Monday, October 7, 2024
More
    હોમપેજદેશબજેટ પહેલાં મોદી સરકારે આપ્યા રાહતના સમાચાર: કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં...

    બજેટ પહેલાં મોદી સરકારે આપ્યા રાહતના સમાચાર: કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ₹30 સુધીનો ઘટાડો, 1 જુલાઇથી લાગુ થઈ નવી કિંમત

    છેલ્લા કેટલાક મહિનાથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. કિંમતોમાં સતત ઘટાડો થવાથી પડકારજનક આર્થિક વાતાવરણમાં સંચાલન ખર્ચ સાથે સંઘર્ષ કરી રહેલા વ્યવસાયોને રાહત મળી રહી છે.

    - Advertisement -

    મોદી સરકારે બજેટ પહેલાં જ સામાન્ય માણસોને એક સારા સમાચાર આપ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓને 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ₹30 સુધીનો ઘટાડો કર્યો છે. જોકે, કંપનીઓએ 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ બદલાયેલા ભાવો 1 જુલાઇ, 2024ના સવારે 6 વાગ્યાથી લાગુ પણ થઈ ગયા છે. મોંઘવારી વચ્ચે ગેસ સિલિન્ડરમાં ₹30 સુધીની રાહત કરવામાં આવી છે.

    સોમવારે (1 જુલાઇ) જુલાઇ મહિનાનો પહેલો દિવસ છે. LPG સિલિન્ડરની કિંમતો દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સોમવારથી 19 કિલોના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ₹30 સુધીનો ઘટાડો કરવા માટેનો નિર્ણય લીધો છે. જેથી દિલ્હીમાં તેની કિંમત ₹1646 થઈ છે. કોલકાતામાં આ સિલિન્ડર ₹1756 મળશે. મુંબઈમાં તેની કિંમત ₹1598 થઈ છે અને ચેન્નાઈમાં તે ₹1809 મળશે. તે સાથે જ ગુજરાતના અમદાવાદમાં તેની કિંમત ₹1665 થઈ છે.

    જોકે, 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે દિલ્હીમાં ₹803, કોલકાતામાં ₹829, મુંબઈમાં ₹802 અને ચેન્નાઈમાં ₹815.50માં જ મળશે. સામાન્ય ગ્રાહકો માટે રાજધાનીમાં તેની કિંમત 803 રૂપિયા છે જ્યારે ઉજ્જવલા લાભાર્થીઓ માટે તેની કિંમત ₹603 છે. તેમ છતાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરાતા સામાન્ય લોકોને લાભ મળશે. જોકે, જાણવા મળી રહ્યું છે કે, ઘરેલુ ગેસ સિલિન્ડરમાં પણ ઘટાડો થઈ શકે છે. પરંતુ તે ક્યારથી લાગુ થશે અને કેટલા રૂપિયાનો ઘટાડો થશે તે વિશેની કોઈ આધિકારિક જાહેરાત થઈ નથી.

    - Advertisement -

    નોંધનીય છે કે, તાજેતરના મહિનાઓમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. 1 જૂનના રોજ, દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં ₹69.50 ઘટાડો કરવામાં આવ્યો હતો, જેનાથી તેની કિંમત ઘટીને ₹1,676 થઈ ગઈ હતી. અગાઉ, 1 મે, 2024ના રોજ સિલિન્ડર દીઠ ₹19નો વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો. એટલે છેલ્લા કેટલાક મહિનાથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. કિંમતોમાં સતત ઘટાડો થવાથી પડકારજનક આર્થિક વાતાવરણમાં સંચાલન ખર્ચ સાથે સંઘર્ષ કરી રહેલા વ્યવસાયોને રાહત મળી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં