Saturday, May 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબજરંગ દળની પાછળ પડી કોંગ્રેસ: કર્ણાટક બાદ હવે છત્તીસગઢ-રાજસ્થાનમાં પણ પ્રતિબંધ મૂકવાની...

    બજરંગ દળની પાછળ પડી કોંગ્રેસ: કર્ણાટક બાદ હવે છત્તીસગઢ-રાજસ્થાનમાં પણ પ્રતિબંધ મૂકવાની જાહેરાત, કહ્યું- તેના કાર્યકર્તા ગુનાઓમાં સામેલ હોય છે

    બજરંગદળ પર પ્રતિબંધ લગાવવાની વાત કરતા તેમણે કહ્યું કે, આ વિષે પાર્ટી જ નિર્ણય લેશે. તેમણે તેમ પણ કહ્યું કે, "બજરંગદળના કાર્યકર્તાઓ આપરાધિક કૃત્યોમાં શામેલ છે, તેઓ "જય શ્રીરામ:બોલીને અપરાધ કરે છે, આવા લોકો મોબલીન્ચિંગમાં પણ શામેલ હોય છે, આ લોકો પર કડક કાર્યવાહી થવી જોઈએ.

    - Advertisement -

    કર્ણાટકમાં બજરંગદળની તુલતા આતંકવાદી સંગઠન PFI સાથે કરી તેના પર પ્રતિબંધ લગાવવાનો વિવાદ હજુ શમ્યો નથી, ત્યાં કોંગ્રેસ હવે છત્તીસગઢ અને રાજસ્થાનમાં બજરંગદળ પ્રતિબંધિત સંગઠન જાહેર કરવાની તૈયારીઓ કરી રહ્યું છે.બજરંગદળ પર પ્રતિબંધ લગાવવાની હોડમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ પણ કુદી પડ્યા છે. તેમણે નિવેદન આપતા કહ્યું કે, જરૂરત પડશે તો રાજ્યમાં બજરંગદળ પર બેન લગાવવા પર વિચાર કરવામાં આવશે. તો બીજી તરફ રાજસ્થાન કોંગ્રેસના મંત્રી ગોવિંદ મેઘવાલે પણ આ જ સુર રેલાવીને કહ્યું હતું કે, બજરંગદળ અપરાધોમાં સામેલ હોય છે, અને તેના વિરુદ્ધ અમે કાર્યવાહી કરીશું.

    અહેવાલોમાં જણાવ્યાં અનુસાર કર્ણાટકમાં કોંગ્રેસે પોતે જો સત્તા પર આવશે તો બજરંગદળને બેન કરશે તેવું વચન આપ્યા બાદ છત્તીસગઢ અને રાજસ્થાનમાં બજરંગદળ પ્રતિબંધિત કરવાના સુર એક સાથે ઉઠયા છે. સૌપ્રથમ છત્તીસગઢની વાત કરીએ તો, મીડિયા સાથે વાતચીતમાં CM ભૂપેશ બધેલે જણાવ્યું હતું કે, અહીં જો બજરંગીઓએ કોઈ ગડબડ કરી, તો તેમને “ઠીક” કરી દઈશું, અને કેટલાયને “ઠીક” કરી પણ દીધા છે. જરૂરત પડી તો બજરંગીઓને અહીં પણ બેન કરી દઈશું.

    રાજસ્થાન પણ કર્ણાટક અને ઝારખંડના પગલે

    નોંધનીય છે કે કર્ણાટકમાં પોતાના ઘોષણા પત્રમાં બજરંગદળની તુલના PFI સાથે કરીને કોંગ્રેસે તેના પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી દીધી છે, જે બાદ છત્તીસગઢના મુખ્યમંત્રીએ પણ તેમાં સહમતીનો રાગ આલાપીને રાજ્યમાં બજરંગીઓને “ઠીક” કરવાની વાત કરી છે, બાકી રહી જતું હતું તો હવે રાજસ્થાન કોંગ્રેસ પણ બજરંગદળ પર ખાર કાઢવા વહેતા પાણીમાં હાથ ધોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. રાજસ્થાનના કોંગ્રેસના મંત્રી ગોવિંદ મેઘવાલે પણ બજરંગીઓ પર આક્ષેપો કરતા કહ્યું હતું કે, રાજ્યમાં બજરંગદળ અપરાધ કરશે, તો અમે પણ તેના પર પ્રતિબંધ લગાવશું.

    - Advertisement -

    બજરંગદળ પર પ્રતિબંધ લગાવવાની વાત કરતા તેમણે કહ્યું કે, આ વિષે પાર્ટી જ નિર્ણય લેશે. તેમણે તેમ પણ કહ્યું કે, “બજરંગદળના કાર્યકર્તાઓ આપરાધિક કૃત્યોમાં શામેલ છે, તેઓ “જય શ્રીરામ:બોલીને અપરાધ કરે છે, આવા લોકો મોબલીન્ચિંગમાં પણ શામેલ હોય છે, આ લોકો પર કડક કાર્યવાહી થવી જોઈએ.

    નોંધનીય છે કે કર્ણાટકમાં અગામી વિધાનસભા ચૂંટણીઓને લઈને કોંગ્રેસે પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્ય્તું હતું, જેમાં તેણે બજરંગ દળની તુલના આતંકવાદી સંગઠન PFI સાથે કરીને તેના પર પ્રતિબંધ લડવાની જાહેરાત કરી હતી. જેના થોડા સમય બાદ જ વડાપ્રધાન મોદીએ તેને બજરંગબલીનું અપમાન ગણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બાબતે જણાવ્યું હતું કે, પહેલા કોંગ્રેસે ભગવાન રામને તાળામાં બંધ કર્યા, અને હવે આ જય બજરંગબલી બોલવા વાળા લોકોને પણ તાળામાં બંધ કરવા માંગે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં