Tuesday, April 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટRSSના કાર્યક્રમમાં ભાગ લેવા બદલ ભાજપ નેતા જમાલ સિદ્દીકીને ‘સર તન સે...

    RSSના કાર્યક્રમમાં ભાગ લેવા બદલ ભાજપ નેતા જમાલ સિદ્દીકીને ‘સર તન સે જુદા’ની ધમકી, પત્રમાં ‘ઇસ્લામને બદનામ કરનાર શખ્સ’ ગણાવ્યા: તપાસ શરૂ

    ધમકીભર્યા પત્ર સાથે જમાલ સિદ્દીકીએ આરએસએસના કાર્યક્રમમાં હાજરી આપી હતી ત્યારની બે તસ્વીરો પણ જોડવામાં આવી હતી.

    - Advertisement -

    ભાજપના લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકીને ‘સર તન સે જુદા’ની ધમકી આપવામાં આવી છે. થોડા દિવસ પહેલાં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જેને લઈને ઇસ્લામી કટ્ટરપંથીઓએ તેમને ધમકીભર્યો પત્ર મોકલ્યો હતો, જેમાં લખ્યું હતું કે, ‘રસૂલ એ પાક કી શાન મેં સર તન સે જુદા.’

    અહેવાલ અનુસાર, આ પત્ર સાથે જમાલ સિદ્દીકીએ આરએસએસના કાર્યક્રમમાં હાજરી આપી હતી ત્યારની બે તસ્વીરો પણ જોડવામાં આવી હતી. આ મામલે ભાજપ નેતાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. 

    વાસ્તવમાં જમાલ સિદ્દીકી નાગપુરના ચક્રપાણી નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુરુ દક્ષિણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જેને લઈને તેમને ધમકી આપવામાં આવી છે. પત્રમાં તેમને આરએસએસના દલાલ કહેવામાં આવ્યા છે અને ઇસ્લામને બદનામ કરનાર શખ્સ પણ ગણાવવામાં આવ્યા છે. પત્રમાં આગળ લખવામાં આવ્યું કે, આવા લોકો માટે એક જ સજા છે, અને એ છે ‘સર તન સે જુદા.’ ત્યારબાદ તેમને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હતી. 

    - Advertisement -

    આ ધમકીભર્યો પત્ર સિદ્દીકીને તેમના નાગપુર સ્થિત કાર્યાલય પર મળ્યો હતો. પત્ર મળ્યા બાદ તેમણે આ મામલે સ્થાનિક સક્કરધરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ, તેમણે કહ્યું છે કે, તેઓ ડરવાના નથી અને ભાજપ, દેશ અને સમાજના હિતમાં કામ કરવાનું ચાલુ રાખશે. તેમજ નાગપુર પોલીસ કમિશનરનો પણ પોતે સંપર્ક કરશે તેમ તેમણે જણાવ્યું હતું.

    પોલીસે આ મામલે ફરિયાદ લઇ ભાજપ નેતાને ધમકી આપનાર અજાણ્યા ઈસમ સામે આઇપીસીની કલમ 507 હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ, જમાલ સિદ્દીકીને ધમકી મળતાં તેમની સુરક્ષા વધારવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે.

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં અલવરમાં ભાજપ નેતા ચારુલ અગ્રવાલને પણ ગત મહીને ‘સર તન સે જુદા’ની ધમકી આપવામાં આવી હતી. ચારુલે જણાવ્યું હતું કે, તેમના ઘરની બહારથી એક પત્ર મળ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું, ‘ચારુલ અગ્રવાલ, અમારા મઝહબને લઈને કોઈ પોસ્ટ કરશે તો તારી પણ એ જ હાલત થશે જે ઉદયપુરવાળાની થઇ હતી. જ્ઞાનવાપી અમારી છે અને રહેશે.’ આ ઉપરાંત, પત્રમાં 25 સપ્ટેમ્બર સુધી તેમની હત્યા કરવાની પણ વાત કહેવામાં આવી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં