આગામી સમયમાં ઉત્તર પ્રદેશમાં મહાકુંભનું (Mahakumbh – 2025) આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે આ દરમિયાન મહાકુંભમાં આતંકવાદી કૃત્ય (Terror Threat) કરવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ (Instagram) પરથી કરવામાં આવી હતી. આ મામલો સામે આવ્યા બાદ સાયબર પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી હતી.
અહેવાલો અનુસાર 31 ડિસેમ્બરની બપોરે 3:14 મિનિટે સોશિયલ મીડિયા માધ્યમ ઈન્સ્ટાગ્રામ પર આ ધમકીભરી પોસ્ટ કરવામાં આવી હતી. આ ધમકી નસર પઠાણ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આપવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ એકાઉન્ટના પ્રોફાઈલ ફોટોમાં એક યુવક ખભા પર બેગ લટકાવી રહેલ જોવા મળ્યો હતો.
હિંદુ સંતો અંગે લખ્યા અપશબ્દો
નોંધનીય છે કે આતંકવાદી કૃત્ય કરવાની ધમકી આપતી આ પોસ્ટમાં હિંદુ સમુદાય વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પોસ્ટમાં પ્રયાગરાજ મહાકુંભ વિશે તથા મહાકુંભમાં આવનાર હિંદુ સંતો વિશે અપશબ્દો લખવામાં આવ્યા હતા. એકાઉન્ટ યુઝરે પોતાને ભવાનીપુર, પૂર્ણિયા (બિહાર)નો રહેવાસી ગણાવ્યો હતો. મામલાની ગંભીરતાને જોતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
मा. @bihar_police नसर पठान नाम का व्यक्ति जो कि पूर्णिया भवानीपुर का निवासी है कुंभ मेले में साधुओं को कत्ल करने और बम ब्लास्ट करने की धमकी दे रहा है कृपया इसपर जल्द से जल्द करवाई करे @Uppolice
— Aaruhi✨ (@Aarru00) December 31, 2024
@kumbhMelaPolUP@myogiadityanath
@HMOIndia pic.twitter.com/FBbZdxCA7M
ગંગાનગર DCP કુલદીપ સિંઘ ગુણવતના જણાવ્યા અનુસાર સાયબર પોલીસ સ્ટેશને મામલાની તપાસ શરૂ કરી દીધી હતી. એસએસપી કુંભ રાજેશ દ્વિવેદીએ પણ કહ્યું કે ધમકી આપનાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ યુઝરની ઓળખ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રશાસને ખાતરી આપી છે કે મહાકુંભની સુરક્ષા માટે તમામ જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે અને તેમાં કોઈપણ પ્રકારની ક્ષતિ નહીં થાય.
વહીવટીતંત્ર સચેત
વહીવટીતંત્રે તમામ શ્રદ્ધાળુઓને અપીલ કરી હતી કે તેઓ કોઈપણ અફવા પર ધ્યાન ન આપે અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ નજરે પડે તો તાત્કાલિક પોલીસને જાણ કરે. સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ રીતે સતર્ક છે અને મહાકુંભને સલામત અને શાંતિપૂર્ણ રીતે આયોજિત કરવા માટે તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
🚨 BIG! Following encounter of 3 Khalistani terrorists in UP, Khalistani Gurpatwant Singh Pannun threatens retaliation during Mahakumbh.
— Megh Updates 🚨™ (@MeghUpdates) December 24, 2024
Pannu used foul language against PM Modi, CM Yogi, & CM Bhagwant Mann.
Pilibhit Police have registered an FIR against Pannu for his video. pic.twitter.com/bg8O4IJei8
નોંધનીય છે કે મહાકુંભને લઈને ધમકીઓ આપવામાં આવી હોય એવી આ પ્રથમ ઘટના નહીં.. આ પહેલાં પણ પીલીભીતમાં ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સના ત્રણ આતંકીઓના એન્કાઉન્ટર બાદ આતંકી ગુરપતવંત સિંઘ પન્નુએ મહાકુંભને નિશાન બનાવવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ પીલીભીત પોલીસે પણ કેસ નોંધ્યો હતો જેની તપાસ ચાલી રહી છે.