Friday, September 20, 2024
More
    હોમપેજદેશવધ્યાં પૂજારીઓનાં માસિક વેતન, નાનાં મંદિરોને હવે મળશે બમણી સહાય: એક્શનમાં આંધ્ર...

    વધ્યાં પૂજારીઓનાં માસિક વેતન, નાનાં મંદિરોને હવે મળશે બમણી સહાય: એક્શનમાં આંધ્ર પ્રદેશ સરકાર, બોલ્યા CM ચંદ્રબાબુ- હિંદુ મંદિરોમાં બિનહિંદુઓને ન અપાય નોકરી

    રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે ‘ધૂપ દીપ નૈવેદ્યમ યોજના’ હેઠળ નાનાં મંદિરોને ₹5,000 પ્રતિ માસની સહાય આપવામાં આવે છે જેમાં વધારો કરીને ₹10,000 આપવામાં આવશે. જે યુવાનોએ વેદ વિદ્યા પ્રાપ્ત કરી છે, પણ હાલ બેરોજગાર છે તેમને માસિક ₹3 હજાર ભથ્થું આપવાની પણ ઘોષણા કરવામાં આવી છે.

    - Advertisement -

    આંધ્ર પ્રદેશના (Andhra Pradesh) મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ (Chandrababu Naidu) તાજેતરમાં રાજ્યનાં મંદિરોમાં સેવા આપતા પૂજારીઓના (અર્ચકો) પગારમાં વધારો કરવાની જાહેરાત કરી. આ સાથે નાનાં મંદિરોને અપાતી નાણાકીય સહાયમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને ‘નાઈ બ્રાહ્મણો’ને (મંદિરોમાં કામ કરતા વાળંદ) લઘુત્તમ માસિક ₹25,000 પગાર આપવામાં આવશે તેવું પણ સરકારે જણાવ્યું છે. બીજી તરફ, વેદ વિદ્યા મેળવનાર બેરોજગાર યુવાનોને પણ ₹3,000નું માસિક ભથ્થું આપવામાં આવશે. મુખ્યમંત્રી ચંદ્રબાબુએ એમ પણ કહ્યું હતું કે આંધ્રપ્રદેશનાં મંદિરોમાં માત્ર હિંદુઓને જ નોકરી અપાશે.

    મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ મંગળવારે (27 ઑગસ્ટ, 2024) હિંદુ ધાર્મિક એન્ડોમેન્ટ્સ વિભાગના અધિકારીઓ સાથે એક બેઠક કરી હતી, જેમાં રાજ્યનાં મંદિરોને લઈને અમુક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠક દરમિયાન તેમણે મંદિરોમાં સનાતનીઓને જ સ્થાન મળે તે બાબત પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, “હિંદુ મંદિરોમાં બિનહિંદુઓને નોકરી આપવી જોઈએ નહીં.” સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્યમાં બળજબરીથી ધર્માંતરણ થતું અટકવું જોઈએ. ઉપરાંત આંધ્ર પ્રદેશમાં 87000 એકર જમીન, જે મંદિરોની છે પરંતુ ગેરકાયદે કબજે કરવામાં આવી છે, તેને કાયદેસર રીતે પુન:મેળવવા માટે પણ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

    બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય અનુસાર, આંધ્ર પ્રદેશમાં મંદિરોમાં સેવા આપતા પૂજારીઓનું માસિક વેતન ₹10,000થી વધારીને ₹15,000 કરવામાં આવશે. કુલ 1683 પૂજારીઓને આ વધારાનો લાભ મળશે તેવું જણાવવામાં આવ્યું છે. આ સિવાય, રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે ‘ધૂપ દીપ નૈવેદ્યમ યોજના’ હેઠળ નાનાં મંદિરોને ₹5,000 પ્રતિ માસની સહાય આપવામાં આવે છે જેમાં વધારો કરીને ₹10,000 આપવામાં આવશે. જે યુવાનોએ વેદ વિદ્યા પ્રાપ્ત કરી છે, પણ હાલ બેરોજગાર છે તેમને માસિક ₹3 હજાર ભથ્થું આપવાની પણ ઘોષણા કરવામાં આવી છે.

    - Advertisement -

    આ સિવાય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 20 કરોડ કે તેથી વધુ આવક ધરાવતાં મંદિર ટ્રસ્ટ બોર્ડમાં 2 સભ્યો ઉમેરીને તેની સંખ્યા 17 કરવામાં આવશે. NDAએ ચૂંટણી પહેલાં આપેલા વચન અનુસાર મંદિર ટ્રસ્ટ બોર્ડમાં બ્રાહ્મણ અને એક નાઈ બ્રાહ્મણ સભ્ય હશે. આ સિવાય 1,110 મંદિરો માટે ટ્રસ્ટીઓની નિમણૂક કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. જ્યારે નાઈ બ્રાહ્મણો માટે ઓછામાં ઓછું માસિક વેતન ₹25,000 કરવામાં આવ્યું છે.

    આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, “રાજ્યમાં દરેક મંદિરમાં આધ્યાત્મિકતા ખીલવી જોઈએ. આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન એ રીતે થવું જોઈએ કે ભક્તો મંદિરમાં પાછા આવે અને તેમને એવું ન લાગે કે તેમની પાસેથી પૈસાની ઉચાપત થઈ રહી છે. મંદિરો અને તેની આસપાસનો વિસ્તાર ખૂબ જ સ્વચ્છ રાખવામાં આવે તે પણ મહત્વનું છે તેવો ભાર પણ તેમણે બેઠક દરમિયાન મૂક્યો હતો. તદુપરાંત, મુખ્યમંત્રીએ શ્રીવાણી ટ્રસ્ટ ફંડ માટે જવાબદેહીની આવશ્યકતા પર ભાર મૂકી અધિકારીઓને મંદિરો અને તેમની સંપત્તિના રક્ષણ માટે એક સમિતિની રચના કરવા નિર્દેશ આપ્યો હતો. આ સિવાય શ્રીવાણી ટ્રસ્ટ હેઠળ દરેક મંદિરને ₹10 લાખ આપવાની તથા જરૂરિયાત હોય તો કામોની સમીક્ષા પૂર્ણ થયા બાદ વધુ ફંડ આપવાની જોગવાઈ કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. આ માટે દરખાસ્તો પણ મંગાવવામાં આવી છે.

    બેઠક દરમિયાન CMએ અધિકારીઓને કૃષ્ણા અને ગોદાવરી નદીઓને પુનઃજીવિત કરવા નિર્દેશ આપ્યો હતો. તથા તમામ મંદિરો માટે ઓનલાઈન સિસ્ટમ લાગુ કરવા પણ કહ્યું હતું. નાયડુએ અગાઉના વાયએસ જગન મોહન રેડ્ડીની સરકાર મંદિરના રથ સળગાવવા સહિત હિંદુ મંદિરો પર થયેલા હુમલાની ઘટનાઓની સખત નિંદા કરી હતી તેમજ આ ગુનાઓ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની હાકલ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં