Wednesday, April 1, 2026
More
    હોમપેજદુનિયાઝોહરાન મમદાની કોણ છે, જે બન્યો ન્યૂયૉર્કનો નવો મેયર: હિંદુવિરોધી-ભારતવિરોધી છબી, ‘લેખક’...

    ઝોહરાન મમદાની કોણ છે, જે બન્યો ન્યૂયૉર્કનો નવો મેયર: હિંદુવિરોધી-ભારતવિરોધી છબી, ‘લેખક’ બાપે કર્યો હતો ‘સ્યુસાઇડ બૉમ્બરો’નો બચાવ

    ઝોહરાન મમદાની ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ (IAMC) જેવાં સંગઠનો સાથે પણ જોડાયેલ હોવાનું કહેવાય છે. આ જૂથો પર ભારત-વિરોધી પ્રચાર ચલાવવા, હિંદુ જૂથો પર ‘હિંદુત્વ આતંકવાદ’નો આરોપ લગાવીને ડર અને અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાનો આરોપ છે.

    - Advertisement -

    ઝોહરાન મમદાની ન્યૂયોર્ક સિટીનો નવો મેયર બની ગયો છે. 34 વર્ષીય ડેમોક્રેટિક સોશ્યલિસ્ટ મમદાનીએ પૂર્વ ગવર્નર એન્ડ્ર્યુ ક્યુમો અને રિપબ્લિકન ઉમેદવાર કર્ટિસ સ્લિવાને હરાવીને આ પદ મેળવ્યું. યુગાન્ડામાં જન્મેલા અને ભારતીય મૂળના મમદાનીએ જૂન 2025ની ચૂંટણીમાં જીત મેળવીને ન્યૂયોર્કના પ્રથમ ભારતીય-અમેરિકન મુસ્લિમ મેયર બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. પરંતુ તેની જીત જેટલી મોટી છે, તેટલા જ ગંભીર વિવાદો છે, ખાસ કરીને ભારત અને હિંદુ ધર્મને લગતાં તેનાં નિવેદનોએ ઘણા પ્રશ્નો ઊભા કર્યા છે.

    ઝોહરાન મમદાની કોણ છે?

    ઝોહરાન મમદાની પ્રખ્યાત ફિલ્મમેકર અને હિંદુ માતા મીરા નાયર તથા યુગાન્ડાના લેખક-પ્રોફેસર મહમૂદ મમદાનીનો પુત્ર છે. તેણે બ્રાઉન યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું અને વર્ષ 2020માં ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીના સભ્ય તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. પોતાને ‘ડેમોક્રેટિક સોશ્યલિસ્ટ’ કહે છે અને ગરીબોના હિતમાં મફત બસ સેવા, ભાડા નિયંત્રણ અને કિફાયતી ચાઇલ્ડકેર જેવી નીતિઓને આગળ વધારવાની વાત કરે છે. પરંતુ મમદાનીની રાજકીય છબીનું બીજું પાસું પણ એટલું જ ચર્ચિત છે. તેનાં વિવાદાસ્પદ અને હિંદુ-વિરોધી નિવેદનોએ ભારતીય સમુદાયને તો નારાજ કર્યો સાથે સાથે તેને વિવાદાસ્પદ, ધાર્મિક અલગાવવાદ ફેલાવનાર નેતા તરીકે પણ સ્થાપિત કરી દીધો છે.

    ઝોહરાન મમદાની હિંદુ-વિરોધી અને ભારત-વિરોધી વિવાદોના કેન્દ્રમાં

    મેયર ઝોહરાન મમદાનીની રાજકીય કારકિર્દી તેનાં વિવાદાસ્પદ નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહી છે. ટીકાકારો અને હિંદુ સમુદાયનો મોટો વર્ગ તેને ‘હિંદુ-વિરોધી’ અને ‘ભારત-વિરોધી’ ગણાવે છે અને તેનાં પર્યાપ્ત કારણો પણ છે જ. મમદાનીએ જાહેરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘વોર ક્રિમિનલ’ (યુદ્ધ અપરાધી) કહીને સંબોધિત કર્યા હતા અને તેમને 2002ના ગુજરાત રમખાણો માટે દોષી પણ ઠેરવી દીધા હતા. જ્યારે હકીકત એ છે કે ભારતની સર્વોચ્ચ અદાલત એક નહીં અનેક વખત નરેન્દ્ર મોદીને ગુજરાત રમખાણો મામલે ક્લીન ચિટ આપી ચૂકી છે. આજ સુધી તેમની વિરુદ્ધ એક પણ આરોપ સાબિત થઈ શક્યો નથી.

    - Advertisement -

    મમદાનીએ દાવો કર્યો હતો કે ‘ગુજરાતમાં હવે કોઈ મુસ્લિમ બચ્યો નથી’, જે સંપૂર્ણપણે ખોટું અને ભડકાઉ નિવેદન છે. આ દાવો ગુજરાતની મુસ્લિમ વસ્તીના વર્તમાન આંકડાઓની વિરુદ્ધ છે. મમદાનીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનને ‘મસ્જિદના વિનાશનો ઉત્સવ’ અને ‘હિંદુત્વ ફાસીવાદ’નું પ્રતીક ગણાવ્યો હતો. જાન્યુઆરી 2024માં મમદાની ન્યુ યોર્કમાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમારોહ વિરુદ્ધ આયોજિત વિરોધ પ્રદર્શનોમાં જોડાયો હતો. આ રેલીઓ દરમિયાન કથિત રીતે હિંદુઓ વિરુદ્ધ અપમાનજનક નારા લગાવવામાં આવ્યા હતા.

    આ તમામ નિવેદનોથી સ્પષ્ટ છે કે મમદાની માત્ર રાજકીય આલોચના સુધી મર્યાદિત ન રહ્યો, પરંતુ તેણે સીધા જ એક સમુદાયની ધાર્મિક લાગણીઓ અને રાષ્ટ્રીય પ્રતીકોને નિશાન બનાવ્યાં હતાં. આ જ કારણ છે કે તે હિંદુ અને ભારત-સમર્થક સમુદાયો વચ્ચે અત્યંત વિવાદાસ્પદ છબીવાળો નેતા બની ગયો છે.

    કટ્ટરપંથી જૂથોનો સાથ

    ઝોહરાન મમદાનીના વિવાદ માત્ર તેના નિવેદનો સુધી મર્યાદિત નથી, પરંતુ તેનું કેટલાક એવા સંગઠનો અને વ્યક્તિઓ સાથે કનેક્શન પણ છે, જેની ઉપર ગંભીર આરોપો છે. વળી, પશ્ચિમી મીડિયાના એક વર્ગે પણ તેની વિવાદાસ્પદ છબીને છુપાવવાનો પ્રયાસ પણ કર્યો છે.

    મમદાનીએ તાજેતરમાં ઇમામ સિરાજ વહાજ સાથે મુલાકાત કરી હતી, જેના પર 1993ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર બોમ્બ ધડાકાના ષડયંત્રકારો સાથે સંબંધ રાખવાના ગંભીર આરોપ છે. આ મુલાકાત માટે તેને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અનેક નેતાઓની કડક ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

    ઝોહરાન મમદાની ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ (IAMC) જેવાં સંગઠનો સાથે પણ જોડાયેલ હોવાનું કહેવાય છે. આ જૂથો પર ભારત-વિરોધી પ્રચાર ચલાવવા, હિંદુ જૂથો પર ‘હિંદુત્વ આતંકવાદ’નો આરોપ લગાવીને ડર અને અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાનો આરોપ છે.

    વોશિંગ્ટન પોસ્ટ જેવાં કેટલાક પશ્ચિમી મીડિયા સંસ્થાનોએ મમદાનીનાં સ્પષ્ટ હિંદુવિરોધી નિવેદનોને માત્ર ‘મોદીની કડક ટીકા’માં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં આ જ મીડિયા પ્લેટફોર્મોએ 2008ના માલેગાંવ બોમ્બ ધડાકા જેવા કેસોમાં ‘હિંદુ આતંકવાદ’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેનાથી વૈશ્વિક સ્તરે હિંદુ સમુદાયની છબી ખરડવાના પ્રયાસ થયા હતા. આજે આ જ મીડિયા મમદાનીની ટીકાઓને દબાવીને, હિંદુ સમુદાયની ચિંતાઓને સંપૂર્ણપણે અવગણી રહ્યું છે.

    મહમૂદ મમદાની: ચરમપંથી વિચારધારાનું વૈચારિક સમર્થન

    ઝોહરાન મમદાનીના વિવાદાસ્પદ વિચારોના મૂળ તેની પારિવારિક પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા છે. મમદાનીના પિતા અને યુગાન્ડાના લેખક પ્રોફેસર મહમૂદ મમદાની પણ વિવાદોમાં રહ્યા છે. મહમૂદ મમદાની પર આરોપ છે કે તેમણે પોતાનાં પુસ્તકો અને વ્યાખ્યાનોના માધ્યમથી ઇસ્લામિક ચરમપંથ અને હિંસાને વૈચારિક રીતે ‘યોગ્ય’ ઠેરવવાનો પ્રયાસ કર્યો છે.

    પોતાની એક પુસ્તકમાં મમદાનીએ પાકિસ્તાનના નિર્માણને ‘મજહબી એકતાની જરૂરિયાત’ તરીકે ચિત્રિત કર્યું છે. ટીકાકારોના મતે તેમણે ઝીણા અને ઇસ્લામિક ઉલેમાના વિભાજનકારી અને ચરમપંથી વલણ પર પડદો નાખવાનો પ્રયાસ કર્યો હતો. આનાથી આગળ વિભાજન દરમિયાન હિંદુઓના નરસંહારને પણ વ્હાઇટવૉશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

    મહમૂદ મમદાનીએ એવો દાવો પણ કર્યો કે ઇસ્લામમાં ‘રાષ્ટ્રવાદ’ની અવધારણા નથી, પરંતુ તે એક ‘ઉમ્માહ’ (વૈશ્વિક મુસ્લિમ સમુદાય) છે, જેને સીમાઓમાં વહેંચી શકાય નહીં. અનેક ટીકાકારો અને ભારતીય બુદ્ધિજીવીઓનું માનવું છે કે આ વિચાર અપ્રત્યક્ષ રીતે ‘ગઝવા-એ-હિંદ’ (સમગ્ર ભારતીય ઉપખંડને ઇસ્લામના અધીન લાવવાની ચરમપંથી આગાહી) જેવી ઘાતક અને કટ્ટરપંથી વિચારસરણીને પ્રોત્સાહન આપે છે. ભારતીય બુદ્ધિજીવીઓ અને ઇતિહાસકારોનો એક વર્ગ માને છે કે મહમૂદ મમદાનીએ પોતાના લેખનમાં ઇસ્લામિક હિંસા અને આતંકને વૈચારિક રીતે યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો, જે હવે તેના પુત્ર ઝોહરાન મમદાનીની વિવાદાસ્પદ રાજનીતિમાં પણ પ્રતિબિંબિત થાય છે.

    ભારતીય-અમેરિકન સમુદાયમાં આક્રોશ અને મમદાનીના એજન્ડા પર પ્રશ્ન

    ઝોહરાન મમદાનીની જીત પછી ન્યૂયોર્ક સિટીમાં ભારતીય-અમેરિકન અને હિંદુ સમુદાયના મોટા વર્ગે તેનાં વિભાજનકારી નિવેદનો પર ઊંડો રોષ વ્યક્ત કર્યો છે. શીખ સમુદાયના નેતા અને માનવાધિકાર વકીલ જસપ્રીત સિંઘે મમદાનીની કડક ટીકા કરતાં કહ્યું, “અમારા શહેરમાં નફરત માટે કોઈ જગ્યા નથી… પરંતુ ઝોહરાન પોતાના મંચનો ઉપયોગ હિંદુ-વિરોધી નિવેદનો પ્રોત્સાહન આપવા અને અમને ધર્મના આધારે વિભાજિત કરવા માટે કરી રહ્યા છે.”

    ન્યૂયોર્કનાં અનેક હિંદુ સંગઠનોએ મમદાનીના નિવેદનોને ‘ધાર્મિક ઘૃણાનો એજન્ડા’ કહીને તેના રાજીનામાની માંગ કરી છે. સમુદાયનું કહેવું છે કે હિંદુઓને ‘ફાસીવાદ’ સાથે જોડવું અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવો યોગ્ય નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં