Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ2 બાળકોના પિતા શાહરૂખે રાજુ બનીને હિંદુ યુવતીને ફસાવી, લગ્નનું નાટક કરીને...

    2 બાળકોના પિતા શાહરૂખે રાજુ બનીને હિંદુ યુવતીને ફસાવી, લગ્નનું નાટક કરીને બળાત્કાર કર્યો: અસલીયત ખુલ્લી પડી જતાં બંધક બનાવી

    પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના ઇન્દોરનો મામલો, પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી.

    - Advertisement -

    ઇન્દોર આ દિવસોમાં લવ જેહાદનું હબ બનતું નજરે પડી રહ્યું છે, વધુ એક હિંદુ યુવતી લવ જેહાદના શ્કાન્જામાં ફસાઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. વાત એમ છે કે પહેલાથી જ પરણિત અને 2 બાળકોના પિતા ઇન્દોરના શાહરૂખે રાજુ બની હિંદુ યુવતીને ફસાવી તેની સાથે લગ્ન કરવાનું નાટક રચ્યું, અને યુવતીને બંધક બનાવીને અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો.

    અહેવાલો અનુસાર 2 બાળકોના પિતા ઇન્દોરના શાહરૂખે રાજુ બની હિંદુ યુવતીને ફસાવી હતી, જે પછી શિપ્રા પોલીસ સ્ટેશને પીડિતાની ફરિયાદ પર બળાત્કાર સહિત અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે મુસ્લિમ સમુદાયના બે બાળકોના પિતા શાહરૂખે હિન્દુ હોવાનો ઢોંગ કરીને યુવતી સાથે લગ્નનું ખોટું નાટક કરીને બળાત્કાર કર્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

    વાસ્તવમાં આ મામલો ઈન્દોરના શિપ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક યુવતીનો છે. જ્યારે તે પોતાના કામના સંબંધમાં ઉદયપુરની એક હોટલમાં ગઈ હતી ત્યારે તે જ હોટલમાં ડ્રાઈવરનું કામ કરતા યુવક સાથે તેની મુલાકાત થઇ હતી, દરમિયાન યુવકે પોતાનું નામ રાજુ હોવાનું કહ્યું હતું, આ પછી તે બન્ને વચ્ચે મિત્રતા થઇ હતી, અને બન્ને વચ્ચે વાતચીત થવાનું શરુ થયું હતું.

    - Advertisement -

    આ દરમિયાન બંને વચ્ચે પ્રેમસંબંધ શરૂ થયો હતો અને બાદમાં કટ્ટરવાદીએ ધર્મ છુપાવીને યુવતી સાથે લગ્ન કરવાનું નાટક કર્યું હતું, ત્યાર બાદ યુવતીને શાહરુખની વાસ્તવિકતાની જાણ થતાં તેણે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કટ્ટરવાદી શાહરૂખે તેણીને બંધક બનાવી લીધી હતી

    થોડા દિવસો પછી યુવતી ત્યાંથી ભાગી નીકળવામાં સફળ રહી અને અને શિપ્રા પહોંચી પણ શાહરૂખ પણ તેની પાછળ પડ્યો અને શિપ્રા પહોંચ્યો હતો. પીડિતાની ફરિયાદ પર પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરીને જેલ મોકલી દીધા છે. પીડિતાએ પોલીસને જણાવ્યું કે જે વ્યક્તિએ પોતાનું નામ રાજુ આપ્યું હતું તેનું સાચું નામ શાહરૂખ છે. તેણે નામ અને ધર્મ છુપાવીને લવ જેહાદ આચર્યો હતો.

    પીડિત યુવતીએ જણાવ્યું કે કટ્ટરવાદી મુસ્લિમ શાહરૂખે તેની સાથે છેતરપિંડી કરીને લગ્ન કર્યા હતા. હાલમાં પીડિતાની ફરિયાદના આધારે પોલીસે 3 આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. આ કેસમાં એસપી ભગવંત સિંહ વિરડેએ જણાવ્યું કે નામ અને ધર્મ બદલીને આરોપીએ લગ્ન કર્યા અને ડરાવી-ધમકાવી પીડિતા સાથે સંબંધ બાંધ્યા અને તેના આધારે આરોપીઓ સામે બળાત્કાર સહિતની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં