Friday, May 24, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટકટ્ટરપંથી મુસ્લિમ ભીડ દ્વારા માર્યો ગયો હતો અંકિત, લકવાગ્રસ્ત પિતાએ પીડા વ્યક્ત...

  કટ્ટરપંથી મુસ્લિમ ભીડ દ્વારા માર્યો ગયો હતો અંકિત, લકવાગ્રસ્ત પિતાએ પીડા વ્યક્ત કરતાં કહ્યું- અંકિત સહારો હતો, જીવનની જવાબદારી લે સરકાર

  પીડિત પરિવાર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહેલા હિન્દુ સંગઠનોનો આરોપ છે કે તેમને મૃતકના ઘરે જવાની મંજૂરી આપવામાં આવી રહી નથી.

  - Advertisement -

  શુક્રવારે સાંજે બિહારના ગોપાલગંજના બસડીલા ગામમાં કટ્ટરપંથી મુસ્લિમ ટોળાએ અંકિત નામના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. આ હુમલામાં હરિઓમ નામનો અન્ય એક યુવક પણ ઘાયલ થયો હતો, જેની ગોરખપુરમાં સારવાર ચાલી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ 9 લોકોની ધરપકડની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે અન્ય 3 આરોપીઓએ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. તો બીજી તરફ ગોપાલગંજના મૃતક અંકિતના પિતાએ તેમના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે. પીડિત પરિવાર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહેલા હિન્દુ સંગઠનોનો આરોપ છે કે તેમને મૃતકના ઘરે જવાની મંજૂરી આપવામાં આવી રહી નથી.

  બિહાર પોલીસે અંકિતની હત્યાના કેસમાં અત્યાર સુધીમાં નવ ધરપકડની પુષ્ટિ કરી છે. આરોપીઓની ઓળખ મુરી મિયાં, મુન્ના મિયાં, તારમુની ખાતૂન, અકબરી ખાતૂન, અફરોઝ આલમ, ફિરોઝ આલમ, આદિલ, સોનુ મિયાં અને એક સગીર છોકરી આયેશા ખાતૂન (નામ બદલ્યું છે) તરીકે થઈ છે. આ કેસમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે. પણ તે છતાં ગોપાલગંજના મૃતક અંકિતના પિતાએ સરકાર પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો છે.

  પોલીસના જણાવ્યા અનુસાર અન્ય ત્રણ આરોપીઓએ ડરથી કોર્ટમાં સરેન્ડર કર્યું છે. તેમના નામ શહાદત મિયાં, શમશેર મિયાં અને સુભાન અહેમદ છે. શહાદત અને શમશેર ભાઈઓ છે, જેમના પિતાનું નામ ટેમ્પુ છે. આ કેસમાં 4 આરોપીઓ હજુ ફરાર છે, તેમની ધરપકડ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

  - Advertisement -
  પોલીસે જરી કરેલી પ્રેસનોટ

  અંકિતના પિતા કાર્યવાહીથી અસંતુષ્ટ

  ઑપઈન્ડિયાએ મૃતક અંકિતના પિતા મોહનજી સાથે વાત કરી હતી. ગોપાલગંજના મૃતક અંકિતના પિતાએ અમને જણાવ્યું હતું કે તેમનો પુત્ર હવે પાછો નથી આવવાનો, તેથી કોઈ પણ કાર્યવાહીથી સંતુષ્ટ થવાનો કોઈ સવાલ જ ઉભો નથી થતો. મોહનના કહેવા મુજબ, જો કોઈ તેને સંતુષ્ટ કરવા માગતું હોય તો તે તેના દીકરાને પાછો આપી દે.

  મોહન કુશવાહાએ પોતાને બીમાર અને અંકિત જ ઘરખર્ચ ચલાવતો હોવાનું ગણાવતાં કહ્યું હતું કે ભવિષ્યમાં તે અને તેમનો પરિવાર કેવી રીતે જીવી શકશે તે કોઇ નથી જાણતું. તેમણે કહ્યું કે, અત્યાર સુધી બિહાર સરકાર દ્વારા તેમને અધિકારીઓના આશ્વાસન સિવાય કોઈ આર્થિક મદદ કરવામાં આવી નથી, જ્યારે હવે તેમનું જીવન ચલાવવું એ બિહાર સરકારની ફરજ છે.

  અંકિતના પિતા લકવા ગ્રસ્ત, છીનવાઈ ગયો સહારો

  અંકિતના પિતા મોહને અમને વધુમાં જણાવ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે તેમના પુત્રની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે જેથી અંકિતની યાદ જીવિત રહે અને તેનો પરિવાર તેની પૂજા કરતો રહે. મોહનને તેના પરિવાર પર વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલી કોઈ પણ એફઆઈઆર અથવા કાનૂની કાર્યવાહીની જાણ નથી. તેમણે કહ્યું કે હાલમાં તેમને આ અંગે કોઈ નોટિસ કે સરકારી કાગળ મળ્યો નથી.

  વાતચીત દરમિયાન તેમણે અમને સવાલના સૂરમાં પૂછ્યું કે જો પ્રશાસન તેમની સામે કોઇ કાર્યવાહી કરી શકે તો શું તે તેમને સવાલ પણ ના પૂછી શકે? અંકિતના પિતાએ પોતાની ઓળખ ખેડૂત તરીકે આપી હતી અને કહ્યું હતું કે, પોલીસ કેસ દાખલ કરશે કે પોતાનો જીવ ગુમાવશે તેનાથી તેમને હવે ડર નથી. એક ગામવાસીના જણાવ્યા પ્રમાણે અંકિતના પિતાને પેરાલિસિસની બીમારી છે, જેના કારણે અંકિત તેમનો આર્થિક સહારો બનતો હતો.

  હિંદુઓના દરેક ધાર્મિક કાર્યક્રમમાં વિવાદ

  ઑપઈન્ડિયાએ આ જ ગામના અંકિતના પાડોશી અને લોક જનશક્તિ પાર્ટીના જિલ્લા અધ્યક્ષ ઉપેન્દ્ર કુમાર સાથે વાત કરી હતી. ઉપેન્દ્રએ અમને જણાવ્યું હતું કે જ્યારે પણ તેમના વિસ્તારમાં હિંદુઓનો ધાર્મિક તહેવાર હોય છે, ત્યારે વિવાદ વધી જાય છે, પરંતુ આ પ્રકારની ઘૃણાસ્પદ ઘટના પહેલીવાર બની છે.

  ઉપેન્દ્રના જણાવ્યા મુજબ આ ગામમાં હજુ પણ પોલીસની પહેરેદારી છે. ઉપેન્દ્રએ કહ્યું કે, અત્યાર સુધી બિહાર સરકાર તરફથી માત્ર સહાનુભૂતિ અને આશ્વાસન જ મળ્યું છે, જ્યારે પીડિત પરિવાર પોતાની પાસેથી આર્થિક મદદની આશા રાખી રહ્યો છે.

  ગામમાં મુસ્લિમ વસ્તી 25%

  ઉપેન્દ્રએ અમને જણાવ્યું હતું કે, તેમના ગામમાં મુસ્લિમ વસ્તી 25% છે, જેઓ તેમના ધાર્મિક કાર્યક્રમો કોઈ જાતના ડર કે ઘર્ષણ વગર કરતા રહે છે. અંકિતને એક જ ભાઈ બચ્યો છે, જેનું નામ રમણ છે. અમને કહેવામાં આવ્યું હતું કે અંકિતે ખૂબ જ નાની ઉંમરે તેના ઘરના ખર્ચની સંભાળ લીધી હતી અને હવે તેનો પરિવાર તમામ આશાઓ છોડી રહ્યો છે. હુમલાખોરોને ઉન્મત્ત અને ગુનેગાર ગણાવતા ઉપેન્દ્રએ અમને જણાવ્યું હતું કે તેમના વિસ્તારના લોકોનો એક ચોક્કસ વર્ગ લૂંટ અને ચોરી જેવા ગુનાઓમાં સંડોવાયેલો છે.

  હુમલામાં ઘાયલ હરિ ઓમને હોસ્પિટલમાંથી રજા આપાઈ

  અંકિતના ગામના રહેવાસી ઉપેન્દ્રએ જણાવ્યા અનુસાર, હુમલામાં ઘાયલ થયેલો હરિ ઓમ હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યો છે અને તેની હાલત સ્થિર છે. તેમણે કહ્યું હતું કે હરિ ઓમને ગોરખપુરની એક હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. હરિઓમના પરિવારને ખૂબ જ ડરેલો અને પરેશાન ગણાવતા ઉપેન્દ્રએ કહ્યું કે તેઓ અત્યારે કોઈની સાથે વાત કરી શકે તેવી સ્થિતિમાં નથી. હરિઓમની હાલત હાલ સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં