Friday, September 20, 2024
More
    હોમપેજદેશજેના એક ઇશારે કટ્ટરપંથીઓએ પોલીસ સ્ટેશન પર કરી દીધો હતો હુમલો...કોણ છે...

    જેના એક ઇશારે કટ્ટરપંથીઓએ પોલીસ સ્ટેશન પર કરી દીધો હતો હુમલો…કોણ છે એ કોંગ્રેસી નેતા હાજી શહજાદ અલી, જેના મહેલ જેવા મકાન પર ફર્યું બુલડોઝર

    હાજી શહજાદ અલી છતરપુર શહેરના રાણી તલૈયા નજીક નયા મહોલ્લાનો રહેવાસી છે. અહીં તેણે કરોડો રૂપિયાની વેલ્યુ ધરાવતું એક મહેલ જેવું ઘર બનાવ્યું હતું. શહજાદ મુસ્લિમ સમાજના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યો છે અને હાલ તે જિલ્લાનો કોંગ્રેસ પાર્ટીનો ઉપાધ્યક્ષ છે.

    - Advertisement -

    21 ઑગસ્ટે (બુધવાર) મધ્યપ્રદેશના છતરપુરમાં (Chhatarpur) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવેલા મુસ્લિમ ટોળાએ (Muslim Mob) ભારે તોફાન મચાવ્યું હતું. અહીં પોલીસ સ્ટેશનને ઘેરીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો હતો. આ દરમિયાન પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. આ હિંસામાં મુખ્ય આરોપી ગણવામાં આવતા કોંગ્રેસી નેતા મોહમ્મદ હાજી શહજાદ અલીના આલિશાન મહેલ જેવા બંગલા પર પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું છે. હાલ તેની અંદાજિત કિંમત ₹5 કરોડથી વધુની આંકવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે હાજી અલી જ કટ્ટરપંથી ઇસ્લામી ટોળાનું નેતૃત્વ કરી રહ્યો હતો.

    વાસ્તવમાં, છતરપુરની અંજુમન ઇસ્લામિયા સમિતિના સદર (પ્રમુખ) હાજી અલીની આગેવાની હેઠળ એક મુસ્લિમ ટોળું 21 ઓગસ્ટના રોજ સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. આ તમામ લોકો મહારાષ્ટ્રના અહમદનગરમાં મહંત રામગીરી મહારાજે તથાકથિત રીતે મોહમ્મદ પયગંબર (મુહમ્મદ) પરની ટિપ્પણીના વિરોધમાં એક આવેદનપત્ર આપવા ગયા હતા. કટ્ટરપંથી મુસ્લિમોનું આ ટોળુ મહંત રામગીરી સામે કાર્યવાહી કરી તાત્કાલિક ધરપકડની માંગ કરી રહ્યું હતું.

    એટલું જ નહીં, આ આવેદનપત્રમાં ગર્ભિત ધમકી પણ આપવામાં આવી હતી. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે જો મહંત રામગીરીની ધરપકડ કરવામાં નહીં આવે અને તેમની સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશમાં પણ શાંતિભંગ થવાની શક્યતા છે. આ દરમિયાન મોટી સંખ્યામાં મુસ્લિમ ટોળાંએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. થોડી જ વારમાં આ કટ્ટરપંથીઓના ટોળાએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને પોલીસ સ્ટેશન અને પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો.

    - Advertisement -

    ડીઆઈજી લલિત શાક્યાવર અનુસાર મઝહબી નેતાઓ સૈયદ હાજી અલી અને સૈયદ જાવેદ અલીના નેતૃત્વમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ દરમિયાન જ મુસ્લિમ ટોળાએ અચાનક પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ દરમિયાન પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. પથ્થરમારામાં પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અરવિંદ કુંજર, કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર કુમાર અને ASPના ગનમેન રાજેન્દ્ર ચઢાર ઘાયલ થયા હતા. જેમાંથી અરવિંદ કુંજરની સ્થિતિ ગંભીર હોવાથી તેમને ICUમાં રાખવામાં આવ્યા હતા. આ બાદ પોલીસે ટોળાંને શાંત પાડવા ટિયર ગેસ છોડવાની ફરજ પડી હતી. ઘટનાના વાયરલ વિડીયો અનુસાર આ ટોળું પોલીસ સ્ટેશન અને પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરી રહ્યું હતું.

    કોણ છે હાજી શહજાદ અલી?

    પ્રાપ્ત માહિતી અનુસાર હાજી શહજાદ અલી છતરપુર (Chhatarpur) શહેરના રાણી તલૈયા નજીક નયા મહોલ્લાનો રહેવાસી છે. અહીં તેણે કરોડો રૂપિયાની વેલ્યુ ધરાવતું એક મહેલ જેવું ઘર બનાવ્યું હતું. શહજાદ મુસ્લિમ સમાજનો પૂર્વ પ્રમુખ રહી ચૂક્યો છે અને હાલ તે જિલ્લાનો કોંગ્રેસ પાર્ટીનો ઉપાધ્યક્ષ છે. તેનું નામ આ પહેલાં પણ અનેકવાર પોલીસ ચોપડે ચડેલું છે, તેના વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે. શહજાદ પર આરોપ છે કે તેણે કોતવાલી પોલીસ સ્ટેશનમાં પ્રદર્શન કરી રહેલા ટોળાને ઉશ્કેર્યુ હતું. શહજાદની ઉશ્કેરણી બાદ જ કટ્ટરપંથી ભીડ બેકાબૂ થઇ અને ત્યારબાદ જ પથ્થરમારો શરૂ થઇ ગયો હતો.

    શહજાદ અલી છેલ્લાં ઘણાં વર્ષોથી કોંગ્રેસમાં કાર્યરત છે. શહજાદને કોંગ્રેસના પૂર્વ નેતા મુન્ના રાજા અને છતરપુર જિલ્લાના પૂર્વ સદર ધારાસભ્ય આલોક ચતુર્વેદીના નજીકનો વ્યક્તિ માનવામાં આવે છે. સ્થાનિક મુસ્લિમ સમુદાયમાં શહજાદ અલીની મજબૂત પકડ છે અને આ જ કારણ છે કે શાહજાદના ઈશારે પોલીસ સ્ટેશન પર પથ્થરમારાની આ ઘટના બની.

    છતરપુરમાં પોલીસ સ્ટેશનને ઘેરીને હુમલો કરવા બદલ હાલ પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં લગભગ 50 લોકો સામે એફઆઈઆર નોંધી છે. પોલીસે આ કેસમાં બીએનએસ હેઠળ 150થી વધુ અન્ય લોકો સામે પણ ગુનો નોંધ્યો છે. હાલ હાજી શહજાદ અલી ફરાર હોવાનું કહેવાય છે અને પોલીસનું કહેવું છે કે ખૂબ જ જલદીથી તેની ધરપકડ કરી લેવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં