Saturday, March 22, 2025
More
    હોમપેજરાજકારણજેને AAP સરકારે અટકાવી હતી તે 'આયુષ્માન ભારત યોજના' લાગુ કરશે CM...

    જેને AAP સરકારે અટકાવી હતી તે ‘આયુષ્માન ભારત યોજના’ લાગુ કરશે CM રેખા ગુપ્તા: દિલ્હી સરકારની પહેલી કેબિનેટ બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, પેન્ડિગ CAG રિપોર્ટ્સ પણ થશે રજૂ

    આયુષ્માન યોજનાની મંજૂરી સાથે કેબિનેટે દિલ્હી વિધાનસભાના પહેલા સત્રમાં જ 14 CAG (કંટ્રોલર અને ઓડિટર જનરલ) રિપોર્ટ્સની રજૂઆતને પણ મંજૂરી આપી દીધી હતી. આ પગલાથી સરકારના કામકાજમાં પારદર્શિતા આવશે અને તમામ અહેવાલો વિધાનસભામાં યોગ્ય રીતે રજૂ કરવામાં આવશે.

    - Advertisement -

    દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા (CM Rekha Gupta) તથા તેમની કેબિનેટના મંત્રીઓના શપથગ્રહણ બાદ 20 ફેબ્રુઆરીએ જ કેબિનેટની પ્રથમ બેઠક પૂર્ણ થઈ હતી. કેબિનેટ બેઠક (Delhi’s Cabinet Meeting) દિલ્હીના સચિવાલયમાં યોજાઈ હતી. જેમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. જેમાંથી સૌથી મહત્વપૂર્ણ આયુષ્માન ભારત યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત પેન્ડિંગ પડેલા CAG રિપોર્ટ્સ રજૂ કરવાની પણ મંજૂરી આપવામાં આવી હતી.

    કેબિનેટ બેઠકમાં મંજૂર થયેલ આયુષ્માન યોજના હેઠળ, દિલ્હીના પાત્ર નાગરિકો ₹10 લાખ સુધીની મફત સારવાર મેળવી શકશે. આ યોજનામાં દિલ્હી સરકાર વતી ₹5 લાખ અને કેન્દ્ર સરકાર વતી ₹5 લાખ એમ કુલ ₹10 લાખનું આરોગ્ય વીમા કવરેજ આપવામાં આવશે. આયુષ્માન કાર્ડ ધારકો દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના હેઠળ સૂચિબદ્ધ કોઈપણ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી શકશે. આ પગલું દિલ્હીના લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે છે. નોંધનીય છે કે આ યોજના અગાઉની AAP સરકારે અટકાવી દીધી હતી.

    CAG રિપોર્ટ્સ રજૂ કરવાની પરવાનગી

    આયુષ્માન યોજનાની મંજૂરી સાથે કેબિનેટે દિલ્હી વિધાનસભાના પહેલા સત્રમાં જ 14 CAG (કંટ્રોલર અને ઓડિટર જનરલ) રિપોર્ટ્સની રજૂઆતને પણ મંજૂરી આપી દીધી હતી. આ પગલાથી સરકારના કામકાજમાં પારદર્શિતા આવશે અને તમામ અહેવાલો વિધાનસભામાં યોગ્ય રીતે રજૂ કરવામાં આવશે. નોંધનીય છે કે CAGના 14 રિપોર્ટ્સ પેન્ડીંગમાં પડેલા છે, જેને રજૂ કરવાની મંજૂરી કેબિનેટ બેઠકમાં આપવામાં આવી હતી.

    - Advertisement -

    નોંધનીય છે કે AAP સરકાર દરમિયાન આ 14 CAG રિપોર્ટ્સ રજૂ કરવામાં આવ્યા નહોતા, જેને લઈને ભાજપ હાઇકોર્ટ પહોંચ્યું હતું. જે મામલે 13 જાન્યુઆરીએ કોર્ટે સુનાવણી કરતા કહ્યું હતું કે, “CAG રિપોર્ટ્સને ચર્ચા માટે તાત્કાલિક વિધાનસભા સમક્ષ રજૂ કરવા જોઈતા હતા. જે રજૂ ન કરવાની સરકારની વૃત્તિ તેના પર ‘શંકા’ ઉભી કરે છે.”

    ભાજપે આપેલા વચનો કરાશે પૂરા

    આ ઉપરાંત કેબિનેટ બેઠક દરમિયાન મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એમ પણ કહ્યું કે ભાજપે દિલ્હીના લોકોને આપેલા વચનો એક પછી એક પૂરા કરવામાં આવશે. બેઠકમાં મહિલા સન્માન યોજના અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી તથા નિર્ણય લેવાયો હતો કે સરકાર ટૂંક સમયમાં આ યોજના માટેના માપદંડો નક્કી કરશે. આ સાથે નોંધણી પ્રક્રિયા અંગે પણ નિર્ણય લેવામાં આવશે.

    રેખા ગુપ્તાએ બેઠકમાં લેવાયેલા નિર્ણયોને દિલ્હીના નાગરિકોના કલ્યાણ માટે મહત્વપૂર્ણ ગણાવ્યા અને કહ્યું કે ભાજપ સરકાર આ દિશામાં સતત કામ કરશે જેથી રાજધાનીમાં વધુ સારા સ્વાસ્થ્ય, સુરક્ષા અને વિકાસ તરફ સુધારા થઈ શકે.

    નોંધનીય છે કે 8 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપનો ભગવો લહેરાયા બાદ 20 ફેબ્રુઆરીએ નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા તથા તેમની કેબિનેટના મંત્રીઓ પ્રવેશ વર્મા, આશિષ સૂદ, પંકજ સિંઘ, રવીન્દ્ર ઇન્દ્રાજ, કપિલ મિશ્રા અને મનજિંદર સિંઘે શપથ ગ્રહણ કર્યા હતા. આ સમારોહમાં PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના કેન્દ્રીય નેતાઓ હાજર રહ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં