ભારતવિરોધી, હિંદુવિરોધી છબી ધરાવનાર ઝોહરાન મમદાની ન્યૂયૉર્કનો મેયર બન્યો

અમેરિકાના ન્યૂયૉર્કમાં નવા મેયરની નિયુક્તિ થઈ છે. યુગાન્ડામાં જન્મેલા અને ભારતીય મૂળના ઝોહરાન મમદાનીની ચૂંટણીમાં જીત બાદ હવે તે મેયર બનશે. મીડિયા તેને ન્યૂયૉર્કના પ્રથમ ઈન્ડિયન-અમેરિકન મુસ્લિમ મેયર તરીકે રજૂ કરી રહ્યું છે.

મમદાની વિરુદ્ધ ન્યૂ યૉર્ક સ્ટેટ ગવર્નર એન્ડ્રુ ક્યુમો અને કર્ટિસ સ્લિવા ઉમેદવારો હતા. ગવર્નર અપક્ષ ચૂંટણી લડી રહ્યા હતા, જ્યારે સ્લિવા રિપબ્લિકન તરફથી ઉમેદવાર હતા.

ચૂંટણી મંગળવારે (4 નવેમ્બર) યોજાઈ હતી અને સવારથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું. અર્લી વૉટિંગ પિરિયડ 25 ઑક્ટોબરથી શરૂ થઈને રવિવાર સુધી ચાલ્યો હતો. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા રાષ્ટ્રપતિ કાર્યકાળની આ પ્રથમ મોટી ચૂંટણી હતી. ટ્રમ્પ મમદાનીનો વિરોધ કરી રહ્યા હતા.    

મમદાની આમ ભારત મૂળનો છે, પણ તેનાં અને અને તેનાં બાપનાં હિંદુવિરોધી અને ભારતવિરોધી કારસ્તાનોની યાદી ઘણી લાંબી છે. પીએમ મોદી પ્રત્યેનો મમદાનીનો દ્વેષ પણ જગજાહેર છે.