અમદાવાદના (Ahmedabad) દાણીલીમડા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના નેતા રાજુ વાઘેલાના પરિવાર પર ઘરમાં ઘૂસીને હુમલો (Attack) કરવામાં આવ્યો હોવાની ફરિયાદ થઈ છે. આરોપ બહેરામપુરાના કોંગ્રેસ કોર્પોરેટર રફીક શેખના સંબંધીઓ અને અન્ય મુસ્લિમોના ટોળા પર છે.
વધુ વિગતો અનુસાર, આરોપીઓએ ભાજપના દલિત આગેવાન રાજુ વાઘેલાના ઘરમાં ઘૂસી જઈને પત્ની અને દીકરી પર જીવલેણ હુમલો કરી દીધો હતો અને વાઘેલાના લમણે રિવોલ્વર મૂકી દેવામાં આવી હતી. એટલું જ નહીં, તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનો આરોપ છે.
BREAKING | અમદાવાદ
— ઑપઇન્ડિયા (@OpIndia_G) January 7, 2025
બહેરામપુરાના કોંગ્રેસ કોર્પોરેટર રફીક શેખના (શેઠજી) સગાઓએ મુસ્લિમ ટોળા સાથે દાણીલીમડાના ભાજપના દલિત આગેવાન રાજુ વાઘેલાના (રાજુ જોકર) પત્ની અને દીકરી પર ઘરમાં ઘૂસીને જીવલેણ હુમલો કર્યો….
વાઘેલાના લમણે રિવોલ્વર મુકાઈ….
પોલીસ તેમના ખિસ્સામાં હોવાની વાત કરીને… pic.twitter.com/qcqHbzaAVy
ફરિયાદ છે કે, આરોપીઓએ પોલીસ તેમના ખિસ્સામાં હોવાની વાત કહીને વાઘેલા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ મામલે સ્થાનિકોને જાણ થતાં મોટી સંખ્યામાં લોકો દાણીલીમડા પોલીસ મથકે પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. સ્થાનિકોની માંગ છે કે દલિત દીકરી પર આ રીતે હાથ ઉપાડનાર આરોપીઓને તુરંત પોલીસ સમક્ષ હાજર કરવામાં આવે અને તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરીને સરઘસ કાઢવામાં આવે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, દાણીલીમડા પોલીસ આ મામલે હાલ ફરિયાદ લખીને ગુનો નોંધવાની કામગીરી કરી રહી છે. વધુ માહિતી મેળવવા માટે પોલીસ મથકનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ સ્થાપિત થઈ શક્યો ન હતો. પ્રત્યુત્તર મળવાના કિસ્સામાં રિપોર્ટ અપડેટ કરી દેવામાં આવશે.
‘કોર્પોરેટર કાયદાથી ઉપર નથી, દલિત દીકરી પર હાથ ઉપાડનારનું સરઘસ કાઢો’
પોલીસ મથકે પહોંચેલી અમુક મહિલાઓએ ઑપઇન્ડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, તેઓ 2 કલાકથી પોલીસ મથકે ન્યાયની માંગ કરી રહ્યાં છે, પરંતુ હજુ સુધી આરોપીઓને હાજર કરવામાં આવ્યા નથી. તેમણે એમ પણ પ્રશ્ન કર્યો કે આરોપીઓ કોર્પોરેટરના સગા છે તેથી શું કાયદાથી ઉપર થઈ ગયા? તેમણે કહ્યું કે, જે નરાધમોએ દલિત સમાજની દીકરીઓ પર હાથ ઉપાડ્યો છે તેમનું સરઘસ નીકળવું જોઈએ.