ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ચિત્રકૂટથી (Chitrakoot) એક ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. જે અંતર્ગત ચિત્રકૂટની એક મિશનરી સ્કુલમાં (Missionary School) ભણતા વિદ્યાર્થીએ શાળામાં જય શ્રીરામના (Jay Shree Ram) નારા લગાવ્યા હતા તેથી વિદ્યાર્થીને પરીક્ષા આપતો રોકવામાં આવ્યો હતો. બાદમાં પોલીસને જાણ થતાં વિદ્યાર્થીને પરીક્ષા આપવા બેસવા દીધો હતો જોકે, આ મામલે વિદ્યાર્થી સંગઠન ABVPને જાણ થતા ભારે વિરોધ થયો હતો. હવે આ વિવાદ ઘણો આગળ વધી ચુક્યો છે.
ચિત્રકૂટના ખુઠા ગામમાં સેન્ટ થોમસ માધ્યમિક શાળા આવેલી છે. જે ખ્રિસ્તી ધર્મના લોકો ચલાવી રહ્યા છે. અહીં હિંદુ વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધારે છે. શાળાના નિયમો અને કાયદાઓને લઈને એક નવો વિવાદ ઉભો થયો છે. જ્યારે એક વિદ્યાર્થીએ જય શ્રીરામના નારા લગાવ્યા ત્યારે તેને શાળામાં પ્રવેશતા અટકાવવામાં આવ્યો હતો. આ સમયે શાળામાં પરીક્ષાઓ ચાલી રહી હતી.
#चित्रकूट के कर्वी क्षेत्र स्थित संत थॉमस सीनियर सेकेंडरी स्कूल में एक विवाद हुआ, जब बच्चों को "जय श्री राम" बोलने के कारण परीक्षा में प्रवेश से मना कर दिया गया। बच्चों ने गेट पर खड़े एक व्यक्ति को "जय श्री राम" कहा, जिसे सुनकर फादर ने उन्हें प्रवेश करने से रोक दिया। जब बच्चों के… pic.twitter.com/7qHxocaiZH
— UttarPradesh.ORG News (@WeUttarPradesh) January 16, 2025
એવું કહેવામાં આવી રહ્યું છે કે 10માં ધોરણના વિદ્યાર્થી હર્ષ પાંડેએ તેના મિત્ર સાથે હાથ મિલાવતા જોરથી ‘જય શ્રીરામ’નો નારો લગાવ્યો હતો. જ્યારે 16 જાન્યુઆરીથી પ્રિલીમ પરીક્ષા ચાલુ થઇ ત્યારે શાળા સંચાલકોએ વિદ્યાર્થી અને તેના મિત્રોને પરીક્ષામાં બેસતા અટકાવ્યા અને વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવ્યા. જ્યારે વિદ્યાર્થીઓના વાલીએ 112 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી ત્યારે એક કલાક પછી વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દીધા હતા.
વાલીએ વિડીયો પોસ્ટ કરતા સામે આવ્યો મામલો
એક વિદ્યાર્થીના માતા-પિતાએ આ ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધા બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો. ત્યારે આ અંગે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો શાળામાં પહોંચ્યા અને જય શ્રી રામના નારા લગાવ્યા તથા સેન્ટ થોમસ શાળામાં વિદ્યાર્થી સાથે કરવામાં આવેલા વર્તન સામે વાંધો વ્યક્ત કર્યો હતો.
ABVPએ નોંધાવ્યો વિરોધ
આ મામલે ABVPના ઉત્તર પ્રદેશ પ્રાંત અધિકારી રોહિત તિવારીએ જણાવ્યું હતું કે, “આ શાળામાં મોટાભાગે હિંદુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમને જય શ્રીરામ બોલતા અટકાવવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો વિદ્યાર્થીઓ શિક્ષણ મંદિરમાંથી જય શ્રીરામ કે ભારત માતા કી જયના નારા નહીં લગાવે, તો તેનો વિકાસ કેવી રીતે થશે? તે રાષ્ટ્ર માટે કેવી રીતે વિચારશે? આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આ ઉપરાંત તેમણે હિંદુ માતાપિતાને અપીલ પણ કરી કે તેઓ તેમના બાળકોને એવી શાળાઓમાં ન મોકલે જ્યાં તેમના ધાર્મિક અધિકારોનું ઉલ્લંઘન થાય છે.”