Friday, September 20, 2024
More
    હોમપેજક્રાઈમછુપાઈને કોર્ટમાં સરેન્ડર કરવા જઈ રહેલા હાજી શહઝાદને પોલીસે વચ્ચેથી જ ઉઠાવી...

    છુપાઈને કોર્ટમાં સરેન્ડર કરવા જઈ રહેલા હાજી શહઝાદને પોલીસે વચ્ચેથી જ ઉઠાવી લીધો: આ કોંગ્રેસ નેતા જ હતો છતરપુર પોલીસ સ્ટેશન પર પથ્થરમારાનો માસ્ટરમાઈન્ડ

    બપોરના સમયે અચાનકથી મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ આવી અને એક વ્યક્તિને કારમાં બેસાડીને રવાના થઈ ગઈ. બાદમાં જાણ થઈ કે, જેને પોલીસ પકડીને ગઈ છે, તે હાજી શહઝાદ અલી હતો. પોલીસ તેને પકડીને જે કોટવાલી પોલીસ સ્ટેશન પર પથ્થરમારો થયો હતો, ત્યાં જ લઈને ગઈ છે.

    - Advertisement -

    મધ્ય પ્રદેશના છતરપુર સ્થિત કોતવાલી પોલીસ સ્ટેશન પર મુસ્લિમ ટોળાં દ્વારા થયેલા પથ્થરમારા મામલે હવે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. જાણવા મળી રહ્યું છે કે, પથ્થરમારા કેસના મુખ્ય આરોપી કોંગ્રેસ નેતા હાજી શહઝાદની ધરપકડ કરી લેવામાં આવી છે. હાજી ગુપ્ત રીતે કોર્ટમાં સરેન્ડર કરવા જઈ રહ્યો હતો. આ અંગેની જાણકારી પોલીસને મળી જતાં, આરોપીને વચ્ચેથી જ દબોચી લેવામાં આવ્યો હતો. ડિસ્ટ્રિક્ટ કોર્ટની બહાર જ પોલીસે તેને પકડી પાડ્યો હોવાનું કહેવાય રહ્યું છે. હાલ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ મુસ્લિમ ટોળાં દ્વારા પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ પણ થયા હતા.

    મંગળવારે (27 ઓગસ્ટ) બપોરે પોલીસે છતરપુર પોલીસ સ્ટેશન પથ્થરમારા મામલે ઘટના બાદથી જ ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપી કોંગ્રેસ નેતા હાજી શહઝાદની ધરપકડ કરી છે. છતરપુર SP અગમ જૈને શહઝાદને ફરાર જાહેર કરીને તેના પર ઈનામની ઘોષણા પણ કરી હતી. આ સાથે જ લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને હમણાં સુધીમાં 37 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમાંથી 36 આરોપીઓને જેલભેગા કરી દેવામાં આવ્યા છે. માહિતી અનુસાર, જિલ્લા કોંગ્રેસ કમિટીનો પૂર્વ ઉપાધ્યક્ષ હાજી શહઝાદ અલી 21 ઓગસ્ટના રોજ પથ્થરમારો કરતાં ટોળાંમાં જ્ઞાપન વહેંચવામાં સૌથી આગળ હતો.

    કોર્ટની બહાર પહેલાંથી જ તહેનાત હતી પોલીસ

    હાજી શહઝાદ મંગળવારે લગભગ 1 વાગ્યે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરેન્ડર કરવા માટે જઈ રહ્યો હતો. પોલીસતંત્રના ડરના કારણે તેણે કોર્ટમાં સરેન્ડર કરવાનો નિર્ણય લીધો હતો. પોલીસને આ વિશેની માહિતી પહેલાં જ મળી ચૂકી હતી. તેથી પોલીસે એક ટીમને સિવિલ ડ્રેસમાં કોર્ટની બહાર તહેનાત કરી દીધી હતી. બપોરના સમયે અચાનકથી મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ આવી અને એક વ્યક્તિને કારમાં બેસાડીને રવાના થઈ ગઈ. બાદમાં જાણ થઈ કે, જેને પોલીસ પકડીને ગઈ છે, તે હાજી શહઝાદ અલી હતો. પોલીસ તેને પકડીને જે કોતવાલી પોલીસ સ્ટેશન પર પથ્થરમારો થયો હતો, ત્યાં જ લઈને ગઈ છે.

    - Advertisement -

    જનસુનાવણી કરી રહેલા SP અગમ જૈનને હાજીની ધરપકડ વિશેની માહિતી મળતા તેઓ પણ તાત્કાલિક કોતવાલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. કોટવાલી પોલીસ સ્ટેશન પર હાલ ભારે સંખ્યામાં પોલીસ ફોર્સ તહેનાત કરી દેવામાં આવી છે. આ સાથે જ આરોપી હાજી શહઝાદ અલીની પૂછપરછ પણ ચાલી રહી છે. પૂછપરછ પૂર્ણ થયા બાદ હાજીનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવશે. તેને મંગળવારે જ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.

    શું હતી સમગ્ર ઘટના?

    સમગ્ર ઘટના મહારાષ્ટ્રના રામગિરિ મહારાજના નિવેદન મામલે શરૂ થઈ હતી. તેમણે મઝહબી પુસ્તકોના સંદર્ભ સાથે આપેલા નિવેદનને કટ્ટરપંથી મુસ્લિમોએ ‘ઈશનિંદા’ ગણાવી દીધું હતું. તેમના નિવેદનનો વિરોધ કરવા કોતવાલી પોલીસ સ્ટેશન પર લગભગ 300-400 મુસ્લિમોનું ટોળું પહોંચ્યું હતું. ઘટનાસ્થળ પર પહોંચેલા ટોળાએ પોલીસકર્મીઓ અને પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરી દીધો હતો. જે દરમિયાન HSO સહિત 3 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે પોલીસે 45 લોકો સામે નામજોગ ગુનો નોંધ્યો હતો.

    આ બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. પ્રશાસન પણ ત્વરિત એક્શનમાં આવ્યું હતું. ઘટના બાદ જ ઘણા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોતાના ફોન બંધ કરી દીધા હતા. મુખ્ય આરોપી હાજી શહઝાદ પણ ઘટના બાદથી ફરાર થઈ ગયો હતો. જ્યારે હવે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. આ પહેલાં કોંગ્રેસ નેતા હાજી શહઝાદની ₹10 કરોડની હવેલી અને લક્ઝુરિયસ ગાડીઓ પર પ્રશાસને બુલડોઝર કાર્યવાહી કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં