Friday, September 20, 2024
More
    હોમપેજક્રાઈમછતરપુર પથ્થરમારાના મુખ્ય આરોપી હાજી શહઝાદ સહિતના લોકો પર ઈનામ જાહેર: તપાસ...

    છતરપુર પથ્થરમારાના મુખ્ય આરોપી હાજી શહઝાદ સહિતના લોકો પર ઈનામ જાહેર: તપાસ દરમિયાન કોંગ્રેસ નેતા નાઝીમ ચૌધરીના ઘરેથી મળ્યા ગેરકાયદે હથિયાર

    ઘટના બાદથી જ ફરાર થઈ ચૂકેલા આરોપીઓને પકડવા માટે પોલીસે 10 ટીમો બનાવી છે. ઘટના બાદ પોલીસે 36 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે પકડાયેલા આરોપીઓને રિમાન્ડ પર પણ લીધા હતા. આ બાદ તપાસ દરમિયાન કોંગ્રેસ નેતા નાઝીમ ચૌધરીના ઘરેથી ગેરકાયદે રાખેલી બે તલવારો પણ મળી આવી છે.

    - Advertisement -

    તાજેતરમાં જ મધ્ય પ્રદેશના છતરપુરમાં પોલીસ સ્ટેશન પર મુસ્લિમ ટોળાએ હુમલો કરી દીધો હતો. જે મામલે પોલીસ કાર્યવાહી કરી રહી છે. પ્રદર્શનના નામે મુસ્લિમ ટોળાએ કોટવાલી પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરી દીધો હતો. જેમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ પણ થયા હતા. પોલીસે પથ્થરમારાના કેસમાં અત્યાર સુધીમાં કુલ 36 લોકોની ધરપકડ કરી છે. પોલીસે મુખ્ય આરોપી હાજી શહઝાદ અલી સહિત અન્ય ઘણા ફરાર આરોપીઓ માટે ઈનામની પણ જાહેરાત કરી છે.

    મધ્ય પ્રદેશના છતરપુરમાં 21 ઓગસ્ટે મુસ્લિમ ટોળાએ પોલીસ પર કરેલ પથ્થરમારાના કેસમાં કાર્યવાહી શરૂ છે. આ ઘટના બન્યા બાદથી જ ઘણા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસે ફરાર આરોપીઓ પર ઈનામની જાહેરાત કરી હતી. પોલીસે મુખ્ય આરોપી હાજી શહઝાદ અલી અને અન્ય ફરાર આરોપીઓ પર ₹10,000નું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે, ઘટના બાદથી જ ફરાર થઈ ચૂકેલા આરોપીઓને પકડવા માટે પોલીસે 10 ટીમો બનાવી છે. ઘટના બાદ પોલીસે 36 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે પકડાયેલા આરોપીઓને રિમાન્ડ પર પણ લીધા હતા. આ બાદ તપાસ દરમિયાન કોંગ્રેસ નેતા નાઝીમ ચૌધરીના ઘરેથી ગેરકાયદે રાખેલી બે તલવારો પણ મળી આવી છે. આ સિવાય મૌલાના ઈરફાન ચિશ્તી પાસેથી ઈલેક્ટ્રોનિક સામગ્રી મળી આવી છે. નોંધવા જેવુ છે કે, મૌલાના ઈરફાનની તાજેતરમાં જ ધરપકડ થઈ હતી. તેના એક એક વિડીયોના કારણે જ કટ્ટરપંથી ટોળાંએ પોલીસ પર હુમલો કરી દીધો હતો.

    - Advertisement -

    પ્રદર્શનના નામે એકઠા થયા હતા મુસ્લિમ ટોળાં

    આ મામલે પોલીસે 36ની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી હાજી શહઝાદ અલી ફરાર છે. જોકે, સરકાર તેના મહેલ જેવા મકાન પર બુલડોઝર કાર્યવાહી કરી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, મૌલાના ઈરફાન ચિશ્તીએ 19 ઓગસ્ટે વિડીયોના માધ્યમથી લોકોને આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં સામેલ થવા ઉશ્કેર્યા હતા. તેણે મહંત રામગિરિ મહારાજ વિષે પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. બાદમાં પોલીસે રિમાન્ડ પર લેતા મીડિયા સામે માફી પણ માંગી હતી.

    સમગ્ર ઘટના રામગિરિ મહારાજના નિવેદન મામલે શરૂ થઈ હતી. તેમના નિવેદનનો વિરોધ કરવા કોટવાલી પોલીસ સ્ટેશન પર લગભગ 300-400 મુસ્લિમોનું ટોળું પહોંચ્યું હતું. પહોંચેલા ટોળાએ પોલીસકર્મીઓ અને પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરી દીધો હતો. જે દરમિયાન HSO સહિત 3 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે પોલીસે 45 લોકો સામે નામજોગ ગુનો નોંધ્યો હતો.

    આ બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. પ્રશાસન પણ ત્વરિત એક્શનમાં આવ્યું હતું. ઘટના બાદ જ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોતાના ફોન બંધ કરી દીધા હતા. મુખ્ય આરોપી હાજી શહઝાદ અલી હજુ પણ ફરાર છે. પોલીસને શંકા છે કે, તે દેશ છોડવાનો પ્રયત્ન કરી શકે છે, તેથી આ મામલે પોલીસ ચેકિંગ કરી રહી છે. તેની 10 કરોડની હવેલી અને લક્ઝુરિયસ ગાડીઓ પર પ્રશાસને બુલડોઝર કાર્યવાહી કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં