Friday, January 10, 2025
More
    હોમપેજરાજકારણ'એક-એક ઇંચ જમીન પાછી લઈને જ રહીશું': મહાકુંભની જમીન પર દાવા મામલે...

    ‘એક-એક ઇંચ જમીન પાછી લઈને જ રહીશું’: મહાકુંભની જમીન પર દાવા મામલે CM યોગીની તીક્ષ્ણ પ્રતિક્રિયા, કહ્યું- વક્ફ બોર્ડ છે કે ભૂ-માફિયા…

    યોગી આદિત્યનાથે કહ્યું કે જુઓ, દેવતાઓ અને દાનવો, સુર અને અસુર, આ હંમેશા આ પૃથ્વી પર રહ્યા છે. જોડવાવાળા લોકો માનવ પરંપરામાં છે અને તોડવાવાળા દાનવ પરંપરાના લોકો છે. તેમના અનુયાયીઓ છે. રાક્ષસોએ હંમેશા તોડવાની જ વાતો કરી છે.

    - Advertisement -

    આગામી સમયમાં આયોજિત થનાર મહાકુંભની (Prayagraj Mahakumbh -2025) જમીન પર વક્ફ બોર્ડે (Waqf Board) દાવો કર્યો હોવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે હવે વક્ફ બોર્ડ મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની (CM Yogi Adityanath) તીક્ષ્ણ પ્રતિક્રિયા આવી છે. CM યોગીએ કહ્યું હતું કે કે જે લોકો મહાકુંભની ભૂમિ પર દાવો કરનારાઓ તમારું નસીબ જોઈ લો અને તમારી ખાલ બચાવી લો, એ જ મોટી વાત હશે. તેમણે કહ્યું કે જ્યારે આ લોકોનું અંકુર પણ નહોતું ફૂટ્યું એના કરતા પણ જૂની આપણી કુંભની પરંપરા છે.

    CM યોગીએ રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ ગોસ્વામીને આપેલ ઈન્ટરવ્યુમાં આ તમામ વાતો કહી હતી. તેમણે વક્ફ બોર્ડ પર તીક્ષ્ણ પ્રહાર કરતા કહ્યું કે “ક્યારેક મને આશ્ચર્ય થાય છે કે આ વક્ફ બોર્ડ છે કે પછી ભૂ-માફિયા બોર્ડ બની ગયું છે. પણ યાદ રાખજો અમે એક-એક ઇંચ જમીન પાછી મેળવી લઈશું.”

    વક્ફ એક્ટમાં કર્યું છે સંશોધન…

    તેમણે આગળ કહ્યું કે,”યુપી સરકાર 1369ના પાક વર્ષથી અત્યાર સુધીની એક-એક મહેસૂલ જમીનની તપાસ કરી રહી છે અને જેની પણ જમીન પર વક્ફના નામે કબજો કરેલો હશે , તેમની એક-એક ઇંચ જમીન પરત કરવામાં આવશે. અમે તેના પર ગરીબો માટે ઘરો, હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ બનાવીશું.” તેમણે કહ્યું હતું કે, “અમે ઉત્તર પ્રદેશ વકફ એક્ટમાં સંશોધન કર્યું છે અને દરેક મહેસૂલ રેકોર્ડની તપાસ કરી રહ્યા છીએ.”

    - Advertisement -

    મંદિર-મસ્જિદ વિવાદ અને વર્શિપ એક્ટ અંગે CM યોગીએ કહ્યું કે, “જૂના ઘાની સારવાર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નહીંતર કેન્સર બની જાય છે. પછી તમે ગમે તેટલી કીમોથેરાપી અને રેડિયોથેરાપી કરો, તે મટશે નહીં. એક વાર તો સર્જરી કરવી પડશે. આપણે તે સર્જરી માટે તૈયાર રહેવું પડશે. ફોલ્લો ગમે તેટલો મોટો હોય, એક વાર સર્જરી થયા પછી તે ફરી વધતો નથી.”

    ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’થી ભારતને નહીં સમજી શકાય…

    તેમણે કહ્યું હતું કે, જે લોકો પોતાને એક્સીડેન્ટલ કહે છે તેઓ ભારતને સમજી શકશે નહીં. જે લોકો ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’થી ભારતને જાણવાનો પ્રયાસ કરશે તો તેઓ ભારતને સમજી શકશે નહીં. ફક્ત તે જ ભારતને સમજી શકશે જે ભારતની આધ્યાત્મિક પરંપરાને સમજે છે, જે ભગવાન રામ કે ભગવાન કૃષ્ણની પરંપરા છે, ભગવાન શિવની પરંપરા છે, શક્તિની પરંપરા છે, જો કોઈને આ પરંપરા પ્રત્યે આદર હશે તો જ તે ભારતને સમજી શકશે.

    આગળ તેમણે કહ્યું કે, “દેશના લોકો જાગૃત થયા છે. આ લોકો એક્સપોઝ થઇ ગયા છે. ક્યારેક અમને ડર લાગે છે કે જો આ લોકોને આનાથી વધુ એક્સપોઝ કરીશું તો આ લોકો ક્યાંય મોઢું બચાવવા લાયક નહીં બચે.” યોગી આદિત્યનાથે કહ્યું કે જુઓ, દેવતાઓ અને દાનવો, સુર અને અસુર, આ હંમેશા આ પૃથ્વી પર રહ્યા છે. જોડવાવાળા લોકો માનવ પરંપરામાં છે અને તોડવાવાળા દાનવ પરંપરાના લોકો છે. તેમના અનુયાયીઓ છે. રાક્ષસોએ હંમેશા તોડવાની જ વાતો કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં