તાજેતરમાં ગુજરાત સરકારે ગેરકાયદેસર બાંધકામો અને સરકારી જમીન પર થયેલાં દબાણો વિરુદ્ધ ઉપાડેલી ઝુંબેશના ભાગરૂપે સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ અને હિંદુઓના પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન ડ્રાઇવ ચલાવી હતી. આ ડ્રાઇવ દરમિયાન સેંકડોની સંખ્યામાં ગેરકાયદેસર બાંધકામો ધ્વસ્ત કરી દેવામાં આવ્યાં અને કરોડોની કિંમતની સરકારી જમીન ખાલી કરી દેવામાં આવી. આ કાર્યવાહી વિશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આંકડાઓ સાથે માહિતી આપી છે.
ગૃહ રાજ્યમંત્રીએ લખ્યું, “બેટ દ્વારકામાં ગુજરાત સરકારે મોટા પાયે ગેરકાયદેસર અતિક્રમણ દૂર કર્યું છે, જેનાથી નાગરિક સુવિધાઓ માટે જે જમીન હતી તેને દબાણોથી મુક્ત કરવામાં આવી છે.” ત્યારબાદ તેમણે આંકડાકીય માહિતી આપી.
Bet Dwarka!
— Harsh Sanghavi (@sanghaviharsh) January 16, 2025
The Govt of Gujarat has cleared massive illegal encroachments, freeing up land reserved for citizen facilities.
Here are the details:
– Residential: 314 encroachments removed
– Commercial: 9 encroachments removed
– Religious: 12 encroachments removed
– Total:… pic.twitter.com/RkicyNCRHt
હર્ષ સંઘવી અનુસાર, સરકારે કુલ 314 રહેણાંક બાંધકામો, 9 કમર્શિયલ બાંધકામો અને 12 ધાર્મિક-મજહબી બાંધકામો મળીને 335 બાંધકામો ધ્વસ્ત કરી દીધાં છે. જેનાથી કુલ 1,00,642 સ્ક્વેર મીટર (61 વીઘાં) વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો. આ જમીન સરકારની માલિકીની હતી, જેની ઉપર દબાણો કરવામાં આવ્યાં હતાં. જેની કિંમત ₹53,04,25,500 થાય છે.
ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર હવે આ ખાલી કરવામાં આવેલી જમીન પર નાગરિકો માટે સુખ-સુવિધાઓ ઊભી કરશે.
11 જાન્યુઆરીથી થઇ રહી હતી બુલડોઝર કાર્યવાહી
નોંધનીય છે કે દેવભૂમિ દ્વારકામાં ગત 11 જાન્યુઆરીથી મેગા ડિમોલિશનની કામગીરી ચાલી રહી હતી. દરિયાકાંઠાના વિસ્તારોમાં સેંકડો એકર સરકારી જમીન દબાવીને તાણી બાંધવામાં આવેલાં મકાનો અને અન્ય ધાર્મિક-મજહબી અને કમર્શિયલ બાંધકામોને એક છેડેથી દૂર કરવામાં આવ્યાં હતાં. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પૂરતી સુરક્ષા વચ્ચે આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દ્વારકા, બેટદ્વારકા, ઓખા અને ઓખામંડળના દરિયાઈ વિસ્તારમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ઓખામાં હઝરત પંજપીરની દરગાહ ગુજરાત મેરીટાઇમ બોર્ડની (GMB) જમીન પર ગેરકાયદે તાણી બંધાઈ હતી. જે બુલડોઝર કાર્યવાહી દ્વારા દૂર કરવામાં આવી હતી.