Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુરુદ્વારાનો ઉપયોગ હથિયારો છુપાવવા અને વ્યસન મુક્તિ કેન્દ્રોનો ઉપયોગ માનવ બોમ્બની ભરતી...

    ગુરુદ્વારાનો ઉપયોગ હથિયારો છુપાવવા અને વ્યસન મુક્તિ કેન્દ્રોનો ઉપયોગ માનવ બોમ્બની ભરતી માટે: ભાગેડુ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ વિશે ચોંકાવનારા ખુલાસાઓ

    ખાલિસ્તાન સમર્થક અને કટ્ટરપંથી ઉપદેશક અમૃતપાલ સિંહના કાકા અને ડ્રાઈવરે આખરે જલંધરમાં આત્મસમર્પણ કર્યું.

    - Advertisement -

    ખાલિસ્તાન સમર્થક અને કટ્ટરપંથી ઉપદેશક અમૃતપાલ સિંહના કાકા અને ડ્રાઈવરે આખરે જલંધરમાં આત્મસમર્પણ કર્યું હતું. જલંધરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (ગ્રામીણ) સ્વર્ણદીપ સિંહે સોમવારે જણાવ્યું કે અમૃતપાલના કાકા હરજીત સિંહ અને ડ્રાઈવર હરપ્રીત સિંહે મહેતપુર વિસ્તારમાં ગુરુદ્વારા પાસે આત્મસમર્પણ કર્યું. તેણે કહ્યું કે ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ હજુ પણ ફરાર છે, જેની શોધ ચાલુ છે. એ સાથે જ અમૃતપાલ સિંહને લગતા અનેક નવા ખુલાસાઓ પણ સામે આવ્યા છે.

    અહેવાલો મુજબ વારિસ પંજાબ દે સંગઠનના ચીફ અમૃતપાલ સિંહ વિશે ઘણા મોટા ખુલાસા થયા છે. અમૃતપાલ અને તેના નજીકના લોકોના ઠેકાણાઓ પરથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે.

    આનંદપુર ખાલસા ફોર્સ નામની અંગત આર્મી બનાવી રહ્યો હતો અમૃતપાલ

    ગુપ્તચર એજન્સીઓને ઈનપુટ મળ્યા છે કે અમૃતપાલ આનંદપુર ખાલસા ફોર્સ નામની પોતાની ખાનગી સેના બનાવી રહ્યો હતો. વિદેશમાં રહેતા ખાલિસ્તાન સમર્થકો અને આઈએસઆઈના ઈશારા બાદ જ અમૃતપાલ દુબઈથી ભારત પરત ફર્યો હતો. તે યુવાનોને માનવ બોમ્બ બનવા માટે બ્રેઈનવોશ કરવામાં વ્યસ્ત હતો.

    - Advertisement -

    પોલીસે અમૃતપાલના ઘરેથી AKF ચિહ્નિત જેકેટ અને હથિયારો મળી આવ્યા છે. એટલું જ નહીં, જલ્લુપુર ખેડા ગામના ગેટ અને દિવાલો પર AKF લખેલું હતું. આટલું જ નહીં, અમૃતપાલ સિંહ વ્યસન મુક્તિ કેન્દ્રો અને ગુરુદ્વારાનો ઉપયોગ હથિયારોનો સંગ્રહ કરવા અને યુવાનોને આત્મઘાતી હુમલા માટે તૈયાર કરવા માટે કરતો હતો.

    ધરપકડનો સિલસિલો યથાવત, અમૃતપાલ ભાગી છૂટ્યો

    પંજાબ પોલીસે શનિવારે અમૃતપાલ અને તેના જૂથ ‘વારિસ પંજાબ દે’ સામે મોટી કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં પોલીસે સંગઠનના 78 સભ્યોની ધરપકડ કરી હતી. જોકે, અમૃતપાલ તેના કાફલાને જલંધર જિલ્લામાં અટકાવ્યા બાદ ભાગવામાં સફળ રહ્યો હતો.

    પોલીસે અમૃતપાલ સિંહના ત્રણ એસયુવી કાફલાને તેના પૈતૃક ગામની બહાર અટકાવ્યો હતો. બે એસયુવીને રોકવામાં આવી હતી અને સિંઘના સાત સહયોગીઓની ધરપકડ કરવામાં આવી હતી. સિંઘ નાસી છૂટવામાં સફળ રહ્યો, અને લગભગ 25 KM સુધી પીછો ચાલુ રાખ્યો, ત્યારબાદ તે વાહનને ખાડામાં નાખીને ભાગી ગયો.

    તેની અન્ય કાર અને ફોન 19 માર્ચે મળી આવ્યા હતા. ઓપરેશનના બીજા દિવસે, તેના 21 સમર્થકોને બોપરાઈ કલાન, જલંધરની નજીક અટકાયતમાં લેવામાં આવ્યા હતા. કારણ કે તેઓએ વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અહેવાલ પ્રકાશિત થયો ત્યારે અમૃતપાલ સિંહ હજુ પણ ફરાર હતો.

    નોંધનીય છે કે પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા સભ્યને છોડાવવાની ખાતરી આપવા છતાં સંગઠનના સભ્યોએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ દરમિયાન 7 પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. અમૃતપાલે ગૃહમંત્રી અમિત શાહને પણ ધમકી આપી હતી. આ પછી પંજાબના સીએમ ભગવંત માન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં