Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદાઝ્યાને ડામ: સતત ધમકીઓ બાદ નવીન જિંદાલે પલાયન કર્યું, કટ્ટરપંથીઓની ધમકી "ગૌમૂત્ર...

    દાઝ્યાને ડામ: સતત ધમકીઓ બાદ નવીન જિંદાલે પલાયન કર્યું, કટ્ટરપંથીઓની ધમકી “ગૌમૂત્ર પીનાર, તારું માથું કાપી નાખશું”

    "હરામ#$%, કુતરાના પીલ્લા, ગૌમૂત્ર પીનારા, મદર#@#@$, તને શોધવા માટે હું મારા તમામ સંસાધનો કામે વળગાળી દઈશ, અને તને અને તારા પરિવારને ગોતીને કૂતરાની મોતે મારીશ, અને જો મારા મારવાના પહેલાજ તું મરી ગયો તો હું તારા ખાનદાનને મારીશ" જેવી ધમકીઑ

    - Advertisement -

    નવીન જિંદાલે પલાયન કર્યું છે. પાર્ટીના દિલ્હી રાજ્ય પ્રવક્તા, જેમને પયગંબર મુહમ્મદ પર ટિપ્પણી કરવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તે નવીન જિંદાલને ઇસ્લામિક ઉગ્રવાદીઓ દ્વારા સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. મોબાઈલ નંબર ‘+91 89861333931’ પરથી ફોન કોલનો સ્ક્રીનશોટ પોસ્ટ કરીને તેમણે લખ્યું કે તેમને અને તેના પરિવારના સભ્યોને હત્યાની ધમકી આપવામાં આવી છે. તેણે આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી છે. આ ધમકીઓને કારણે નવીન જિંદાલ અને તેના પરિવારને દિલ્હી છોડવાની ફરજ પડી છે. અંતે નવીન જિંદાલે પલાયન કર્હ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.

    તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો તેમને ફોલો કરી રહ્યા હતા અને તેની રેકી પણ થઈ છે. તેમણે ટ્વિટર પર દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના, પૂર્વ દિલ્હીના ડીસીપી અને દિલ્હીના કમિશનરને ટૅગ કરીને ટ્વિટર પર કાર્યવાહીની માંગ કરી હતી. જોકે, આ પહેલીવાર નથી જ્યારે તેમને ધમકી મળી હોય. તેમને છેલ્લા ઘણા દિવસોથી આવી ધમકીઓ મળી રહી છે. તેને શનિવારે (11 જૂન, 2022) સવારે 11:38 વાગ્યે નવો ધમકીભર્યો ફોન પણ આવ્યો હતો. તેમણે કહ્યું કે તેમનું શિરચ્છેદ કરવા માટે ઈનામ પણ રાખવામાં આવ્યું છે.

    નવીન જિન્દાલે ટ્વીટ કરીને લોકોને વિનંતી કરી હતી કે, “મારી દરેકને ફરીથી નમ્ર વિનંતી છે કે મારા અને મારા પરિવારના સભ્યો વિશે કોઈપણ પ્રકારની માહિતી કોઈની સાથે શેર ન કરો. મારી વિનંતી છતાં ઘણા લોકો સોશિયલ મીડિયા પર મારા રહેઠાણનું સરનામું પોસ્ટ કરી રહ્યા છે. મારા પરિવારના જીવને ઇસ્લામિક કટ્ટરપંથીઓથી ખતરો છે.” આ સિવાય તેણે સોશિયલ મીડિયા પર મેસેજ દ્વારા મળતી ધમકીઓના સ્ક્રીનશોટ પણ શેર કર્યા હતા.

    - Advertisement -

    તે જોઈ શકાય છે કે ખાલીદ એમજે નામના યુઝરે લખ્યું છે કે, “તને એક અઠવાડિયાની અંદર મારી નાખવામાં આવશે. તૈયાર રહો.” શહાદત હુસૈન નામના વ્યક્તિએ તેમને લખ્યું, “તમારી હત્યા કરવામાં આવશે. બસ ઘરની બહાર નીકળ. હું તને ગોળી મારી દઈશ.” ઉર્દૂ નામ વાળા અન્ય એક વ્યક્તિએ તેમને ધમકી આપી હતી કે, “અરે ઓ ગાય પૂજક, અમે ટૂંક સમયમાં તારા અને તારા બાળકોના માથા કાપી નાખીશું.” અન્ય યુઝરે તેને ધમકી પણ આપી હતી.

    ખુર્રમે લખ્યું હતું કે, “હરામ#$%, કુતરાના પીલ્લા, ગૌમૂત્ર પીનારા, મદર#@#@$, તને શોધવા માટે હું મારા તમામ સંસાધનો કામે વળગાળી દઈશ, અને તને અને તારા પરિવારને ગોતીને કૂતરાની મોતે મારીશ, અને જો મારા મારવાના પહેલાજ તું મરી ગયો તો હું તારા ખાનદાનને મારીશ, હું મારા બાળકો અને પૌત્રોને તારા પરિજનોનું લીસ્ટ આપીશ જેથી તેઓ તારી આવનારી પેઢીને મારી નાંખે” આ ઉપરાંત અન્ય ઘણાં કટ્ટરવાદી મુસલમાન યુઝર્સ તેમને ગાળો આપતા અને જાનથી મારવાની ધમકી આપતા જોવા મળ્યા હતાં. આવી ધમકીઑ બાદ નવીન જિંદાલે પલાયન કર્યું

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં