisement -

    ગુરુવારે (28 સપ્ટેમ્બર) સામ પિત્રોડાએ PTIને એક ઇન્ટરવ્યૂ આપતાં એક NGOના રિપોર્ટને ટાંકીને EVM પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે, રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી હતી કે VVPAT સિસ્ટમની હાલની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવે.

    આગળ તેમણે કહ્યું કે, “મેં ચૂંટણી પંચના જવાબની રાહ જોઈ, પરંતુ તે ન આવ્યો તો મેં નક્કી કર્યું કે હું આ મુદ્દો ઉઠાવીશ. તેને પાંચ રાજ્યોની ચૂંટણી સાથે જે આવનાર લોકસભાની ચૂંટણી સાથે કશું જ લાગતું-વળગતું નથી. મને લાગે છે કે આ વિષયને લઈને વિશ્વાસનો અભાવ છે અને ચૂંટણી પંચે આ વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે જરૂરથી પગલાં લેવાં જોઈએ. સાથે તેમણે લોકતંત્રને લઈને પણ અમુક વાતો કરી હતી, જે કૉંગ્રેસીઓ 2014થી કરતા આવ્યા છે. 

    આ દરમિયાન જ તેમણે ભાજપના લોકસભા ચૂંટણીમાં 400 બેઠકો જીતવાના દાવાને લઈને કહ્યું કે, “તેમને વધુ શક્તિઓ મળે. તેઓ જો વિચારતા હોય તો સ્વગત છે. સારી વાત છે. દેશે નક્કી કરવાનું છે. પણ આગામી ચૂંટણી પહેલાં EVM ઠીક થાય તે જરૂરી છે. જો તેમ ન થયું તો ભાજપ 400 બેઠક પણ જીતી જાય. જો થઈ ગયું તો કદાચ 400 બેઠકો ન પણ જીતે.” 

    અહીં ઉલ્લેખનીય છે કે જ્યારે-જ્યારે હાર સામે દેખાય ત્યારે કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ EVMનો મુદ્દો લઇ આવે છે અને તેના માથે ઠીકરૂ ફોડી દે છે. જ્યારે આજ સુધી કોઇ સાબિત કરી શક્યું નથી કે EVM જો હેક થઈ શકે તો તે કઈ રીતે થઈ શકે છે. સત્ય હકીકત એ છે કે EVM એકદમ ફુલપ્રુફ મશીન છે અને તેમાં કોઇ કાળે ચેડાં શક્ય નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં