Sunday, June 29, 2025
More
    હોમપેજદેશ‘કોર્ટ લિબરલ રહે તો આવા ગુનાઓ સામાન્ય થતા જાય છે’: પહલગામ હુમલા...

    ‘કોર્ટ લિબરલ રહે તો આવા ગુનાઓ સામાન્ય થતા જાય છે’: પહલગામ હુમલા બાદ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ની પોસ્ટ કરનાર 62 વર્ષીય અન્સાર અહમદને અલ્હાબાદ હાઇકોર્ટે ન આપ્યા જામીન

    આરોપીના વકીલ તરફથી સુનાવણી દરમિયાન ઉંમરનો હવાલો આપવામાં આવ્યો ને કહેવામાં આવ્યું કે તેને અમુક સ્વાસ્થ્ય લગતી સમસ્યાઓ પણ છે. બીજી તરફ રાજ્ય સરકારે જામીનનો વિરોધ કરીને દલીલ આપી કે તેનું કૃત્ય રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં આવે છે. 

    - Advertisement -

    અલ્હાબાદ હાઇકોર્ટે તાજેતરમાં એક 62 વર્ષીય વૃદ્ધના જામીન નામંજૂર કરી દીધા. કેસ એ હતો કે આ વ્યક્તિએ પહલગામના ઇસ્લામી આતંકવાદી હુમલા બાદ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આરોપીએ ઉંમરના હિસાબે જામીન માગ્યા હતા, પરંતુ કોર્ટે કડક શબ્દોમાં તેના કૃત્યની ટીકા કરીને જામીન આપવાની ના પાડી દીધી. 

    અન્સાર અહમદ સિદ્દીકી નામના આ 62 વર્ષીય ઇસમે ફેસબુક પર એક પોસ્ટ કરીને ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ કહીને જેહાદ કરવા માટે અને તેની કોમના ભાઈઓને પાકિસ્તાનને સમર્થન આપવા માટે અપીલ કરી હતી. આ મામલે પછીથી કેસ દાખલ કરવામાં આવ્યો અને તેની ધરપકડ કરવામાં આવી. ધરપકડ બાદ આરોપીએ જામીન માટે અરજી કરી હતી. 

    તેના વકીલ તરફથી સુનાવણી દરમિયાન ઉંમરનો હવાલો આપવામાં આવ્યો ને કહેવામાં આવ્યું કે તેને અમુક સ્વાસ્થ્ય લગતી સમસ્યાઓ પણ છે. બીજી તરફ રાજ્ય સરકારે જામીનનો વિરોધ કરીને દલીલ આપી કે તેનું કૃત્ય રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં આવે છે. 

    - Advertisement -

    સરકાર તરફથી હાજર વકીલે કહ્યું, “વિડીયો 26 નિર્દોષોના મૃત્યુ બાદ પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેથી સ્પષ્ટ છે કે આરોપીએ આતંકવાદી કૃત્યનું સમર્થન કર્યું હતું અને એ પણ એવું આતંકી કૃત્ય જેને ધાર્મિક આધાર પર અંજામ આપવામાં આવ્યો હતો.”

    બંને પક્ષેથી દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જામીન આપવાનો ઇનકાર કરી દીધો અને ટ્રાયલ કોર્ટને વહેલામાં વહેલી તકે ટ્રાયલ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો. 

    ‘કોર્ટ લિબરલ રહે તો આવા ગુનાઓ વધતા જશે’

    કોર્ટે આદેશમાં સ્પષ્ટપણે નોંધ્યું કે, સિદ્દીકીનું કૃત્ય બંધારણ પ્રત્યે પણ અપમાનજનક હતું અને ભારતના સાર્વભૌમત્વ માટે પણ જોખમરૂપ કહેવાય. કોર્ટે એ પણ નોંધ્યું કે આ પ્રકરની અસામાજિક અને ભારતવિરોધી પોસ્ટ દેશની એકતા અને અખંડિતતાને પણ માઠી અસર પહોંચાડે છે. 

    જામીન આપવાનો ઇનકાર કરતાં ન્યાયાલયે કહ્યું કે, કોર્ટ સહિષ્ણુતા દાખવીને અમુક મામલાઓમાં આવી દેશવિરોધી માનસિકતા ધરાવતા રાહત આપે તો તેનો ગેરફાયદો ઉઠાવવામાં આવે છે અને તેના કારણે આવા ગુનાઓનું પ્રમાણ પણ વધતું જાય છે. જેથી આ મામલે રાહત આપી શકાય નહીં.

    કોર્ટે ટિપ્પણીમાં કહ્યું, “આ પ્રકારના ગુનાઓ દેશમાં હવે સામાન્ય બનતા જાય છે કારણ કે કોર્ટ થોડી ઉદારવાદી અને સહિષ્ણુ બનીને દેશવિરોધી માનસિકતા ધરાવતા લોકોને રાહત આપી દે છે. આ તબક્કે આરોપીને રાહત આપી શકાય એવો આ કેસ નથી.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં