Wednesday, April 24, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટસમ્રાટ અશોકનાં ધર્મ સ્તંભ થી ધર્મને અલગ કરવાનો કકળાટ, લાઉડ સ્પીકર અને...

  સમ્રાટ અશોકનાં ધર્મ સ્તંભ થી ધર્મને અલગ કરવાનો કકળાટ, લાઉડ સ્પીકર અને જાહેર રસ્તા રોકીને પઢાતી નમાઝ પર મૂંગા રહેતા લિબરલ્સને પૂજાથી પેટમાં દુખ્યું

  AAP નેતા સંજય સિંહથી લઈને સમાજવાદી પાર્ટીના આઈપી સિંહ સુધી બધાએ રાષ્ટ્રીય ચિહ્નનું અપમાન કર્યું.

  - Advertisement -

  સમ્રાટ અશોકનાં ધર્મ સ્તંભ થી ધર્મને અલગ કરવાનો કકળાટ વધી રહ્યો છે, દિલ્હીમાં સંસદ ભવનની નવી ઇમારત બની રહી છે. જેની ટોચ પર 6.5 મીટર ઉંચો અને 9500 કિલો વજનનો અશોક સ્તંભ સ્થાપિત કરવામાં આવ્યો છે. જે આપણા દેશનું “રાષ્ટ્રીય ચિહ્ન” પણ છે. સારનાથમાં સમ્રાટ અશોક દ્વારા જે સ્તંભ ઊભો કરવામાં આવ્યો હતો, આ સન્માનિત પ્રતીક ત્યાંથીજ લેવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જયારે સમ્રાટ અશોકનાં ધર્મ સ્તંભ સ્થળ પર વિધિવત પૂજા કર્યા બાદ તેનું અનાવરણ કર્યું ત્યારે લિબરલોને ઘણી તકલીફ થઇ. જોકે પૂજાની જગ્યાએ નમાઝ પઢવામાં આવી હોત તો કદાચ તેઓ ખુશીથી જુમી ઉઠયા હોત.

  26 જાન્યુઆરી 1950 ના રોજ, આપણા બંધારણ નિર્માતાઓએ તેને આપણા રાષ્ટ્રીય ચિહ્ન તરીકે માન્યતા આપી. તેની નીચે દેવનાગરી લિપિમાં ‘સત્યમેવ જયતે’ પણ લખેલું છે, જેનો અર્થ થાય છે – હંમેશા સત્યની જ જીત થાય છે. આવા મહાન સનાતની અને રાષ્ટ્રીય ચિન્હને લઈને પણ કેટલાક લોકોને તકલીફો થઇ રહી છે.

  AIMIMના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી, જે પીએમ મોદી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પૂજા કરતા જોઈને ઉકળી ઉઠયા. તેમણે કહ્યું કે બંધારણ સંસદ, સરકાર અને ન્યાયતંત્રની સત્તાઓનું વિભાજન કરે છે, તેથી સરકારના વડા તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી સંસદ ભવનની ટોચ પર રાષ્ટ્રીય ચિહ્નનું અનાવરણ ન કરવું જોઈએ. તેમણે દાવો કર્યો કે લોકસભાના સ્પીકર લોકસભાનું પ્રતિનિધિત્વ કરે છે, તેઓ સરકાર હેઠળ નથી, એટલુજ નહિ તેમને વડાપ્રધાન મોદી ઉપર સંવિધાનિક માન્યતાઓની અવગણનાનો આરોપ પણ લગાવ્યો.

  - Advertisement -

  ઓવૈસીના નિવેદનના જવાબમાં પ્રોપગેંડા પોર્ટલ ‘ધ વાયર’ના સ્થાપક સંપાદક સિદ્ધાર્થ વરદરાજને પણ પોતાનું ડહાપણ ઉમેર્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઘરે નમાજ પૂજા કરવી જોઈએ અને જો તેઓ ખુલ્લામાં પૂજા કરવા માંગતા હોય તો તે સત્તાવાર કાર્યક્રમ ન હોવો જોઈએ. ભારતીય સંઘનો કોઈ આધિકારિક કાર્યક્રમ ન હોવો જોઈએ” તેણે તેમને “વારંવાર આવા અપરાધ કરનાર” કહ્યા અને કહ્યું કે આ સ્પષ્ટપણે ખોટું છે.

  ડાબેરી પક્ષોને આ પૂજાથી સમસ્યા ન હોય તે શક્ય છે ખરું? CPI(M) એ તરત જ એક નિવેદન જાહેર કર્યું હતું કે ‘ધાર્મિક કાર્યક્રમો’ને રાષ્ટ્રીય ચિહ્નના અનાવરણ સાથે જોડવી જોઈએ નહીં. પાર્ટીએ દાવો કર્યો હતો કે આ કોઈ ચોક્કસ ધાર્મિક વિચારને અનુસરનારાઓનું નહીં પણ બધાનું પ્રતીક છે. સાથે જ ‘ધર્મ’ને રાષ્ટ્રીય કાર્યક્રમોથી અલગ રાખવાની વાત કરી હતી. આ કેટલું વિચિત્ર છે ચિન્હની સ્થાપના કરનાર સમ્રાટ અશોકે ભલે તેને ‘ધર્મ સ્તંભ’ કહ્યો હોય, પણ આજે ડાબેરીઓ તેમાંથી ‘ધર્મ’ દૂર કરવાની મથામણ કરી રહ્યા છે.

  તે જ સમયે, ‘વર્કર્સ એન્ડ એમ્પ્લોઇઝ કૉંગ્રેસ’ના પ્રમુખ ડૉ. ઉદિત રાજ પણ વિરોધમાં કુદી પડ્યા અને પૂછ્યું કે શું રાષ્ટ્રીય ચિહ્ન ભાજપનું છે? તેમણે કહ્યું કે બધું હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે થયું છે, જ્યારે ભારત એક ‘સેક્યુલર’ રાષ્ટ્ર છે. તેમણે પૂછ્યું કે શા માટે અન્ય રાજકીય પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું નથી? હવે જેઓ પહેલાથી જ ભારતીય સંસ્કૃતિનું અપમાન કરી રહ્યા છે અને રાષ્ટ્રીય ચિહ્નને સારું અને ખરાબ કહી રહ્યા છે, તો તેમને આમંત્રણ શા માટે આપવામાં આવે તે પણ વિચારવા લાયક વિષય છે.

  AAP નેતા સંજય સિંહથી લઈને સમાજવાદી પાર્ટીના આઈપી સિંહ સુધી બધાએ રાષ્ટ્રીય ચિહ્નનું અપમાન કર્યું. શું આ નેતાઓએ ક્યારેય રાષ્ટ્રપતિ ભવનમાં ઈફ્તાર પાર્ટીઓ પર અવાજ ઉઠાવ્યો હતો? ટોપી પહેરીને ઈફ્તાર પાર્ટીઓ યોજનારા આ નેતાઓ આજે કહી રહ્યા છે કે પીએમ મોદીએ પૂજા ન કરવી જોઈએ. ડૉ. એપીજે અબ્દુલ કલામ અને રામ નાથ કોવિંદે રાષ્ટ્રપતિના સમયમાં પરિસરમાં યોજાતી આ ઈફ્તાર પાર્ટીઓ પર બ્રેક લગાવી દીધી હતી. કરદાતાઓના પૈસાથી ઇફ્તાર યોજી શકાય છે, પરંતુ ભારતીય સંસ્કૃતિ ભારતમાં ચાલશે નહીં તેવું લિબરલ ગેંગ માને છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં