Saturday, April 13, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટફરાર કટ્ટરવાદી લેખિકા ફરહત ખાને લખ્યું હિંદુ ધર્મ પર ઝેર ઓકતું પુસ્તક;...

  ફરાર કટ્ટરવાદી લેખિકા ફરહત ખાને લખ્યું હિંદુ ધર્મ પર ઝેર ઓકતું પુસ્તક; પ્રાચાર્ય ઈનામુર્રહમાન અને પ્રો.મિર્ઝા મેઝીઝ બેગ ઇન્દોરની લો કોલેજમાં ભણાવતા હતા ઘૃણાના પાઠ

  લેખિકા ફરહત ખાને પુસ્તકમાં રામાયણ, મહાભારત અને અન્ય હિંદુ ગ્રંથો વિષે વિવાદાસ્પદ લખાણ લખ્યા છે, એટલું જ નહિ કુરાન અને મુસ્લિમ ધર્મ ને મહાન બતાવવા માટે હિંદુ ધર્મના ઈષ્ટ અને મહાપુરુષોને સ્ત્રીઓ પર અત્યાચાર કરનાર કહીને પણ નિમ્ન કક્ષાના દર્શાવીવાની કોશિશ કરી છે.

  - Advertisement -

  મધ્યપ્રદેશના ઈન્દોરની ગવર્મેન્ટ ન્યુ લો કોલેજમાં હિંદુઓ વિરુદ્ધ દુષ્પ્રચાર અને ઘૃણા ફેલાવતા પુસ્તકો મળી આવ્યાં છે, આ પુસ્તકો કટ્ટરવાદી લેખિકા ફરહત ખાન દ્વારા લખવામાં આવ્યાં છે અને પ્રાચાર્ય ઈનામુર્રહમાન અને પ્રો.મિર્ઝા મેઝીઝ બેગ જેવા અધ્યાપકો ઈન્દોરની લો કોલેજમાં હિંદુ ધર્મ પ્રત્યે ઘૃણાના પાઠ ભણાવવા માટે આ પુસ્તકનો ઉપયોગ ઘણા લાંબા સમયથી કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

  ઈન્દોરની લો કોલેજમાં હિંદુ ધર્મ પ્રત્યે ઘૃણાના પાઠ ભણાવતા હોવાનો આક્ષેપ કરતા વિદ્યાર્થીઓનો આરોપ છે કે પુસ્તકાલયમાં આવા પુસ્તકો રાખવામાં આવ્યા છે, જેમાં હિન્દુઓ વિરુદ્ધ વાંધાજનક વસ્તુઓ લખવામાં આવી છે. પુસ્તકમાં લખ્યું છે કે હિંદુઓ મુખ્ય આતંકવાદી છે. આ સાથે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને યોગ્ય ઠેરવવા બદલ વિશ્વ હિન્દુ પરિષદ, RSS વિશે પણ વિવાદાસ્પદ વાતો લખવામાં આવી છે.

  ફરહત ખાને શું લખ્યું છે પુસ્તકમાં?

  - Advertisement -

  અહેવાલો મુજબ ફરાર લેખિકા ફરહત ખાને પુસ્તકમાં રામાયણ, મહાભારત અને અન્ય હિંદુ ગ્રંથો વિષે વિવાદાસ્પદ લખાણ લખ્યા છે, એટલું જ નહિ કુરાન અને મુસ્લિમ ધર્મ ને મહાન બતાવવા માટે હિંદુ ધર્મના ઈષ્ટ અને મહાપુરુષોને સ્ત્રીઓ પર અત્યાચાર કરનાર કહીને પણ નિમ્ન કક્ષાના દર્શાવીવાની કોશિશ કરી છે. એટલું જ નહી વિદ્યાર્થીઓના કહેવા મુજબ ફરહત ખાને લખેલી ‘ગ્રુપ વાયોલન્સ એન્ડ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ’માં લખવામાં આવ્યું છે કે, “પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, બર્મામાં કોઈ સાંપ્રદાયિક સંઘર્ષ નથી. અંગ્રેજોએ ત્યાં સેંકડો વર્ષ શાસન કર્યું હતું અને આજે પણ તેમની સત્તા પર અમેરિકાની દખલગીરી છે. આજે, તમામ હિંદુ સંગઠનો સર્વસંમતિથી કલમ 370 લાગુ કરીને કાશ્મીરમાં મુસ્લિમોને વિશેષ સુવિધાઓની જોગવાઈનો વિરોધ કરે છે અને કહે છે કે કલમ 370ને કારણે કાશ્મીરમાં ઉગ્રવાદ ફૂલીફાલી રહ્યો છે.”

  રામાયણ અને મહાભારતનો ઉલ્લેખ

  પુસ્તકમાં ભગવાન રામ વિશે લખ્યું છે કે “આપણા સમાજમાં પ્રાચીન સમયથી ઘણી ખરાબ પ્રથાઓ પ્રચલિત હતી. પુરુષ હંમેશા સ્ત્રી પર વર્ચસ્વ ધરાવતો રહ્યો છે. સીતાને પોતાની પવિત્રતા અને તે સમયે ભગવાન રામે સ્થાપિત કરેલા સિદ્ધાંતો અને આદર્શોને સાબિત કરવા માટે અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડ્યું હતું. તેના પર બોલવા ક્યારેય કોઈ પહેલ કરવામાં આવી નથી અને સ્ત્રીને અનેક રૂઢિઓ અને દુષ્કૃત્યોનો ભોગ બનવું પડે છે.”

  જયારે મહાભારત વિષે લખવામાં આવ્યું છે કે,”‘કુંતીની સૂચનાથી દ્રૌપદીએ બહુપત્નીત્વ અપનાવીને એકથી વધુ પુરુષો સાથે લગ્ન કરવા પડ્યા’ . આટલી બધી માનસિક અધોગતિ વચ્ચે પણ ભારતના જુદા જુદા લેખકોએ તેને જુદા જુદા ઘાટમાં ઘડીને તેની વ્યાખ્યા કરી છે. પરંતુ એ નિર્વિવાદ હકીકત છે કે મહિલાઓનું અપમાન થયું હતું. તેણીને ધિક્કારવામાં આવી હતી અને તેના અપમાન અને તિરસ્કારનો વિરોધ કરવા માટે ત્યાં કોઈ નહોતું.”

  પુસ્તક નહિ વાંચો તો નપાસ થશો: પ્રાચાર્ય ઈનામુર્રહમાન

  અહેવાલો મુજબ ફરિયાદી પક્ષના એડવોકેટે જણાવ્યું હતું કે વિવાદનો મુખ્ય વિષય ઈન્દોરની ન્યૂ લો કોલેજની લાઈબ્રેરીમાંથી મળેલી વિવાદિત પુસ્તક હતી, જેમાં હિંદુ ધર્મ વિરુદ્ધ વાંધાજનક વાતો લખવામાં આવી છે. આમાં ક્યાંક ને ક્યાંક બે સમુદાયો વચ્ચે નફરત ફેલાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જેના પર લો કોલેજના વિદ્યાર્થીઓએ પુસ્તકનો વિરોધ કર્યો હતો. તેમજ પ્રિન્સિપાલ પર વિદ્યાર્થીઓ દ્વારા આ પુસ્તક ભણાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ઘણા વિદ્યાર્થીઓનું કહેવું છે કે આચાર્ય વિદ્યાર્થીઓને આ પુસ્તક વાંચવા માટે દબાણ કરતા હતા. જો તમે આ પુસ્તકનો સંદર્ભ અથવા અભ્યાસ નહીં કરો તો પરીક્ષામાં તમારા માર્ક્સ ઘટશે.

  ફરિયાદ દાખલ થતા જ લેખિકા થઇ ફરાર

  પુસ્તકમાં છુપાયેલી હિંદુ ધર્મ વિષે ઝેર અને ઘૃણા ફેલાવતી વાતો બહાર આવતાની સાથે જ તેનો વિરોધ શરુ થઇ ગયો હતો, સાથેજ પોલીસે કટ્ટરવાદી લેખિકા ફરહત ખાન, પ્રાચાર્ય ઈનામુર્રહમાન અને પ્રો.મિર્ઝા મેઝીઝ બેગ વિરુદ્ધ કલમ 153A, 295A, 34 હેઠળ ફરિયાદ દાખલ કરી હતી, જે પછી પ્રાચાર્ય અને પ્રોફેસરે આગોતરા જામીન લેવાની કોશિશ કરી હતી પણ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. તો બીજી તરફ પોલીસે લેખિકા ફરહતના ઘરે દરોડો પડતા તેના ઘરે તાળું લાગેલું જોવા મળ્યું હતું, પ્રાથમિક માહિતી મુજબ લેખિકા હાલ ફરાર થઇ ગઈ છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં